બેંકો વ્યાજદર ઓછુ કરી રહી છે ત્યારે નાણાંને બમણા કરવા માટે 6 શ્રેષ્ઠ વિકલ્પો છે, સલામત રીતે અપનાવી શકો છો

 

સલામત ભવિષ્ય માટે આ જરૂરી છે કે તમે તમારી કમાણી નો એક હિસ્સો રેગ્યુલર બચત કરો અને તેનું ક્યાંક રોકાણ કરો. તમારી આ ખાસ જરૂરિયાતને પુરી કરવા માટે ઘણા વિકલ્પ હોઈ શકે છે. પરંતુ, તમારા માટે આ જરૂરી છે કે તમારી આ વધુ કમાણીનું રોકાણ એવી જગ્યા એ કરો, જ્યાં બીજા વિકલ્પની સાપેક્ષે તમારું રોકાણ વધારે સલામત હોય. સાથે જ આ વાત નું પણ ધ્યાન રાખો કે રોકાણ કરવા પર તમને વધુ સારું રીટર્ન મળી રહ્યું છે કે નહિ. રોકાણ વિકલ્પની પસંદગી કરતી વખતે તેના પર લાગનાર ટેક્સ નું પણ ધ્યાન રાખો.

મોઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે જમીન નાં ભાવ, ઘરો નાં ભાડા, ચીજવસ્તુ નાં ભાવ વધે છે ત્યારે બેંકોએ ઉધ્યોગપતીયો ને આપેલી લોન નાં અરબો રૂપિયા પાછા નથી આવ્યા ને લેનારા પણ ભગાડી મુકાયા છે જેના લીધે બેંકો દ્વારા હવે વ્યાજ માં ધરખમ ઘટાડો કરી ને આમઆદમી નાં રૂપિયા પર કાતર ફેરવવાની શરુ થઇ છે.

આજના યુગમાં તે વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે કારણ કે બેન્કો તેમના વ્યાજદરમાં ઘટાડો કરી રહી છે, જ્યારે શેરબજારમાં ઉતાર-ચઢાવમાં તમારા રૂપિયા ધોવાય જ છે. ઓછા વ્યાજદર ને કારણે જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે એમને વેલામોડા નાહી લેવાનું જ થા છે. અમે તમને આ અહેવાલ દ્વારા કહીએ છીએ કે કઈ 5 જગ્યાઓ પર રોકાણ માં જોખમ ઓછું છે અને તમારા નાણા ટૂંક સમયમાં બમણા થશે.

પોસ્ટ ઓફીસ ડિપોઝિટ:

રીટર્ન: 7.9 ટકા

સરકાર અને RBI દ્વારા બેંક તો ડિપોઝિટ રેટ ઘટાડવામાં લાગેલી છે. પરંતુ અત્યારે તો પોસ્ટ ઓફિસ ની બચત યોજનાઓ ના વ્યાજદરોમાં ઘટાડો થયો નથી. રોકાણકારો ને બેંક ડિપોઝિટ પર અત્યારે વધુમાં વધુ 6 થી 7 ટકાની વચ્ચે વ્યાજ મળી રહ્યું છે. જયારે, પોસ્ટ ઑફિસની જમા યોજનાઓ પર 7.9 ટકા વ્યાજ ઉપલબ્ધ છે. આ સંદર્ભ માં આ યોજનામાં તમારી રકમ 9 વર્ષમાં બમણી થશે.

સરકારી બોન્ડ્સ:

રીટર્ન: 7.8 ટકા

બેંક તો ડિપોઝિટ રેટ ઘટાડવામાં લાગેલી છે, પરંતુ સરકારી બોન્ડ માં પૈસા રોકવા તમારા માટે બેંક થી સારો વિકલ્પ બની શકે છે. જ્યાં બેંકો માં 6 થી 7 ટકાની વચ્ચે વ્યાજ મળી રહ્યું છે, ત્યાં જ સરકારી બોન્ડ માં અત્યારે 7.8 ટકા વ્યાજદર છે. આ સંદર્ભમાં તમારી રકમ બમણી થવામાં લગભગ 9.2 વર્ષ લાગશે.

મ્યુચ્યુઅલ ફંડ (કૅશ ફંડ અથવા લિક્વિડ ફંડ):

રીટર્ન: 8 થી 9 ટકા

લિક્વિડ ફંડ અથવા કૅશ ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકાય છે. લિક્વિડ ફંડ એવું મ્યુચ્યુઅલ ફંડ છે, જે નાણાં બજાર સાધનો જેવા કે ટ્ર્રેઝરી બિલ વગેરેમાં રોકાણ કરે છે. આમાં ઇક્વિટી બજાર માં સીધું રોકાણ કરવાની સાપેક્ષે જોખમ ઓછું હોય છે પણ જોખમી કહી તો શકીયે જ. આ વર્ષમાં 8-9 ટકા સુધી વળતર આપી શકે છે. 9 ટકા ના વાર્ષિક વળતરના સંદર્ભમાંતમારા પૈસાને બમણા થવામાં 8 વર્ષ લાગશે. પણ એમાં લગાવેલા પૈસા એ લોકો ના ડૂબે તો ખુબ ઓછું પણ મળે.

મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ઑનલાઈન રોકાણની સુવિધા આપે છે અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થોડો સમય લે છે. જયારે જરૂરી હોય ત્યારે તમે કેટલોક ભાગ અથવા પૂર્ણ રકમ ઉપાડી શકો છો. તે જ સમયે સરપ્લસ કૅશ થવા પર વધુ રોકાણ કરી શકો છો.

ફિકસ ડિપોઝિટ:

ફિકસ ડિપોઝિટ ભારતમાં સૌથી સરળ અને પ્રચલિત રોકાણ વિકલ્પ છે. કેટલીક બેંકોની ફિકસ ડિપોઝિટ નો પીરીઅડ 7 દિવસ થી લઈને 10 વર્ષ સુધીનો હોય છે. કેટલીક બેંકો ત્રિમાસિક ધોરણે એફડી પર ચક્રવર્તી વ્યાજની ગણતરી કરે છે. દરેક બેન્કનો વ્યાજદર અલગ હોય છે. જો એસબીઆઈ વિશે વાત કરીએ તો, એક વર્ષ ના પીરીઅડ માટે નિયમિત ડિપોઝિટ પર 7 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.5 ટકા વ્યાજદર છે. ત્યાં જ, 2 વર્ષ થી 5 વર્ષ માટે આ દર 6.85 ટકા થી 7.35 ટકા છે. ત્યાં જ, 3 વર્ષ થી 10 વર્ષની વાત કરીએ તો નિયમિત ડિપોઝિટ પર વ્યાજદર 6.50 ટકા અને વરિષ્ઠ નાગરિક માટે 7 ટકા છે. તેની વચ્ચે કેટલાક બીજા સ્તર પણ છે.

ફિક્સ્ડ ડિપોઝિટ માટે અલગ અલગ બેંકો ના અલગ અલગ નિયમ હોય શકે છે. તેમના વ્યાજદરો માં પણ અંતર હોય શકે છે, તો પણ રોકાણકારો દ્વારા બેંકોના ફિક્સ્ડ ડિપોઝિટ સૌથી સારા વિકલ્પના રૂપમાં સ્વીકાર કરાય છે. કારણ કે આ બચત નો સૌથી સારો વિકલ્પ છે. અલગ અલગ બેંકોની યોજના અનુસાર તમારા પૈસા 98 મહિના થી 105 મહિના (વરિષ્ઠ નાગરિક અને જનરલ) દરમ્યાન બમણી થયી જશે.

આવક ફંડ્સ:

રીટર્ન: 8 થી 9 ટકા

જો તમારે આગળના એક વર્ષ સુધી એક સામટી રકમ ની જરૂર ના હોય તો આવક ફંડ (એક પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ) માં રોકાણ કરવું સારો વિકલ્પ રહેશે. તેના અંતર્ગત તમે ઓછા ગાળાના, વચ્ચેના ગાળાના અને લાંબા ગાળાના વિકલ્પમાં રોકાણ કરી શકો છો. જેના પર 9 ટકા સુધી વળતર સરળતાથી મળી શકે છે. વાર્ષિક 9 ટકાના વળતરના સંદર્ભમાં તમારી રકમ બમણી થવામાં 8 વર્ષ લાગશે. માન્યું કે એક નક્કી કરેલા સમય થી પહેલા જો તમે રોકાણ પાછું મેળવવાનો પ્રયત્ન કરો છો તો તમને એક ટકા સુધીની પેનલટી લાગશે. તેથી ઓછા ગાળાની, વચ્ચેના ગાળાની અને લાંબા ગાળાની યોજનાના વિષે પહેલા જાણકારી લેવી સારી રહેશે.

રાષ્ટ્રીય બચત પત્ર:
આયકર અધિનિયમ, 1961 ની ધારા 80સી ના અંતર્ગત આયકર થી મુક્ત બચત પ્રમાણ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. તેને ભારતીય ડાક સેવા ના કોઈ પણ સ્થાનીય કેન્દ્ર (પોસ્ટ ઓફિસ) માંથી પ્રાપ્ત કરાય છે.આ 5 અથવા 10 વર્ષ ના પીરીઅડ માટે હોય છે અને જરૂર પડે ત્યારે તેને કોઈ પણ બેન્ક ની પાસે ગીરવે રાખીને કર્જ પણ લઇ શકાય છે.