ચેતજો ! સફેદ બ્રેડ અને કોર્ન ફ્લેક્સ નું સેવન બની શકે છે ફેફસાના કેન્સરનું કારણ

કહેવામાં આવે છે કે સવારના નાસ્તો ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. તેમાં ઘણા લોકો તેલવાળું ખાવાનું પસંદ કરે છે, તો ઘણા સાધારણ નાસ્તો કરીને ચલાવે છે. જોવામાં આવે તો મોટાભાગના લોકો બ્રેડ, કોર્ન ફ્લેક્સ કે એવી પાઉં જેવા ખોરાક નું સેવન કરે છે. આ વિદેશી લોકો નો નાસ્તો છે એ ભારત ની મહિલાઓ જેટલા બુદ્ધિશાળી અને અવનવું બનાવા ની આવડત વાળા નથી હોતા સાથે ઘરમાં પહેલે થી જા માતા બહેનો એવા ભોજન ખુબ પ્રેમ થી બનાવે કે જેથી તે ઘરના સભ્યો ને સુપાચ્ય બને. બ્રેડ વગેરે મેંદા વાળી તૈયાર વસ્તુઓ લગભગ સવાર નાં નાસ્તા માં હજુ નથી જ રહેતી. (જેને ત્યાં હોય તે અણસમજ ને કારણે જ હશે સત્ય સમજાયા પછી નહિ હોય)

એ બધું તો ઠીક પણ શું તમે જાણો છો કે ઘણા પ્રકારનું તળેલ શેકેલ ખાવાનું, બ્રેડ કે કોર્ન ફ્લેક્સ તમારા ફેફસાના કેન્સરનું કારણ બની શકે છે. એક અભ્યાસ દરમિયાન જાણવા મળેલ છે કે સફેદ બ્રેડ, કોર્ન ફ્લેક્સ અને તળેલ-શેકેલ ખોરાક જેમ કે ગ્લાઈસેમીક ઇન્ડેક્સ યુક્ત ભોજન અને પેય પદાર્થ, ફેફસાના કેન્સરના ફેલાવા અને વધવામાં મદદ કરે છે.

ગ્લાઈસેમીક ઇન્ડેક્સ (જીઆઈ) એક એવી સંખ્યા હોય છે, જે વિશેષ પ્રકારના ભોજન સાથે સબંધ ધરાવે છે, તે વ્યક્તિના લોહીમાં ગ્લૂકોજ ના સ્તર ઉપર ભોજનની અસરને હીટ આપે છે. જીઆઈ અને ફેફસાના કેન્સર વચ્ચે ની કડી કોઈ વિશેષ પ્રકારના સબગ્રુપ સાથે જોડાયેલ હોય છે. ક્યારેય ધ્રુમપાન ન કરનારા અને સ્ક્વામસ સેલ કાર્સીનોમા (એસસીસી) ફેફસા ના કેન્સરનું સબગ્રુપ માનવામાં આવે છે.

ગોરી ચામડી, આછા રંગ વાળા અને વાદળી, લીલી રંગની આંખો વાળા લોકોમાં એસસીસી ને વિકસિત થવાનો ભય સૌથી વધુ હોય છે. સંશોધકોએ અધ્યયન માં લગભગ 1905 રોગીઓને એકઠા કર્યા હતા, જેમને હાલમાં ફેફસાના કેન્સર ની તકલીફ થઇ હતી. તે દરમિયાન લગભગ 2413 સ્વસ્થ લોકો નો પણ સર્વે કરવામાં આવેલ. તેમાં ભાગ લેનારાઓએ પોતાના છેલ્લા આહારની ટેવ અને સ્વાસ્થ્ય ઈતિહાસની જાણકારી આપી.

અમેરિકી યુનીવર્સીટી ઓફ ટેક્સાસ ના એમડી ઈંડરસન કેન્સર સેન્ટર થી આ અધ્યયન ના મુખ્ય લેખક જીફેંગ વું એ જણાવ્યું કે “શોધ દરમિયાન રોજ જીઆઈ યુક્ત આહાર લેવાવાળા માં જીઆઈ યુક્ત ભોજન ન કરવા વાળા ની તુલનામાં ફેફસાના કેન્સરના 49 ટકા જોખમ જોવામાં આવેલ હતું”.

આશ્ચર્યજનક રીતે કાર્બોહાઈડ્રેટ ની મર્યાદા માપનાર ગ્લાઈસેમીક લોડ (જીએલ) ના ફેફ્સના કેન્સર સાથે કોઈ મહત્વપૂર્ણ સબંધ ન મળ્યો. શોધકોનું કહેવું છે કે તમાકુ અને ધ્રુમપાન નું સેવન ન કરવા વાળામાં પણ ફેફસાના કેન્સરના ચિન્હો મળ્યા છે. તેનાથી જાણવા મળે છે કે આહાર ને કારણે પણ ફેફસાનું કેન્સર નું હોવાનું કારણ બની શકે છે.

બ્રેડ વિષે બીજો આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> બ્રેડ તમે કોઈ પણ રીતે ખાવ તે કોઈ ને કોઈ રીતે તમારા હ્રદય અને મગજ માટે નુકશાનકારક છે.