આજના સમયમાં લોકોમાં ચામડીના ઘણા રોગો જોવા મળી રહ્યા છે અને તેમાં પણ એક રોગ છે. કોઢનો જેમાં દર્દીની ત્વચા ઉપર સફેદ ડાઘ જોવા મળે છે. જેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો ધીમે ધીમે વધતા જાય છે અને તેના માટે ઘણા ઉપાયો રહેલા છે. જેમના થોડા ઘરેલું ઉપચાર આજે અમે તમને જણાવીશું.
સફેદ ડાઘ એક પ્રકારનો ત્વચાનો રોગ છે. જે કોઈ એલર્જી કે ત્વચાની સમસ્યાને કારણે થાય છે. ઘણી વખત તે વારસાગત પણ હોય છે. દુનિયાના બે ટકા લોકો આ સમસ્યાથી પીડિત છે અને ભારતમાં ચાર ટકા સુધી લોકો આ સમસ્યાથી પીડિત છે. તેને ઠીક કરવા માટે ઘણી ધીરજની જરૂર છે. આ ઘરેલું ઉપાયોમાં આ સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. જેને ધીરજ સાથે અપનાવવાની જરૂર છે.
લીમડાનો ઉપયોગ :-
લીમડાના પાંદડા અને ફળ ઘણા પ્રકારના રોગો માટે ફાયદાકારક છે. લીમડાના પાનને પીસીને તેનો પેસ્ટ બનાવો અને તેને દાગ વાળી જગ્યામાં એક મહિના સુધી લગાવો. સાથે જ લીમડાના ફળને રોગ ખાઓ અને લીમડાના પાંદડાનું જ્યુસ પીવો. આનાથી લોહી સાફ થાય છે અને સફેદ દાગની સાથે જ ત્વચાના બધા રોગોને સારા થઇ જશે.
શરીર શુદ્ધ રાખે :-
ઘણી વખત લોકો મળ મૂત્ર રોકીને રાખે છે. જે ઘણું ખોટું છે. તેનાથી શરીરની અંદર અપશિષ્ટ પદાર્થો જામી જાય છે. જે શરીરને નુકશાન પહોચાડે છે. એટલા માટે હંમેશા શરીર માંથી ઝેરીલા તત્વને બહાર કાઢો અને શરીરને શુદ્ધ રાખો.
ફાયદાકારક બથુઆ :-
વધુમાં વધુ આપણા ખાવામાં બથુઆ ઉમેરો. રોજ બથુઆ ઉકાળીને, તેના પાણીથી શરીરના સફેદ ડાઘને ધુવો. કાચા બથુઆનો રસ બે કપ કાઢીને, તેમાં અડધો કપ તલનું તેલ ભેળવીને ધીમા તાપ ઉપર પકાવો. જયારે માત્ર તેલ રહી જાય તો તેને ઉતારી લો. હવે તેને રોજ ડાઘ પર લગાવો.
અખરોટ ખાવ :-
અખરોટ સફેદ ડાઘમાં ઘણા ફાયદાકારક છે. અખરોટ રોજ ખાવ. તે સફેદ પડી ગયેલી ત્વચાને કાળી કરવામાં મદદ કરશે.
આદુ :-
રોજ આદુનું જ્યુસ પીવો અને આદુના એક ટુકડાને ખાલી પેટ ચાવો. સાથે જ આદુને વાટીને સફેદ ત્વચા ઉપર લગાવો.
આ ખાશો નહિ :-
આ ઘરેલું ઉપાયોની સાથે જ ઘણી ખાવા ની વસ્તુ થી પરેજી પણ પાળવી જોઈએ જેનાથી સફેદ ડાઘની સમસ્યા વધે નહિ. રબડી, દૂધ અને દહીંનું એક સાથે સેવન ન કરો. સાથે જ દૂધની કોઈ વસ્તુ સાથે માંસ મચ્છી ન ખાવ.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.