આયુર્વેદમાં સદીઓથી ઉપયોગ માં આવતી ઔષધી સફેદ મૂસળી સ્ત્રી પુરુષ રોગોમાં રામબાણ

વિયાગ્રા અને જીન્સેંગથી ઘણું સારું છે ભારતીય સફેદ મુસળી. આયુર્વેદમાં સદીઓથી તેનો ઉપયોગ નબળાઈ ગ્રસ્ત રોગીઓ માટે કરવામાં આવી રહેલ છે. મુસલીના છોડના મૂળ મુસલ જેવા હોય છે અને તેનો રંગ સફેદ હોય છે તેથી તેને મુસલી કે મુસ્લી કહેવામાં આવે છે. જે ખુબ જ જાણીતી દવા છે જેને ઘણી બીમારીઓ, ખાસ કરીને પુરુષોના યોન રોગો ના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની કોઈ અડ અસર નથી થતી. તે એક વાજીકારક aphrodisiac દવા છે. આખા વિશ્વમાં સફેદ મુસલી ની ઘણી માંગ છે.

ભારતમાં આજકાલ તેની મોટા પ્રમાણમાં ખેતી પણ થવા લાગી છે. ભારતમાં ખાસ કરીને તેની ખેતી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. મુસલીના મૂળ કે કંદને જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે અને સાફ કરીને સુકવી લેવામાં આવે વછે. પછી તેનો પાવડર બનાવીને દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.
મુસ્લીનો પાક, ચૂર્ણ, કે બીજી જડીબુટ્ટીઓ સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે.

વાનસ્પતિક નામ : Chlorophytum Borivilianum

જાતી પ્રમાણે નામ : Liliaceae

દવામાં ભાગનો ઉપયોગ : થડ, મૂળ

ઉત્પતી : ઉત્તરી અને પશ્ચિમી ભારત

મુસ્લીના ખાસ ઘટક કાર્બોહાઈડ્રેટ (૪૧%), પ્રોટીન (૮.૯%). સેપોનીન (૨.૧૭%) , ફાઈબર (૪%), ૨૫ થી વધુ એલ્કલોઈડ, વિટામીન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સ્ટેરોયડ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફીનોલ, રેજિન, પોલીસેકરાઇડ્સ વગેરે છે. તેનો ઉપયોગ જુદી જુદી શક્તિવર્ધક દવાઓમાં, આરોગ્ય અને સેક્સ ટોનિક વગેરેની બનાવટમાં થાય છે. તેમાં સેક્સ પાવર વધારવાની ક્ષમતા છે.

સફેદ મુસલીના ફાયદા –

મુસલી ગળી, રસવાળી, વીર્ય વર્ધક, પુષ્ઠીકર્ક, ઉષ્ણ વીર્ય અને સ્વાદમાં કડવી હોય છે.

તે એક ઉત્તમ વાજીકારક અને એનરીઓક્સીડેંટ છે.

તેનું સેવન શરીરમાં શક્તિ, ઉર્જા અને બળ ને વધારે છે.

તે ઈમ્યુનીટી ને વધારે છે.

તે મૂત્રલ છે અને શુક્ર ધાતુની પૂર્તતા કરે છે.

તેની કોઈ આડ અસર નથી.

સફેદ મુસલીના બીજા ફાયદા

તે નપુંસકતા, ધાતુક્ષિણતા, શીઘ્રપતન, યોની વિકાર વગેરેને દુર કરવાની એક કુદરતી દવા છે. તે ડાયાબીટીસ પછી થતી નપુંસકતાની તકલીફોમાં પણ લાભદાયક છે.

સ્ત્રીઓમાં તેનો ઉપયોગ સફેદ પાણી/શ્વેત પ્રદર ના ઈલાજ અને દૂધ વધારવા માટે કરવામાં આવે છે. પ્રસુતિ અને પ્રસુતિ પછીની તકલીફો માટે એક ઉપચાર તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. સ્તનપાન કરાવનારી માતાઓ દૂધ વધારવા માટે.

પુરુષોના યોન રોગો (ઇરેકટાઈલ ડીસફંક્શન, સુજાક, ઇન્દ્રિય શીથીલતા, શીઘ્રપતન, વીર્ય ક્ષય, યોન નબળાઈ, ઓછા શુક્રાણુ, યોન દેખાવમાં સુધારો, કામોદીપક, સેક્સ ટોનિક, સામાન્ય નબળાઈ(શારીરિક નબળાઈ) અને નપુંસકતા, તનાવ, ગઠીયા, મધુમેહ, દસ્ત, પેચીશ, પેશાબના રોગ વગેરે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રતિકારક સુધારો, ટોનિક, બોડીબિલ્ડીંગમાં ઉપયોગી, સંધીશોધ, મધુમેહ, હરસ અને રજોનિવૃત્તિ સીડ્રોમ માટે ઉપયોગી.

સફેદ મુસલીનો ઉપયોગ અને સેવનું પ્રમાણ

મુસ્લીનું ચૂર્ણનું સામાન્ય સેવન પ્રમાણ ૩-૬ ગ્રામ છે. ઘણા રોગોના ઉપચારમાં ૧૦-૧૫ ગ્રામ ના પ્રમાણમાં આપવામાં આવે છે. મુસલીનું ચૂર્ણને સાકર અને દૂધ સાથે દિવસમાં બે વખત લઇ શકાય છે. તેના તાજા થડનો રસ ૧૦-૨૦ મી.લિ. લઇ શકાય છે.

સફેદ મુસલીના ઉપયોગ માં સાવચેતીઓ

શરીરમાં જો ખુબ જ વધુ કફ, છાતીમાં જકડન હોય તો તેનો ઉપયોગ ન કરો.