ઓછી ઉંમરમાં વાળ સફેદ થઇ ગયા હોય તો અપનાવો આ પ્રયોગ, સફેદ વાળ નહી જોવા મળે

આ પ્રયોગથી માથા ઉપર સફેદ વાળ નહી જોવા મળે !!

દરેકને વાળ કાળા જ ગમે છે પણ જયારે વગર ઘડપણમાં જ વાળ સફેદ થવા લાગે તો મનમાં ગભરાઈ જાય છે. પણ તમારે જાણવું જરૂરી છે કે વાળ સફેદ કેમ થાય છે, તે પણ ત્યારે જયારે આપણી ઉંમર રમવા ખાવાની હોય છે. જયારે વાળમાં મીલેનીન પીગમેન્ટેશનની ઉણપ થઇ જાય છે ત્યારે વાળ તમારા કાળો રંગ ખોઈ નાખે છે અને સફેદ થઇ જાય છે. આમ તો વાળ સફેદ થવા આજકાલ સામાન્ય વાત બની ગયેલ છે તેથી તેના માટે ગભરાવું બિલકુલ ન જોઈએ.

ઓછી ઉંમરમાં જે લોકોના વાળ સફેદ થઇ જાય છે તે તેમના માટે એક મોટી ચિંતાનો વિષય છે. વાળની તન્દુરસ્તી ઉપર ખાવા પીવાની ઘણી અસર પડે છે. વાળના અકાળે સફેદ થવાથી અટકાવવા માટે ચા, કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. સાથે જ દારુનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. ખાવામાં વધુ ખાટું, અમ્લીય ખાદ્ય પદાર્થો લેવાથી વાળ ઉપર અસર પડે છે. તેલ અને તીખું ભોજન પણ વાળ સાથે સંકળાયેલ તકલીફોને વધારે છે.

આ બધા ઉપરાંત માનસિક તનાવ, ચિંતા, ધુમ્રપાન, દવાઓનું લાંબા સમય સુધી ઉપયોગ, વાળને કલર કરવો વગેરેથી વાળ સફેદ, ખરવા અને બે મોઢા થવાની કામગીરી વધુ ઝડપી થઇ જાય છે. જો તમે આ તકલીફોથી બચવા માગો છો તો આ લેખને પૂરો વાચો અને જણાવેલ પ્રયોગો જાતે ઉપયોગ કરો.

આવો જાણીએ કેવી રીતે મેળવીશું સફેદ વાળથી છુટકારો તે પણ ખુબ ઓછા સમયમાં.

સામગ્રી :

૬ મોટા બટેટા

શેમ્પુ અને કન્ડીશનર

૨ લીટર પાણી

રીત / ઉપયોગ :

પહેલા ૬ બટેટાને છાલ ઉતારી લો.

હવે છાલને પાણીમાં નાખીને ૧ કલાક સુધી વધુ તાપ ઉપર રાખો (ઉકાળો).

૧ કલાક પછી આ મિશ્રણને આગથી દુર કરો સામાન્ય તાપમાન સુધી ઠંડુ થવા દો અને ઠંડુ થયા પછી આ મિશ્રણને કોઈ બોટલમાં કાઢી લો.

હવે વાળને શેમ્પુ અને કન્ડીશનરથી રોજની જેમ સાફ કરો. વાળને ધોઈ લીધા પછી આ મિશ્રણથી વાળ ઉપર અને મૂળમાં સારી રીતે મસાજ કરીને વાળને સુકાવા માટે છોડી દો (જો તમને કોઈ ઉતાવળ હોય તો હેયર ડ્રાયથી વાળ સુકવી લો).

આ પ્રયોગને અઠવાડિયામાં ૩ વખત દોહરાવો, ઘણો વહેલો ફાયદો થશે.


Posted

in

, ,

by