નાની ઉંમરના લોકોના વાળ સફેદ થઇ જાય છે. તેમના માટે આ એક મોટો ચિંતાનો વિષય હોય છે. વાળ ની તંદુરસ્તી ઉપર ખાવા પીવાની ખુબ જ અસર થાય છે, વાળને વહેલા સફેદ થતા રોકવા માટે ચા, કોફી નું સેવન ઓછું કરવું જોઈએ. સાથે જ દારૂ નું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. ખાવામાં વધુ ખાટું, આથો કરેલા ભોજન કે નાસ્તો લેવાથી વાળ ઉપર અસર પડે છે, તેલ અને તીખું ભોજન પણ વાળ સાથે જોડાયેલ તકલીફોમાં વધરો કરે છે.
આ બધા ઉપરાંત માનસિક તણાવ, ચિંતા,ધુમ્રપાન, દવાઓ નો લાંબા સમય સુધી ઉપયોગ ,વાળને કલર કરવો વગેરેથી વાળનું સફેદ થવું, ખરવા ની પરંપરા વધી જાય છે. જો આ તકલીફમાં થી બચવા માગો છો તો અપનાવો આ નુસ્ખા, જે વાળ માટે વરદાન જેવું સાબિત થશે.
– આદુને વાટીને મધમાં ભેળવી દો. તેને વાળમાં ઓછામાં ઓછું અઠવાડિયા માં બે વખત નિયમિત રીતે લગાવો. વાળનું સફેદ થવાનું ઓછું થઇ જશે.
– દહીં સાથે ટમેટા ને વાટીલો. તેમાં થોડો લીંબુ નો રસ અને નીલગીરી નું તેલ ભેળવો. તેનાથી માથાનું માલીશ અઠવાડિયા માં બે વખત કરો, વાળ મોટી ઉંમર સુધી વાળ કાળા અને ઘટ્ટ રહેશે.
– સુકા આંબળા ને પાણીમાં ઉકાળો. તે પાણીને એટલું ઉકાળો કે તે અડધું રહે. તેમાં લીંબુનો રસ અને મેંદી ને ભેળવીને વાળ માં લગાવો. માનવામાં આવે છે કે આમ કરવાથી વહેલા સફેદ થતા વાળ અટકે છે.
– મેથી ના દાણા વાટીને મેંદી માં ભેળવી દો. તેમાં તુલસીના પાંદડા નો રસ અને સુકી ચા ની પત્તી ઓ ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળ ઉપર લગાવી ને બે કલાક સુધી રાખો. પછી કોઈ હર્બલ શેમ્પુથી વાળને ધોઈ લો, ફાયદો થશે.
– ૧/૨ કપ નારીયેલ તેલ કે જેતુન નું તેલ હળવું ગરમ કરો. તેમાં ૪ ગ્રામ કપૂર ભેળવી દો. જયારે કપૂર બરોબર ભળી જાય તો આ તેલથી માલીશ કરો. તેનું માલીશ અઠવાડિયામાં એક વખત જરૂર કરવું જોઈએ. થોડા જ સમયમાં રૂસી દુર થઇ જશે.
– નારીયેલ તેલમાં થોડું દહીં નાખીને માથા ઉપર માલીશ કરો. તેનાથી વાળ બેઢંગ નહી બને. સાથે જ, ખરવાના પણ બંધ થઇ જશે.
– ગુલમહોર ના ફૂલને વાટીને પેસ્ટ બનાવો આ પેસ્ટને વાળ ઉપર લગાવો. આ પેસ્ટ એક કુદરતી કન્ડીશનર જેવું કામ કરે છે. આ પેસ્ટનો સતત ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે.
– વાળને અઠવાડિયામાં એક વખત તેલ જરૂર નાખવું. આ તેલનો વારવાર ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે.
-દુધી ને સુકવીને નારીયેલ તેલમાં ઉકાળી લો. આ તેલને ગાળી ને બાટલીમાં ભરી લો. આ તેલની મસાજ કરવાથી વાળ કાળા થઇ જશે.
-અડધા કપ દહીં માં એક ગ્રામ કાળા મરી અને થોડો લીંબુનો રસ ભેળવીને વાળ માં લગાવો, ફાયદો થશે.
-અમૃદના પાંદડાની પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી લાભ થાય છે.
-તુરીયા કાપીને નારીયેલ તેલમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી તે કાળી ન થઇ જાય. આ તેલને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થઈ જઈ છે.
-આંબળા સાથે કેરીની ગોટલી ને પાણી માં ભેળવી વાટીલો. આ મિશ્રણ ને વાળમાં લગાવીને એક કલાક પછી વાળ ધી લો.
-લીલી અખરોટ ને પાણીમાં ઉકાળીને તે પાણીને ઠંડુ કરીને વાળ ધુઓ. નાની ઉંમરમાં સફેદ વાળ થયા હોય તે વાળ ફરીથી કાળા થઇ જશે. વાળને હમેશા સારા અને ચોખ્ખા પાણી થી ધુઓ.
– લીલા આંબળાની પેસ્ટ બનાવીને વાળના મૂળમાં લગાવો અને આંબળા ના પાંદડા માં લીંબુ નો રસ ભેળવીને વાળમાં લગાવો, આંબળાનો રસ, લીંબુનો રસ અને બદામનું તેલ ભેળવીને વાળના મૂળમાં લગાવો.
– મેથીના દાણા ને આખી રાત પાણીમાં પલાળી દો. સવારે મેથીના દાણા ને દહીં સાથે વાટીને વાળમાં લગાવો. એક કલાક પછી વાળને ધોઈ લો.
-એક લીંબુ ના રસમાં તેટલું જ પાણી ભેળવી મિશ્રણ બનાવી લો. શેમ્પુ કર્યા પછી વાળમાં નાખો થોડી વાર રહેવા દો અને પછી સારા પાણી થી ધોઈ લો.
– નારીયેલ તેલમાં થોડું દહીં નાખીને માથા ઉપર માલીશ કરો. તેનાથી વાળ બેઢંગા નહી થાય. સાથે જ, ખરતા પણ બંધ થીઈ જશે.
આંબળાના થોડા ટુકડા ને નારિયલ તેલ માં ઉકાળો. તેલ ને એટલું ઉકાળો કે આંબળા કાળા થઇ જાય. આ તેલને રોજ વાળમાં લગાવવાથી સફેદ વાળ ફરી વખત કાળા થવા લાગે છે.