શોધવાથી પણ નહી મળે સફેદ વાળ તેવો છે નારિયેળના તેલનો આ ઘરગથ્થું ઉપાય, અજમાવા નહી ઈચ્છો?

મિત્રો આજની આ ભાગદોડની દુનિયામાં ખુબ જ જોવા મળે છે કે ખુબ ઓછી ઉમરના છોકરા અને છોકરીઓને સફેદ વાળ થઇ જાય છે. સફેદ વાળ થવાના કેટલાય કારણ હોઈ શકે છે, કેટલાક કુદરતી તો કેટલાક પર્સનલ, કુદરતી કારણ એટલે કે તમે નહાવા માટે જે પાણીનો ઉપયોગ કરો છો એ બરાબર ન હોય અથવા ખોટી ખાણીપીણી ના કારણે પણ, અને કેટલીક અને વિટામીન ઈની ઉણપના લીધે પણ તમારા વાળ સમયથી પહેલા સફેદ થઇ જાય છે, અને પર્સનલ કારણો એ છે કે કેટલાક લોકોને માનસિક મુશ્કેલી અથવા જો એ વાતના લીધે ચિંતા કરવી (stress) અથવા તમારા ખભા પર કામનો વધુ પડતો ભાર હોય, રાત્રે ઉજાગરા કરવા, માનસિક મુશ્કેલીઓ વધુ પડતી હોય તેના લીધે પણ વાળ સમયની પહેલા સફેદ થઇ જાય છે.

વાળને કલર કરવો તે આ સમસ્યાનો કોઈ ઉપાય નથી. પરંતુ તમે કેટલાક ઘરગથ્થું ઉપચાર અજમાવીને તમારા વાળને સફેદ થતા અવશ્ય રોકી શકો છો. આવો અમે એક એવો જ સરળ ઘરગથ્થું ઉપચાર જણાવી રહ્યા છીએ જેને અજમાવીને તમે તમારા સફેદ વાળને ફરીથી કાળા બનાવી શકશો.

સફેદ વાળનો ઘરગથ્થું ઉપચાર

આજે આ ઘરગથ્થું નુસખામાં આપણે ઉપયોગ કરીશું શુધ્ધ નારિયેળના તેલનો. નારિયેળના તેલના ફાયદા તો બધા જાણે છે અને આજે અમે આ તેલનો ઉપયોગ કરીશું વાળને કાળા કરવા માટે. તો આવો જાણીએ આ નુસખા વિષે.

સામગ્રી :-

• ૨-૩ ચમચી શુધ્ધ નારિયેળનું તેલ

• Vitamin E ની કેપ્સ્યુલ (કોઈપણ દવા ની દુકાને થી મળી જશે)
રીત/ઉપયોગ :-

• નારિયેળના તેલને ૨૦ સેકંડ માટે ગરમ કરો.

• ગરમ કર્યા પછી તેમાં કેપ્સ્યુલ ખોલીને ભેળવી દો, હવે આ તેલને વાળના મૂળમાં મસાજ કરો.

• રાત્રે મસાજ કર્યા પછી વાળને સવારે સેમ્પુથી ધૂઓ અને સાફ કરી લો.

• આ પ્રોસેસને દરરોજ ઉપયોગ કરવાથી તમારા વાળ naturally black થઇ જશે.

તેની સાથે દરરોજ ઘઉંના જ્વારાનો રસ પીવાનું શરુ કરો, અને આમળાનું કોઈ પણ સ્વરૂપે સેવન જરૂરથી કરો. લીલા શાકભાજી, ગાજર વગેરે અવશ્ય ખાઓ.

બીજા પણ સફેદ વાળ કાળા કરવા નાં ઉપાય પોસ્ટ કરેલા છે એના માટે જુયો અમારું ફેસબુક પેજ Gujju Fan Club અને આવા ઘરેલું નુસ્ખા વાંચવા લાઈક જરૂર કરજો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.