સેફટી ટીપ્સ : દરેક છોકરીએ પર્સમાં રાખવી જોઈએ આ 3 વસ્તુ, તમારી સાથે કોઈ ખોટા કામ નહિ કરી શકે

ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે હૈદરાબાદમાં જે શરમજનક ઘટના બની છે તેના વિષે તો તમે બધા જાણો જ છો. આ ઘટનાએ ફરી એક વખત દેશને હચમચાવી મુક્યો છે. લોકો હવે વિચારવા માટે મજબુર બન્યા છે કે શું હવે આ દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી? સોશિયલ મીડિયા ઉપર લોકોની માંગ છે કે મહિલાઓ સાથે ખરાબ કામ કરવાવાળા ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.

અને ઘણા લોકો એવું પણ કહે છે કે માતા પિતાએ નાનપણથી પોતાના દીકરાને સારા સંસ્કાર આપવા જોઈએ અને મહિલાઓનું માન સન્માન કરવું જોઈએ. જેથી ફ્યુચર જનરેશનથી મહિલાઓ સુરક્ષિત રહી શકે.

હવે આ બધી વસ્તુ ક્યારે થશે અને કેટલા લેવલ ઉપર અસરકારક થશે તેનો કોઈને અંદાઝ નથી. હવે કોઈ મહિલા સાથે આવો અણબનાવ બને છે તો તેનું સૌથી વધુ દુઃખ તેના સંબંધિઓને થાય છે. સોશિયલ મીડિયા ઉપર લોકો થોડા દિવસોથી અવાજ ઉઠાવીને પોતાના અંગત જીવનમાં વ્યસ્ત બની જાય છે પરંતુ જે પીડા પીડિતા અને તેનું કુટુંબ અનુભવતા હોય છે તે તેમની સાથે જીવનભર રહે છે.

એટલા માટે સારું એ છે કે તમે પોતે તમારી સેફટી માટે થોડી વિશેષ તૈયારી કરી લો. એ રીતે સમય આવે ત્યારે તમે કોઈ અઘટિત ઘટનાનો ભોગ થવાથી બચી શકો છો. એટલા માટે આજે અમે તમને થોડી ખાસ વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે હંમેશા પર્સમાં રાખવી જોઈએ જેથી ઈમરજન્સી પરિસ્થિતિમાં તમને કામ આવી જાય.

૧. એક્સ્ટ્રા ફોન :

આજકાલ તો બધી છોકરીઓ પાસે પર્સમાં મોબાઈલ ફોન હોય છે પરંતુ તમે એ વાત નક્કી કરી લો કે તે ફોન ઘરેથી બહાર નીકળતી વખતે ફૂલ ચાર્જ હોય. છેલ્લી ઘડીએ તે સ્વીચ ઓફ ન થઇ જાય. તેની સાથે જ તમે શક્ય હોય તો એક બીજો ફોન પણ પર્સમાં રાખો. આ એક્સ્ટ્રા બેટરી બેકઅપનું કામ તો કરશે જ સાથે જ, જો તમારો ફોન ગુમ થઇ જાય, નેટવર્ક ન મળે, કે ચોરી થઇ જાય ત્યારે તમે તમારા બીજા ફોનથી મદદ માગી શકો છો.

૨. પેપર સ્પ્રે :

પેપર સ્પ્રેને મહિલાઓ હથીયાર તરીકે ઉપયોગ કરી શકે છે. જયારે પણ તમને લાગે કે કોઈ છોકરા તમારી છેડતી કરી રહ્યા છે કે તમારી સાથે કોઈ ખોટું કામ કરી શકે છે તો તમે તરત પર્સમાંથી પેપર સ્પ્રે કાઢી તેની આંખોમાં છાંટી દો. તેનાથી તમને તે સ્થળેથી ભાગવાનો સમય મળી જશે.

3. નાનું ચપ્પુ :

તમે ધારો તો તમારા પર્સમાં નાનું ફોલ્ડીંગ ચપ્પુ પણ રાખી શકો છો. તે વાત તમને ભલે વિચિત્ર લાગે પરંતુ ઈમરજન્સીમાં તમારો જીવ કે આબરૂ બચાવવામાં તે ઘણું કામ આવી શકે છે. તેનાથી તમને ખરાબ સ્થિતિ માંથી બહાર નીકળવાની એક તક તો મળી જ જશે.

બીજી ટીપ્સ :

કોઈ પણ વ્યક્તિ ઉપર શંકા હોય કે ક્યાંક એકલા ફસાઈ જવા જેવી પરિસ્થિતિમાં તરત પોલીસને અને તમારા સંબંધીઓને કોલ કરો. તે બધાના નંબર સ્પીડ ડાયલ ઉપર રાખો જેથી ફોન જલ્દી કરી શકાય. અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો. કોઈપણ શંકાશીલ સ્થિતિમાં તરત નજીકના પોલીસ સ્ટેશન, હોટલ કે પબ્લિક પ્લેસમાં જાવ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.