સગી બહેનોની છોકરાઓ ઉડાવતા હતા મજાક, આજે હેવી લાઈસન્સ વાહન દોડાવી કર્યું માં નું માથું ગર્વથી ઊચું

આજના જમાનામાં મહિલાઓ ફક્ત દરેક ક્ષેત્રમાં પુરુષોની સરખામણી કરી રહી નથી, પરંતુ તેનાથી પણ આગળ નીકળી રહી છે. આપણા સમાજમાં મહિલાઓને લઈને જાત જાતની ખોટી ધારણાઓ છે. તેમાંથી એક એ પણ છે કે, મહિલાઓ પુરુષો વાળા કામ જેવા કે ભારે વાહન ચલાવવું વગેરે નથી કરી શકતી.

આમ તો હરિયાણાની બે સગી બહેનોએ સમાજની એ વિચારસરણીને ખોટી સાબિત કરી પોતાની માતાનું નામ ઉજ્વળ કર્યું છે. ખાસ કરીને હાલના દિવસોમાં રોહતકની એકતા કોલોનીમાં રહેતી બેહેનો રીના હુડ્ડા અને મીના હુડ્ડા લોકો માટે મહિલા સશક્તિકરણની પ્રેરણા પૂરી પાડે છે.

ઝુપડીમાં રહેતી આ બંને બહેનો સ્કુલના બાળકોને બસમાં લાવવા અને લઇ જવા માટેનું કામ કરે છે. આ બંને બહેનો ‘મેક દ ફ્યુચર ઓફ કંટ્રી’ (એમટીએફસી) નામની એક સંસ્થાનો ભાગ છે, અને એ રીતે તે સ્કુલ બસ ચલાવવાનું કામ કરે છે. બાળકોને સ્કુલ છોડવા સાથે બંને ઇગ્નુ માંથી માસ્ટર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ પણ કરી રહી છે. બંને બહેનોનો સંઘર્ષ પણ ઘણો રહ્યો છે. તેઓ જયારે નાની હતી તો પિતાનું અવસાન થઇ ગયું હતું.

તેવામાં માં ઇન્દ્રવતીએ એકલા જ બંને દીકરીઓ અને દીકરાને ઉછરીને મોટા કર્યા. ઘરની આર્થિક સ્થિતિ ઠીક ન હતી તેવામાં ભાઈઓને નાની ઉંમરમાં ઘણી જવાબદારીઓ સંભાળવી પડી હતી, તેમણે જ પોતાની દીકરીઓને શિક્ષિત કરવાનો નિર્ણય કર્યો. હવે આમ તો પૈસાની તંગી હતી તો તેમ છતાં તેનું એડમીશન એમટીએફસી સંસ્થામાં કરાવવામાં આવ્યું, ત્યાર પછી બંને બહેનોનું જીવન બદલાઈ ગયું.

આ સંસ્થામાં બંનેએ પોતાની સ્કુલનો અભ્યાસ પૂરો કર્યો અને સાથે જ સ્કુટી, બાઈક અને કાર ચલાવતા પણ શીખી લીધું. ત્યાર પછી સંસ્થાના લોકોએ નાની બહેન મીનાને હરિયાણા રોડવેઝના રોહકત તાલીમ કેન્દ્ર ઉપર હેવી વ્હીકલ લાયસન્સ લેવા માટે પ્રોત્સાહિત કરી. એક મહિનાની સફળતાપૂર્વક તાલીમ પછી એપ્રિલ ૨૦૧૮ માં મીના લાયસન્સ પ્રાપ્ત કરનારી રોહકતની પ્રથમ મહિલા બની ગઈ.

મોટી બહેન રીનાએ રોહકતમાં 3 મહિનાના વેટીંગ પીરીયડ હોવાને કારણે બહાદુરગંજના પ્રશિક્ષણ કેન્દ્રોમાંથી હેવી લાયસન્સ માટે અરજી કરવી પડી હતી. તેને પણ લાઈસન્સ મળી ગયું, અને તે એવું કરવા વાળી બહાદુરગઢની પહેલી મહિલા બની ગઈ. રીના અને મીનાની આ સફળતા ઉપર માં ને ગર્વ છે.

રીના જણાવે છે કે, જયારે તે બસ ચલાવવાની તાલીમ લઇ રહી હતી તો તેની બેચમાં ૧૦૦ની આસપાસ છોકરા હતા જે હંમેશા તેની મજાક ઉડાવતા હતા. પરંતુ તેમ છતાં પણ રીનાએ તેની ઉપર ધ્યાન ન આપ્યું અને તાલીમ પૂરી કર્યા પછી ટ્રાયલમાં પહેલા પ્રયાસમાં જ પાસ થઇ ગઈ. રીના પહેલા ઝુપડીના બાળકોને ઓટોમાં સ્કુલ મુકવા જતી હતી, પરંતુ રીનાના પ્રયાસો જોઈ એક સમાજસેવી રાજેશ જૈને બસ ભેંટમાં આપી દીધી.

રીના અને મીના કહે છે કે, આજે જે સ્થાન ઉપર છે તેમાં માં અને ભાઈઓના સપોર્ટનો મોટો હાથ રહેલો છે. તેના કુટુંબનો પૂરો સહકાર મળ્યો, તેના પ્રોત્સાહનને કારણે જ તે બંને બહેનોનો ખચકાટ દુર થયો અને આજે હેવી લાયસન્સ વાળા વાહન ચલાવે છે. માતા અને ભાઈઓ ઉપરાંત તે એ અંગેનો શ્રેય એમટીએફસીના સંચાલક નરેશ ઢલ, તસ્વીર હુડ્ડા, મનીષ અગ્રવાલને પણ આપે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.