રિયલ લાઈફમાં બિલકુલ અલગ દેખાય છે TV ના સાંઈ બાબા, ફોટા જોઈને ઓળખવા થયા મુશ્કેલ.

ટીવી સીરીયલ સાંઈ બાબા, મેરે સાંઈ-શ્રદ્ધા અને સબુરીમાં મુખ્ય પાત્ર નિભાવનારા કલાકારને સ્ક્રીન ઉપર જોઇને લોકો તેના રીયલ લુક વિષે પણ જાત જાતની બાબતો વિચારવા લાગ્યા છે. ઘણા લોકોને લાગે છે કે સાંઈનું પાત્ર ભજવવા વાળા કલાકાર રીયલ લાઈફમાં એવા જ દેખાય છે, પરંતુ સત્ય એકદમ અલગ છે. ટીવીમાં સાંઈનું પાત્ર ભજવનાર કલાકારનું નામ અબીર સુફી છે, જો કે રીયલ લાઈફમાં તેની ઉપર ઘણી છોકરીઓ ફિદા છે. તો આવો જાણીએ કે આજે તમારા માટે અમે શું વિશેષ લઈને આવ્યા છીએ?

અબીર સુફીના ફેંસ તેને સાંઈના પાત્રમાં પણ જુવે છે અને સમજે છે કે તે એવા જ રીયલ લાઈફમાં પણ દેખાતા હશે. ટીવીના સાંઈ અબીર સુફીનું રીયલ નામ વૈભવ સારસ્વત છે, જેને તેણે પોતે બદલ્યું અને હવે તે માત્ર અબીર સુફીના નામથી ઓળખાય છે. અબીર સુફીને ટીવી ઉપર જોઇને લોકોના મનમાં તેના માટે એક અલગ જ ભાવ ઉભો થાય છે, પરંતુ રીયલ લાઈફમાં તે ઘણા અલગ છે અને એક કોમન મેનની જેમ જ પોતાનું જીવન જીવે છે.

ક્રીમનલ લોયર હતા અબીર સુફી :-

પોતાનું અંગત જીવન છુપાવીને રાખવા વાળા અબીર સુફીએ ઈન્ટરવ્યુંમાં પોતાની કારકિર્દી વિષે વાત કરી. આ ઈન્ટરવ્યુંમાં અબીર સુફીએ જણાવ્યું કે તે પહેલા ક્રીમનલ લોયર હતા, જેના માટે તેમણે પાંચ પ્રેક્ટીસ પણ કરી, પરંતુ પાછળથી તેમણે એક્ટિંગ તરફ જવાનું વિચાર્યું અને આજે તેને ઘણી સફળતા મળી.

સાંઈના નામથી ઘર ઘરમાં અબીર સુફીને ઓળખવામાં આવે છે, જેના કારણે જ લોકો જયારે તેને જુવે છે તો તેમનામાં ભક્તિભાવ જાગે છે. આમ તો હવે અબીર સુફી પોતાના આ પાત્ર માંથી બહાર નીકળવા માંગે છે અને કાંઈક અલગ કરવા માંગે છે.

સાંઈના પાત્રથી મળી ઘણી સફળતા

અબીર સુફીએ પોતાના અભિનયની કારકિર્દીમાં ઘણા પ્રકારના પાત્ર નિભાવ્યા છે, પરંતુ તેને વધુ સફળતા સાંઈના પાત્રથી જ મળી છે, ત્યાર પછી તે ઘણા ઉપર આવી ગયા છે. અબીર સુફી મીડિયા સામે પણ ઘણા ઓછા આવે છે. પરંતુ રીયલ લાઈફમાં તેની થોડી તસ્વીરો ઈંસ્ટાગ્રામ ઉપર મળી જાય છે, જેમાં તે ઘણા ચાર્મિંગ અને હેન્ડસમ જોવા મળે છે. અબીર ઘણા વધુ યંગ છે. પરંતુ ટીવી ઉપર તેને ફકીર જેવા દેખાડવામાં આવ્યા હતા, જેના કારણે તેને ઘણો પ્રેમ મળ્યો છે.

ઘણા યંગ છે અબીર સુફી

ટીવી સ્ક્રીન ઉપર સફેદ ચોલામાં ફકીર સાંઈનું પાત્ર નિભાવનારા અબીર સુફીની રીયલ લાઈફની તસ્વીરો જોઇને કોઈ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે, કેમ કે તે એકદમ અલગ દેખાય છે અને ઘણા વધુ યંગ છે. તેની તસ્વીરો ઈંસ્ટાગ્રામ ઉપર વાયરલ થતી રહે છે. એટલું જ નહિ, અબીરની રીયલ લાઈફની તસ્વીર જોઇને તેના ફેંસ કહે છે કે તમે સાંઈ જ બરોબર છો, તેનો અર્થ સ્પષ્ટ છે કે તેને લોકો હંમેશા સાંઈના પાત્રમાં જ જોવાનું પસંદ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.