સૈફ અલી ખાનને યાદ આવી પોતાની એક્સ વાઈફ અમૃતા સિંહની, કહ્યું : ‘તે જ તો હતી, જેણે મને…’

બોલીવુડમાં પટોડી કુટુંબ હંમેશા કોઈને કોઈ કારણોથી સમાચારોમાં છવાયેલા રહે જ છે. ક્યારેક સૈફ અલી ખાનની લાડકી દીકરી, તો ક્યારેક તેની સુંદર પત્ની કરીના કપૂર, પરંતુ આ વખતે પોતે નવાબ પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. સૈફ અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો, જેમાં તેમણે પોતાના અંગત જીવન વિષે ખુલીને વાત કરી. તે દરમિયાન તેમને તેમની એક્સ વાઈફનું નામ લેવાથી ન રહી શક્ય, જેને કારણે જ તેનો ઈન્ટરવ્યું ઝડપથી વાયરલ થઇ ગયો.

સૈફ અલી ખાને હાલમાં જ એક જોરદાર ઈન્ટરવ્યું આપ્યો, જેમાં તેમણે પોતાની એક્સ વાઈફનું વર્ણન કર્યું. તે દરમિયાન તેમણે પોતાની કારકિર્દીની શરુઆતના સમય ઉપર પણ ઘણી વાત કરી. એટલું જ નહિ, તેમણે પોતાના જીવનના મોટા ભાગ માટે પોતાની એક્સ વાઈફને આભારી ગણી, જેના વિષે જાણીને બેબોબે પણ બળતરા થઈ શકે છે. સૈફ અલી ખાનના મોઢેથી અમૃતા સિંહના વખાણ સાંભળીને કદાચ કરીના કપૂરને ન ગમે, પરંતુ હંમેશા કરીના કપૂર તે વાતનો અસ્વીકાર કરી રહી છે, કેમ કે તેને સૈફની પોસ્ટથી કોઈ ફરક પડતો નથી.

સૈફ અલી ખાને અમૃતાને આપ્યો જશ

ઈન્ટરવ્યુંમાં સૈફ અલી ખાને પોતાના અંગત જીવન ઉપર વાત કરતા જણાવ્યું કે તેમણે ૨૦ વર્ષની ઉંમરમાં પોતાનું ઘર છોડી દીધું હતું અને તે સમયે તેણે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેવામાં તે સમયે માત્ર અમૃતા સિંહ જ હતી, જેણે તેને દરેક સ્થિતિમાં સંભાળ્યા. એટલું જ નહિ, તેમણે આગળ જણાવ્યું કે આજે હું સફળ કલાકાર છું, તો તે માત્ર તેની એક્સ વાઈફને કારણે જ છું, કેમ કે તેણે મને તે સમયે બિજનેસ અભિનય અને બધી વસ્તુ વિષે સારી રીતે સમજાવ્યું હતું અને મારી કારકિર્દી સુધારી હતી.

પોતાના કરતા ૧૨ વર્ષ મોટી છોકરી સાથે કરી લીધા હતા લગ્ન

૧૯૯૧માં સૈફ અલી ખાને માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં અમૃતા સાથે લગ્ન કરી લીધા હતા, જો કે તેનાથી ૧૨ વર્ષ મોટી હતી. આ સમયે તેમણે અમૃતાનો ઘણો આભાર વ્યક્ત કર્યો. લગ્નના થોડા વર્ષો પછી જ સૈફ અલી ખાન અને અમૃતાના છૂટાછેડા થઇ ગયા, ત્યાર પછી સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા, તો તે અમૃતા સિંહે સિંગલ મધર બનીને પોતાના બાળકોનો ઉછેર કર્યો અને તેમણે બીજા લગ્ન ન કર્યા. આમ તો સૈફ અલી ખાન બાળકોના ઉછેર માટે અમૃતા સિંહને પૈસા અને વસ્તુ આપતા રહે છે.

આ ફિલ્મોમાં જોવા મળ્યા

અંગત લાઈફ સિવાય સૈફ અલી ખાનના વર્કફ્રંટની વાત કરીએ, તો તે ફિલ્મ ‘તાનાજી’ અને ‘જવાની જાનેમન’ માં જોવા મળશે. તે ઉપરાંત હાલમાં જ તેની વેબ સીરીઝ ‘સેકન્ડ ગેમ્સ’ રીલીઝ થઇ હતી, જેને લકોએ ઘણી પસંદ કરી. એટલે કે સૈફ અલી ખાનમાં એકાદી ફિલ્મ તો કરી જ લે છે. અને વાત જો તેની પત્નીની હોય, તો તેની પાસે પણ હજુ બે ફિલ્મો છે. કરીના અને સૈફ અલી ખાન ઘર ચલાવવા માટે ફિલ્મો નથી કરતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.