સૈનિક પતિનું શબ ઘરે પહોંચતા જ પત્નીએ કુવામાં લગાવ્યો કૂદકો

ઝારખંડમાંથી હૈયું કંપાવી દેવાવાળા સમાચાર આવી રહ્યા છે. અહીં એક ગામમાં જયારે તિરંગામાં લપટાઈને સૈનિકનો પાર્થિવ દેહ પહોંચ્યો, તો જોઈ તેની પત્ની પોતાના હોશ સાંભળી શકી નહિ અને તેણે કુવામાં કૂદકો લગાડીને પોતાનો જીવ આપી દીધો. આ દુઃખદ ઘટના ઝારખંડના રાંચી જિલ્લાની છે.

ઝારખંડમાં રાંચીના બહેરા ટોલી ગામમાંથી આ હૈયું કંપાવનારી ઘટના સામે આવી છે. મનીતા ઉરાંવના પતિ બજરંગ ઉરાંવ આર્મીમાં હતા. જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરમાં જ 30 ડિસેમ્બરે બજરંગનું મૃત્યુ થઇ ગયું હતું.

સૈનિકનું શબ ઘર પહોંચતા જ સૈનિકની પત્નીએ કુવામાં કૂદકો લગાવી દીધો અને તે સૈનિકની પત્નીનું પણ મૃત્યુ થઇ ગયું.

મળેલી જાણકારી અનુસાર, બજરંગ ઉરાંવ જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ હતા. 30 ડિસેમ્બરે બજરંગ ઉરાંવનું અચાનક પડી જવાના કારણે મૃત્યુ થઇ ગયું હતું.

એક જાન્યુઆરીએ સેનિક બજરંગ ઉરાંવનો પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો હતો, પરંતુ આ દુઃખ તેમની પત્ની સહન કરી શકી નહિ અને કુવામાં કૂદીને જીવ આપી દીધો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.