સાઈટીકા (રાંઝણ) દુઃખાવામાં સૌથી ઉત્તમ ઘરેલું ઈલાજ, જરૂર અપનાવો અને શેયર કરો

સૌથી સામાન્ય સમસ્યા જે લોકોમાં ડોક્ટરને જોવા મળે છે તો તે છે સાઈટીકા (sciatica) સાઈટીકા (sciatica) નાડી, જેનો ઉપરનો ભાગ લગભગ 1 ઇંચ મોટો થઇ જાય છે, દરેક નિતંબની નીચેથી શરુ થઈને પગના પાછળના ભાગમાંથી પસાર થઈને પગની એડી ઉપર પૂરી થાય છે. આ નાડીનું ઈંગ્લીશમાં સાઈટીકા નસ છે. આ નાડીમાં જ્યારે સોજો અને દુઃખાવા ને લીધે પીડા થાય છે તો તેને વાત શુળ, રાંઝણ અથવા સાઈટીકાનો રોગ કહેવામાં આવે છે. આ રોગની શરૂઆત અચાનક અને ખુબ દુઃખાવા સાથે થાય છે. 30 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં આ તકલીફ સામાન્ય હોય છે. સાઈટીકાનો દુઃખાવો એક સમયમાં ફક્ત એક પગમાં જ થતો હતો. શીયાળાના દિવસોમાં આ દુઃખાવો ખુબ વધી જાય છે. રોગીને ચાલવામાં તકલીફ થાય છે. રોગી જ્યારે સુતા-બેસતા પગની આખી નસ ખેંચાય જાય છે અને ખુબ તકલીફ થાય છે.

તેના ઘણા કારણો હોઈ શકે છે :

(1) જેમ કે શરદી લાગવી (કોલ્ડ સ્ટ્રોક)

(2) વધુ ચાલવાથી,

(3) મળાવરોધ (શૌચ ન થવું)

(4) સ્ત્રીઓમાં ગર્ભની અવસ્થા,

(5) કે ગર્ભાશયનું અર્બુદ (Tumour)

(6) તથા કરોડરજ્જુ (spine) ની વિકૃતિઓ, વગેરેથી, કોઈ નર્વ કે નર્વ રૂટ ઉપર પડતા દબાણથી ઉત્પન થાય છે ક્યારેક ક્યારેક તે નસો ઉપર સોજા (Neuritis) થી પણ થાય છે.

સાઈટીકાનો ઈલાજ :

સામગ્રી :

(1) 4 લસણની કળીઓ

(2) 200 એમએલ દૂધ

બનાવવાની રીત :

* લસણને કાપીને દુધમાં નાખી દો. દુધને થોડી મિનીટ ઉકાળો. ઉકાળ્યા પછી તેને ગળ્યું કરવા માટે થોડું મધ ભેળવી લો. તે દૂધનું રોજ સેવન કરો જ્યાં સુધી દુઃખાવો દુર ન થઇ જાય.

રાંઝણ વાયુના પ્રકોપથી થતો રોગ છે.

(૧) ચારથી છ ચમચી દીવેલમાં એક ચમચી સુંઠનું ચુર્ણ મેળવી પીવાથી સાઈટીકા મટે છે.

(૨) એક ચમચી દીવેલમાં એક ચમચી નગોડના પાનનો રસ મેળવી સવાર-સાંજ પીવાથી સાયટીકા મટે છે.

(૩)૦.૩ ગ્રામથી ૦.૫ ગ્રામ (૨-૩ રતી) ભીમસેની કપુર દરરોજ સવાર, બપોર, સાંજ લેવાથી સાઈટીકા મટે છે. શરુઆત ઓછી માત્રાથી કરવી. વધુ માત્રાથી કરવાથી કદાચ ગળામાં તકલીફ પણ થાય.

(૪) એક-બે ચમચા ગૌમુત્રમાં બે મોટા ચમચા દીવેલ નાખી દરરોજ સવારે અને સાંજે પીવાથી સાઈટીકા મટે છે. ગૌમુત્ર તૈયાર પેકીંગમાં બજારમાં મળે છે.

સાઈટીકામાં પરહેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ અને સંતરાં ન લેવાં. આ બધાંથી સાઈટીકામાં ખુબ જ હાની થાય છે. સાઈટીકા વાળા દર્દી એ હંમેશાં ગરમ પાણીથી જ સ્નાન કરવું. માત્ર પરહેજીથી પણ સાઈટીકા જેવા હઠીલા રોગને કાબુમાં રાખી શકાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.