કેવી રીતે સ્કૂલના બાળકો માટે સજા બની જાય છે મજા, “ZOOM” કરીને જુઓ ફોટો

આજનો જમાનો એવો આવી ગયો છે કે હવે સ્કૂલ અને કોલેજના શિક્ષકોએ પોતાના મસ્તીખોર વિધાર્થીઓ સાથે પણ પ્રેમથી વર્તન કરવી પડે છે. એવું એટલા માટે કેમ કે કેંદ્ર સરકારે નિર્ધારિત કરી દીધું છે, કે જો કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને નિર્દયીની જેમ મારે છે, તો એની વિરુદ્ધ સખત એક્શન લેવામાં આવશે. જેથી એ શિક્ષકોનું કરિયર બરબાદ થઈ શકે છે. હકીકતમાં થોડા સમય પહેલા એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એવી રીતે મારતાં હતા કે ઘણીવાર એવા કેસમાં એ વિદ્યાર્થીઓનું મૃત્યુ થઈ જતું હતું.

હવે સ્કૂલના આ વર્તનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. 90 ના દશકમાં જયારે બાળકો મસ્તી કરતા હતા ત્યારે એમના માતા-પિતા સિવાય શિક્ષકો પણ એમને એવી રીતે મારતા હતા જેવી રીતે ધોબી ઘાટ પર કપડાં ધોવાય છે. કેવી રીતે સ્કૂલના બાળકો માટે સજા બની ગઈ મજા, જરૂર જુઓ આ ફોટા.

કેવી રીતે સ્કૂલના બાળકો માટે સજા બની ગઈ મજા :

પહેલાના બાળકોને મસ્તી કરવા પર એવી રીતે મારવામાં આવતા હતા જાણે એમનાથી મોટા શેતાન કોઈ છે જ નહિ. 90 ના દશકના વિદ્યાર્થીને પૂછો, કે ભણવા સમયે એમને જે સજા મળતી હતી એ એમના માટે હકીકતમાં સજા હોતી હતી, કે પછી એમને મજા પણ આવતી હતી. એમના દ્વારા એવું કહેવામાં આવે છે, કે સ્કૂલનો સમયગાળો જીવનનો સૌથી સારો સમય હતો જેને તેઓ આખું જીવન ભૂલી શકતા ન હતા. આજના આ લેખમાં અમે તમને ફોટાઓ મારફતે જણાવીશું કે 90 ના દશકમાં બાળકોની સજા કઈ રીતે મજા બની જતી હતી.

આ ફોટાને જોઈને તમે વિચારશો કે આ શું થઈ રહ્યું છે. પણ આ સજા એકને મળી અને મજા બધા લઈ રહ્યા છે.

શું તમને મળી છે વરસાદમાં આવી સજા? આવી સજા મળે એની રાહ જોવા વિષે 90 ના દશકના બાળકો જ સમજી શકે છે, જેમણે આવી સજાની મજા માણી છે.

મરઘો બનવાની સજા 90 ના દશકના દરેક બાળકે મેળવી છે, પરંતુ આજના બાળકો એને જાણતા પણ નથી. એવું તો એ સમયના બાળકોને જ ખબર હતી જયારે સજામાં એમણે મજા લીધી હતી.

એ સમયમાં સ્કૂલમાં ટીચર બાળકોને એક-બીજાના કાન પકડાવીને ઉભા રાખતા હતા. એ સજા પણ રસપ્રદ હતી.

90 ના દશકમાં જયારે ટીચર દ્વારા બાળકોને ક્લાસમાંથી કાઢી મુકવામાં આવતા હતા, ત્યારે બીજા બાળકો પણ રાહ જોતા હતા કે એમને પણ બહાર કાઢવામાં આવે. ત્યારબાદ તેઓ પણ આ સજા લેતા હતા અને ભેગા મળીને મજા લેતા હતા.