અયોધ્યા પર આવેલા નિર્ણય પર સલમાનના પિતાએ આપ્યું મોટું નિવેદન, જણાવ્યું 5 એકર જમીન પર મસ્જિદ નહિ પણ…

બોલીવુડના દબંગ સલમાન ખાન પોતાના કાર્યોને લીધે સમાચારોમાં જળવાયેલા રહે છે. પરંતુ તેમના પિતા સલીમ ખાન પણ પાછળ નથી રહેતા. તે હંમેશા રાજકીય મુદ્દા ઉપર વાત કરતા રહે છે. અને જયારે અયોધ્યા કેસ ઉપર તેમની પ્રતિક્રિયા મીડિયાએ જાણવા માંગી, તો તેમણે પણ પોતાનો પક્ષ રાખીને એક મોટી વાત કહી દીધી. અયોધ્યા ઉપર આવેલા નિર્ણય ઉપર સલમાનના પિતાએ આપ્યું મોટું નિવેદન. તમારે પણ જાણવું જોઈએ કે, દબંગ ખાનના પિતાએ તેની ઉપર શું કહ્યું?

અયોધ્યા ઉપર આવેલા નિર્ણય ઉપર સલમાનના પિતાએ આપ્યું મોટું નિવેદન :

સલમાન ખાનના પિતા સલીમ ખાને શનિવારે આઈએએનએસ સાથે વાતચીતમાં આ નિર્ણય વિષે ખુલીને વાત કરી. ભારતીય સમાજના પરિપકવ થવાની વાત કરતા સલીમ ખાને આઈએએનએસને જણાવ્યું કે, નિર્ણય આવ્યા પછી જે પ્રકારે દેશમાં શાંતિ અને ભાઈચારો ઉભો થયો તે ખરેખર પ્રશંસનીય છે. હવે તેનો સ્વીકાર કરવો જોઈએ.

એક જુનો વિવાદ દુર થઇ ગયો અને હું સાચા દિલથી આ નિર્ણયનું સ્વાગત કરું છું. મુસ્લિમે હવે તેની ઉપર ચર્ચા ન કરવી જોઈએ, અને તેને બદલે તેના પાયાની સમસ્યાઓની ચર્ચા કરવી જોઈએ અને તેને હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. હું આ ચર્ચા એટલા માટે કરી રહ્યો છું, કેમ કે આપણને સ્કુલ અને હોસ્પિટલની જરૂર છે. અયોધ્યામાં જે મસ્જીદ માટે જમીન મળી છે તેની ઉપર આપણે મસ્જીદ નહિ પરંતુ એક કોલેજ બનાવવી જોઈએ, જ્યાં દરેક વર્ગના લોકોને શિક્ષણ મળી શકે.

તે મુદ્દા ઉપર આગળ બોલતા સલીમ ખાને જણાવ્યું, આપણે નમાજ પઢવા માટે મસ્જીદની જરૂર નથી, કેમ કે તેને આપણે ટ્રેનમાં, પ્લેનમાં, જમીન ઉપર ક્યાંય પણ પઢી શકીએ છીએ. પરંતુ આપણને સારી સ્કુલ-કોલેજની જરૂર છે. તાલીમ સારી મળશે તો ૨૨ કરોડ મુસ્લિમોના આ દેશમાં ઘણી બધી ખામીઓ દુર થશે.

બોલીવુડમાં ઘણા બ્લોકબસ્ટર ફિલ્મો અને તેના ફોર્મ્યુલા આપવા વાળા લેખકે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંતિ ઉપર ભાર આપે છે. તેના વિષે તેમણે આગળ જણાવ્યું, હું પ્રધાનમંત્રી સાથે સહમત રહું છું. આજે આપણને ખરેખર શાંતિની જરૂર છે. આપણે આપણા ઉદ્દેશ્ય ઉપર ફોકસ કરવા માટે શાંતિ જોઈએ. આપણા ભવિષ્યને ઉત્તમ બનાવવા માટે જરૂર છે કે સારા પગલા ભરીએ.

આપણને ખબર હોવી જોઈએ કે, શિક્ષિત સમાજમાં પણ સારું ભવિષ્ય છુપાયેલું છે. મુખ્ય મુદ્દો એ છે કે, મુસ્લિમ તાલીમમાં પાછળ રહી જાય છે. એટલા માટે ફરી વખત જણાવ્યું છું કે, આપણે આ અયોધ્યા કેસને વિદાય આપી દેવી જોઈએ અને નવી શરુઆત કરવી જોઈએ.

સલીમ ખાને જાવેદ અખ્તર સાથે દીવાર, શોલે, જંજીર, મિસ્ટર ઇંડિયા, ડોન, યાદો કી બારાત, ક્રાંતિ, કાલા પથ્થર, હાથી મેરે સાથી, ચાચા ભતીજા, નામ, શાન, બોર્ડીગાર્ડ, મજબુર, તુફાન, ડોન-૨ જેવી સુપરહિટ ફિલ્મોમાં સંવાદ લખ્યા છે. જે આજે પણ લોકોની જીભ ઉપર રહે છે, અને તેમને અમિતાભની સફળતાનો યશ મળે છે. કેમ કે તેમણે અમિતાભ બચ્ચનના જીવનની ઘણી બધી ફિલ્મોના સંવાદ લખ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.