હીરોથી ઓછો નથી દેખાતો સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો દીકરો, જલ્દી જ બોલીવુડમાં લોન્ચ કરશે સલમાન

સલમાન ખાન બોલીવુડના એક એવા સુપરસ્ટાર છે જેને કારણે ઘણા કલાકાર આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. સલમાને બોલીવુડમાં ઘણા હીરો હિરોઈનોને તક આપી છે. ઘણા સાથે તેમણે પોતે કામ કર્યું છે અને ઘણાને લોન્ચ કર્યા છે. સોનાક્ષી, કટરીના, ડેઝી શાહ જેવી અભિનેત્રીઓની કારકિર્દી બનાવી ચુકેલા સલમાન હાલના દિવસોમાં મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકરની કારકિર્દી સેટ કરી રહ્યા છે.

સઈ માંજરેકર ફિલ્મ ‘દબંગ 3’ થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ રીલીઝ થઈ શકે છે. ફિલ્મના ડાયરેક્ટર પ્રભુદેવા છે. ભાઈજાન આજકાલ પોતાની ફિલ્મ ‘દબંગ 3’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે જ્યાં જાય છે ફિલ્મનું પ્રમોશન કરવાનું નથી ભૂલતા.

જેમ કે સલમાન સઈ ઉપરાંત પણ બોલીવુડની ઘણી હિરોઈનોની કારકિર્દી બનાવી ચુક્યા છે. હવે આ કડીમાં એક વધુ નામ જોડાવા જઈ રહ્યું છે, અને આ નામ કોઈ સ્ટાર કીડનું નહિ પરંતુ સલમાનના ઘણા જ નજીકના શેરાના દીકરા ટાઈગરનું છે. સમાચારો મુજબ ટૂંક સમયમાં જ સલમાન ટાઈગરને લોન્ચ કરશે. ગયા વર્ષથી જ સલમાન ટાઈગરને લોન્ચ કરવાનો હતો, પરંતુ હરણ કેસમાં સજા મળ્યા પછી વાત વચ્ચે જ અટકી ગઈ હતી.

ટાઈગરની ફીઝીકથી ઈમ્પ્રેસ છે સલમાન :

શેરા સલમાન ખાન સાથે દરેક જગ્યાએ જોવા મળે છે. શેરા ઘણા સમયથી સલમાન ખાનના બોડીગાર્ડ છે. હાલમાં જ શેરાએ શિવસેના પાર્ટી જોઈન્ટ કરી છે. શેરા વિષે તો મોટાભાગના લોકો જાણે છે. પરંતુ તેના દીકરા ટાઈગર વિષે ઓછા લોકો જાણતા હશે. હાલના દિવસોમાં સલમાન જ્યાં પણ જાય છે શેરાના દીકરા ટાઈગર હંમેશા તેમની સાથે જોવા મળે છે.

સુત્રોના જણાવ્યા મુજબ ૨૪ વર્ષના ટાઈગરથી સલમાન ઘણા ઈમ્પ્રેસ છે. ટાઈગરની ફીટનેસ અને તેની ફીઝીક સલમાન ખાનને ઘણી ગમે છે. સમાચાર આવી રહ્યા છે કે, પોતાના પ્રોડક્શન હાઉસના વેંચરમાં સલમાન ટાઈગરને લોન્ચ કરી શકે છે, જેવા તેમણે સુરજ પંચોલીને લોન્ચ કર્યા હતા.

25 વર્ષથી સલમાનના બોડીગાર્ડ છે શેરા :

શેરાનું સાચું નામ ગુરમીત સિંહ જોલી છે. તે છેલ્લા 25 વર્ષથી સલમાન બોડીગાર્ડ છે. સલમાન શેરાને ઘરના સભ્ય માને છે. આજે સલમાનની સાથે સાથે શેરાને પણ આખુ બોલીવુડ ઓળખે છે. સલમાનને જ્યાં પણ જવાનું હોય છે શેરા તે સ્થળે એક દિવસ પહેલા પહોંચીને તપાસી લે છે, અને ઘણી વખત તો તેને રસ્તો ચોખ્ખો કરવા માટે પાંચ પાંચ કિલો મીટર સુધી પગપાળા ચાલવું પડે છે. શેરા બોડી બિલ્ડીંગમાં ઘણા એવોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે. શેરા બોડી બિલ્ડીંગમાં જુનીયર મિસ્ટર મુંબઈ અને જુનીયર મિસ્ટર મહારાષ્ટ્ર જેવા એવોર્ડ જીતી ચુક્યા છે.

હોલીવુડ સ્ટાર્સને આપે છે રક્ષણ :

શેરાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તે સલમાનનું રક્ષણ એક મિત્રની જેમ કરે છે. પહેલા તે મુંબઈમાં સલમાનના પાડોશી હતા. પાછળથી તેના બોડીગાર્ડ બની ગયા. સલમાન ખાનના કહેવાથી શેરાએ પોતાની ઈવેંટ કંપની ખોલી છે, જેનું નામ ‘વીજક્રાફ્ટ’ છે. સાથે જ તે એક બીજી કંપની ‘ટાઈગર સિક્યુરીટી’ પણ ચલાવી રહ્યા છે. આ કંપની સ્ટાર્સની સુરક્ષાની પૂરી પાડવાનું કામ કરે છે.

જુવો શેરા અને તેના દીકરા ટાઈગરના થોડા ફોટા.

ફોટો : 01

ફોટો : 02

ફોટો : 03

ફોટો : 04

ફોટો : 05

ફોટો : 06