સલમાન ખાન કરવા જઈ રહ્યા છીએ આ સ્ટાર કીડને લોન્ચ, ક્યુટનેશમાં આલિયાને આપે છે ટક્કર

બોલીવુડમાં આ વર્ષ ઘણા સ્ટાર કિડ્સએ પડદા ઉપર ડેબ્યુ કર્યો અને તેમની ફિલ્મો સફળ પણ થઇ. તેમાં જાહનવી કપૂર અને ઇશાન ખટ્ટરને કરણ જોહરે લોન્ચ કર્યા હતા. કરણ જોહર હંમેશા સ્ટાર કિડ્સને લોન્ચ કરવા માટે ઓળખાય છે. અને ભાઈજાન સલમાન ખાન પણ હંમેશા નવા ચહેરાને પડદા ઉપર એન્ટ્રી આપવા માટે ઓળખવામાં આવે છે. એક વખત ફરી તે એવા જ એક સ્ટાર કીડને લોન્ચ કરવાના છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ ૩ માં સલમાન અને સોનાક્ષીનું નામ કન્ફર્મ છે, અને આ ફિલ્મમાં દર્શકોને એક નવો ચહેરો પણ જોવા મળશે. તમને જણાવી દઈએ આ સ્ટાર કીડ કોણ છે.

અશ્વામીને લોન્ચ કરશે સલમાન :

સલમાન બોલીવુડમાં દોસ્તી માટે ઘણા જાણીતા છે. તેમના એવા જ એક ઘણા સારા દોસ્ત છે મહેશ માંજરેકર, જે હંમેશા સલમાન ખાનની ફિલ્મોમાં મહત્વનો રોલ કરતા જોવા મળે છે. મહેશની દીકરી અશ્વામીને સલમાન બોલીવુડમાં લોન્ચ કરશે. હાલમાં હજુ સુધી એ વાતની સત્તાવાર જાહેરાત થઇ નથી. સમાચાર છે કે સલમાન દબંગ ૩ માં અશ્વામીને લોન્ચ કરશે. ૨૦૧૦ માં દબંગ ફિલ્મથી જ સલમાનએ સોનાક્ષીને પણ લોન્ચ કરી હતી અને તેણે દબંગ ગર્લનું ટાઈટલ પણ મળી ગયું છે.

મહેશ માંજરેકરએ કહ્યું, કે સલમાન સાથે મારા સબંધો હંમેશા સારા રહ્યા છે. સલમાન હંમેશા પોતાની મિત્રોની જોડી સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું કે, હા સલમાન મારી દીકરીને લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેમાં થોડો સમય પણ છે. આગળ તેમણે કહ્યું, કે જેવી જ કોઈ સારી ઓફર હાથ લાગશે તેવા જ તે કામને પણ શરુ કરી દેવામાં આવશે. તેમણે સલમાનના વખાણ કરતા કહ્યું, કે તે એટલા મોટા કલાકાર છે, પરંતુ માનસિક રીતે તે એક મધ્યમ વર્ગના માણસ જેવા જ છે. મહેશની વાતોથી એકદમથી તો ક્લિયર નથી થયું કે તે દબંગ ૩ ની વાત કરી રહ્યા છે, પરંતુ અનુમાન કરવામાં આવી રહ્યું છે, કે અશ્વામીને આ ફિલ્મથી જ બોલીવુડમાં એન્ટ્રી મળશે.

કોણ છે અશ્વામી?

જણાવી દઈએ કે અશ્વામી મહેશ માંજરેકરની પહેલી પત્ની દીપાની દીકરી છે. તેની સાથે જ તેમનો એક બીજો દીકરો છે જેનું નામ સત્યા છે. ત્યાર પછી મહેશએ બીજા લગ્ન મેઘા માંજરેકર સાથે કર્યા. તેનાથી તેની એક દીકરી સઈ પણ છે. ૨૯ ઓગસ્ટ ૧૯૮૮ માં જન્મેલી અશ્વામી સોશિયલ મીડિયા ઉપર ઘણી જ એક્ટીવ રહે છે. તેની સુંદરતા જોઈને કહી શકાય છે કે આવનારા ઘણા સ્ટાર કીડને અશ્વામી ઘણી ટક્કર આપી શકે છે.

જણાવી દઈએ કે મહેશ માંજરેકરએ આ પહેલા ફિલ્મ વોન્ટેડમાં એક પોલીસ વાળાનો રોલ કર્યો હતો જે ભ્રષ્ટ રહે છે. ત્યાર પછી ફિલ્મ રેડ્ડીમાં તેમણે સલમાનના પિતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ દબંગમાં તેમણે સલમાનના સસરાનું પાત્ર ભજવ્યું હતું. તે જલ્દી જ એક મરાઠી ફિલ્મ સાથે સલમાન ખાન સાથે ફરી જોવા મળવાના છે. પરંતુ હમણાં તેનું કામ અટકેલું છે. મહેશનું કહેવું હતું કે સલમાન તે ફિલ્મ માટે ઈચ્છે છે કે ગોવિંદા તે ફિલ્મમાં લીડ રોલમાં રહે. પરંતુ કોઈ કારણે ફિલ્મ ઉપર વાત ન થઇ શકી.