છી છી છી પહેલા માં સાથે કર્યો રોમાન્સ, હવે તેની દીકરી સાથે કરશે રોમાન્સ સલમાન ખાન

બોલીવુડમાં ક્યારે કઈ જોડી દર્શકો વચ્ચે હીટ થઇ જાય, આ વાતનો અંદાજો લગાવવો ઘણું મુશ્કેલ કામ છે. ૮૦ થી ૯૦ ના દશકમાં પડદા ઉપર ઘણી બધી જોડીઓ બની, તો ઘણી બધી જોડીઓ બગડી પણ હતી. પરંતુ અમુક જોડીઓ પહેલી ફિલ્મથી સુપરહિટ થઇ ગઈ. સુપરહિટ થવા છતાંપણ આ જોડીઓ વધુ દિવસો સુધી પડદા ઉપર ટકી ન શકી. તે જોડીઓ માંથી એક સલમાન અને ભાગ્યશ્રીની જોડી છે. ભાગ્યશ્રીએ પોતાના નસીબ દ્વારા સલમાનનું નસીબ તો ચમકાવી દીધું, પરંતુ તેમનું પોતાનું કરિયર વહેચાઈ ગયું. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

વર્ષ ૧૯૮૯ માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી સલમાન અને ભાગ્યશ્રીની જોડી સુપર ડુપર હીટ થઇ ગઈ. આ જોડી રાતો રાત ફેમસ થઇ ગઈ. આ જોડીને જોવા માટે લોકો આતુર થઇ જતા હતા અને તે સમયે આ ફિલ્મ ઘણી સુપરહિટ થઇ ગઈ. એટલું જ નહિ, આજે પણ બે પ્રેમ કરવા વાળા આ ફિલ્મ જરૂર જુવે છે. આ ફિલ્મ પછી જ્યાં એક તરફ સલમાન ખાનનું નસીબ ચમકી ગયું, તો તે બીજી તરફ ભાગ્યશ્રી બોલીવુડથી દુર થતી ગઈ. આમ તો હવે બોલીવુડમાં ભાગ્યશ્રીની દીકરી પ્રવેશ કરવા જઈ રહી છે, જેને સલમાન ખાન લોન્ચ કરશે.

ભાગ્યશ્રીની દીકરીને લોન્ચ કરશે સલમાન ખાન :

મીડિયાના રીપોર્ટસના જણાવ્યા મુજબ ભાગ્યશ્રી સલમાન સાથે અવાર નવાર મળતી રહેતી હતી, અને હવે વહેલાસર તેની દીકરી સલમાન ખાન સાથે ફિલ્મમાં જોવા મળશે. ખાસ કરીને સલમાન અને ભાગ્યશ્રી ઘણા સારા મિત્ર છે, અને હવે ભાગ્યશ્રી ઈચ્છે છે કે તેની દીકરીને સલમાન ખાન લોન્ચ કરે, અને તેની સાથે ફિલ્મમાં કામ કરે. તેવા સમયે હવે સલમાન ખાન પોતાની આ ખાસ મિત્રની ઈચ્છા તો પૂરી કરશે જ. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ તો સલમાન ખાન વહેલી તકે ભાગ્યશ્રીની દીકરી સાથે પડદા ઉપર પ્રેમ કરતા જોવા મળશે.

ઘણી જ સુંદર છે ભાગ્યશ્રીની દીકરી :

ભાગ્યશ્રીની દીકરીનું નામ અવંતિકા છે. અવંતિકા હવે ઘણી મોટી થઇ ગઈ છે. અવંતિકા દેખાવમાં ઘણી વધુ સુંદર લાગે છે. પોતાની સુંદરતાથી અવંતિકા સૌનું દિલ જીતી લે છે. અવંતિકા પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે. થોડા જાણકારોનું કહેવું છે કે અવંતિકા એકદમ પોતાની માં જેવી દેખાય છે. ભાગ્યશ્રી સુંદરતામાં આજે પણ મોટી મોટી અભિનેત્રીઓને પાછી પાડી દે છે.

ટૂંક સમયમાં જ પડદા ઉપર જોવા મળી શકે છે અવંતિકા :

ભાગ્યશ્રીની દીકરી પડદા ઉપર ટૂંક સમયમાં જ પ્રવેશ કરી શકે છે. માનવામાં આવે છે કે ભાગ્યશ્રી મોટી અભિનેત્રી બનવામાં નિષ્ફળ રહી, પરંતુ હવે તેની દીકરી તેનું એ સપનું જરૂર પૂરું કરશે. અને એટલા માટે ભાગ્યશ્રીએ પોતાના ખાસ મિત્ર એટલે સલમાન ખાનને આ કામ માટે તૈયાર કર્યો છે. ભાગ્યશ્રીને પૂરો વિશ્વાસ છે કે સલમાન તેની દીકરીનું નસીબ જરૂર ચમકાવશે અને તેની દીકરી મોટી સુપરસ્ટાર બનીને આગળ આવશે.