સલમાન ખાનનો પરિવાર આ અભિનેત્રીને બનાવવા માંગે છે વહુ, આ ફોટો જણાવે છે હકીકત

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર બોલીવુડના દબંગ ગણવામાં આવતા સૌથી પ્રસિદ્ધ અને સૌને ગમતા અભિનેતા સલમાન ખાનને કોણ નથી જાણતું, તે હાલના સમયમાં લાખો કરોડો લોકોની પહેલી પસંદ છે. તેમણે પોતાના ઉત્તમ અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. લોકો તેની ફિલ્મો જોવાનું ઘણું પસંદ કરે છે. અભિનેતા સલમાન ખાનએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે, એટલું જ નહિ તેમનું ઘણી અભિનેત્રીઓ સાથે નામ પણ જોડાઈ ગયું છે.

પરંતુ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરીના કેફને લઇને થોડા વધુ જ સમાચારો સાંભળવા મળતા હતા. અભિનેત્રી કેટરીના કેફ અને સલમાન ખાનની જોડીને ઘણી પસંદ કરવામાં આવે છે. આ બન્નેની જોડીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ધમાલ મચાવી છે. તેવામાં વાસ્તવિક જીવનમાં સલમાન ખાન અને કેટરીના કેફને એક સાથે જોવાનું બધા લોકો ઈચ્છે છે.

આમ તો જોઈએ તો બોલીવુડના દબંગ સલમાન ખાન અભિનેત્રી કેટરીના કેફને પસંદ પણ કરે છે. સલમાન ખાન તેને એક દોસ્ત સમજે છે, પરંતુ સલમાન ખાનના પરિવાર વાળા પણ અભિનેત્રી કેટરીના કેફને પસંદ કરે છે. તમને લોકોને અમે થોડા ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ જેની અંદર અભિનેતા સલમાન ખાનની માતા સલમાન ખાન અને કેટરીના કેફ એક સાથે જોવા મળી રહ્યા છે. બન્ને જણાએ એક બીજાને ઘણા પ્રેમથી ગળે લગાવ્યા છે.

અભિનેત્રી કેટરીના કેફ પણ સલમાન ખાનની રીસ્પેક્ટ કરે છે, અને તે સલમાન ખાનને પસંદ પણ કરે છે. ભલે તેમણે સલમાન ખાનને પોતાના પ્રેમ વિષે કાંઈ કહ્યું નથી પરંતુ તેને જોઈને સ્પષ્ટ થાય છે, કે તે પણ સલમાન ખાન સાથે ઘણો પ્રેમ કરવા લાગી છે.

અભિનેત્રી કેટરીના કેફને સલમાન ખાનની માં જ નહિ પરંતુ તેનું આખું કુટુંબ પણ તેને પોતાના ઘરની વહુ બનાવવા માટે ઈચ્છા ધરાવે છે. સલીમ ખાન પણ અભિનેત્રી કેટરીના કેફને પસંદ કરે છે, અને તેને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે. આ ફોટાથી સ્પષ્ટ થાય છે કે સલમાન ખાનનું કુટુંબ કેટરીના કેફને કેટલી પસંદ કરે છે, તમે આ ફોટામાં સલમાન ખાનના પિતા સલીમ ખાનને કેટરીના કેફની સાથે જોઈ શકો છો.

એટલું જ નહિ પરંતુ કેટરીના કેફને સલમાન ખાનની બહેન પણ ઘણી પસંદ કરે છે. સલમાન ખાનની બહેન અલવીરા ખાનને અભિનેત્રી કેટરીના કેફ સાથે ઘણી વખત જોવામાં આવી છે. તે બન્ને એક બીજા સાથે એક મિત્રની જેમ રહે છે. સલમાન ખાનની બહેન અલવીરા ખાન પણ અભિનેત્રી કેટરીના કેફને પોતાની ભાભી બનાવવા માંગે છે. તમે આ ફોટા જોઈને પોતે જ સમજી જશો કે અલવીરા ખાન કેટરીના કેફને કેટલી પસંદ કરે છે.

અભિનેતા સલમાન ખાનની સૌથી લાડલી બહેન અર્પિતા સાથે પણ કેટરીના કેફ જોવા મળી રહી છે. ખાસ કરીને સલમાન ખાન કેટલો પોતાની બહેન અર્પિતા સાથે પ્રેમ કરે છે, એટલો જ પ્રેમ અભિનેત્રી કેટરીના કેફ પણ અર્પિતા સાથે કરે છે. કેટરીના કેફને અર્પિતા પણ ઘણી પસંદ કરે છે. અર્પિતાના મનમાં પણ એવું છે કે કેટરીના કેફ વહેલા માં વહેલી તકે તેની ભાભી બની જાય. અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી કેટરીના કેફ વહેલી તકે બોલીવુડની ફિલ્મ ‘ભારત’ માં જોવા મળવાના છે. તમે બધા લોકો પણ આ ફોટા જોઈને સમજી જ ગયા હશો કે સલમાન ખાનના કુટુંબ વાળા કેટરીના કેફને કેટલી પસંદ કરે છે, અને તે કેટરીના કેફને પોતાના ઘરની વહુ પણ બનાવવા માંગે છે.