આ 5 લોકો છે સલમાન ખાનને સૌથી મોટા છેતરનાર, હદથી વધારે કરે છે નફરત

બોલીવુડના દબંગ સલમાન ખાન દોસ્તના દોસ્ત છે. પરંતુ જો હવે કોઈ તેની સાથે દુશ્મની કરી લે છે, તો તેની સાથે દુશ્મની પણ નિભાવે છે. સલમાન જેની ઉપર મહેરબાન થઇ જાય છે, તો તેનું જીવન સુધારી દે છે. અને જયારે કોઈ સાથે દુશ્મની થાય છે તો તેનું કરિયર ખરાબ પણ કરી શકે છે. તેમણે ઘણા કલાકારોનું કેરિયર બનાવ્યું છે, અને આજ સુધી આપણે તેમની દોસ્તીની સાથે દુશ્મની પણ જોઈ છે. ભાઈજાનની દુશ્મની ઘણી મોંઘી પડે છે, તે વાત તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ ઘણા ઓછા લોકો જ તેમની સાથે દુશ્મની કરે છે, અને જેમાં સલમાન ન ઈચ્છે તો તેની તરફ જોતા પણ નથી. આ ૫ લોકો છે સલમાન ખાનના જીવનના સૌથી દગાખોર. વર્ષો પહેલા આ લોકો સાથે સલમાન ખાનનો ઝગડો થઇ ગયો અને એ આજે પણ વાત નથી કરતા.

આ ૫ લોકો છે સલમાન ખાનના જીવનમાં સૌથી મોટા દગાખોર :

સંજય લીલા ભંસાળી :

બોલીવુડના પોપ્યુલર ફિલ્મ મેકર સંજય લીલા ભંસાળી સાથે સલમાન ખાનએ ‘ખામોશી’ અને ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. પરંતુ એક એવો સમય આવ્યો જયારે બન્ને વચ્ચે તિરાડ પડી ગઈ અને આજે સલમાન ખાન સંજય સાથે વાત સુધા નથી કરતો. જો કે સંજય લીલા ભંસાળી આજે પણ સલમાનના વખાણ કરે છે. સલમાનની નારાજગી એ વાતની છે કે સંજય લીલા ભંસાળી ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં પહેલા સલમાન અને કરીનાને લેવાના હતા, પરંતુ સંજય લીલા ભંસાળીએ રણવીર અને દીપિકાને સાઈન કરી લીધા. સમાચારોના જણાવ્યા મુજબ સંજય લીલા ભંસાળીએ એવું એટલા માટે કર્યુ હતું કેમ કે સલમાનએ મીડિયામાં ફિલ્મ ગુજારીશ માટે કાંઈક ખરાબ કહી દીધું હતું.

વિવેક ઓબેરોય :

વિવેક ઓબેરોયને સલમાનનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. અને આ દુશ્મની એશ્વર્યા રાયને લઇને થઇ હતી. વિવેકે પ્રેસ કોન્ફરન્સમાં સલમાન વિષે ઘણું બધું ખરાબ કહી દીધું હતું. સલમાનને એ વાત સહન ન થઇ અને તેણે વિવેકને ફોન કરીને ઘણું સાચું ખોટું સંભળાવ્યું, અને પછી વિવેકએ મીડિયાને સલમાન વિષે જણાવ્યું. ત્યારથી સલમાને વિવેકને સૌથી મોટો દુશ્મન માની લીધો, અને હવે સ્થિતિ એ છે કે આ બન્ને એક બીજાની સામ સામે નથી દેખાઈ શકતા. સલમાન સાથે દુશ્મની લીધા પછી વિવેકનું કરિયર લગભગ બંધ થવા લાગ્યું અને ફિલ્મો પણ મુશ્કેલીથી મળી શકે છે.

અર્જુન કપૂર :

સલમાન ખાનના દુશ્મનોમાં અર્જુનનું નામ પણ રહેલું છે. તેનું કારણ એ છે કે અર્જુનના લીંકઅપના સમાચાર સલમાનની ભાભી મલાઈકા સાથે આવવા લાગ્યા છે. બન્ને ઘણી વખત એક સાથે પણ જોવા મળ્યા છે, અને અર્જુનની આ હરકત ઉપર સલમાનને ઘણો ગુસ્સો આવ્યો. કેમ કે મીડિયામાં જયારે તેમને એ પ્રશ્ન કરવામાં આવ્યો કે તે ભાન ભૂલી ગયો. તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરનું આ ફિગર સલમાનની એડવાઈઝ ઉપર બન્યું અને પહેલી ફિલ્મ પણ સલમાનને કારણે જ મળી હતી. પરંતુ અર્જુન તેમના જ ઘરમાં તેની ભાભી સાથે પ્રેમ કરી બેઠો તે સહન ન થયું.

સરોજ ખાન :

પ્રસિદ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાન સલમાન ખાનને જરાપણ પસંદ નથી. બન્ને વચ્ચે ત્યારથી તિરાડ છે જયારે સલમાન કોઈ મોટા સ્ટાર ન હતા. ફિલ્મ ‘અંદાઝ અપના અપના’માં સરોજ કોરિયોગ્રાફર હતી અને તે દરમિયાન આમીર મોટા સ્ટાર હતા. સરોજએ સલમાનને હંમેશા અઘરા સ્ટેપ આપ્યા જયારે આમીરને ઘણા સરળ એવા સ્ટેપ આપ્યા. તેના કારણે જ સરોજ ખાનએ ઘણી જ માથાકૂટ કરી અને સ્થિતિ એ છે કે આજ સુધી સરોજ ખાનએ સલમાનને કોરિયોગ્રાફ ન કર્યા.

અરિજિત સિંહ :

સિંગર અરિજિત સિંહએ આજ સુધી સલમાન ખાનની ફિલ્મોમાં ગીત ન ગાયું, તેની પાછળનું કારણ એ છે કે એક એવોર્ડ ફન્કશન દરમિયાન જયારે સલમાનએ અરિજિતને કહ્યું કે તમે સુઈ રહ્યા હતા તો અરિજિત ફરી ગયા. અરિજિતએ સલમાનને કહ્યું કે તમે લોકોએ મને ગૂંચવ્યો હતો. અરિજિતના એવા વેણ સલમાનને ન પસંદ આવ્યા અને જયારે ફિલ્મ સુલતાનમાં અરિજિતને એક ગીત નિર્દેશનની ઓફર કરી ત્યારે સલમાનએ ફિલ્મ છોડવાની ધમકી આપી હતી. ત્યારે અરિજિતએ સોસીયલ મીડિયા ઉપર સૌ સામે સલમાન પાસે માફી માંગી હતી.