રાનુ મંડલની આગળ સલમાન ખાનનું સ્ટારડમ પડ્યું ફીકુ, આ મામલામાં રાનુએ એમને હરાવ્યા

ઈન્ટરનેટ સંસેશન બનેલી રાનુ મંડલ હાલના દિવસોમાં દરેક જગ્યાએ ફેમસ છે. તે એક સમયે સ્ટેશન ઉપર ગીતો ગાતી હતી, તો આજે એક સેલીબ્રેટી બની ગઈ છે. લતા મંગેશકરના ગીતો ગાઈ ફેમસ થયેલી રાનુને હિમેશ રેશમિયાએ બોલીવુડમાં સૌથી પહેલા બ્રેક આપ્યો હતો. હવે હાલમાં જ ૧૪ નવેમ્બરના રોજ રાનુનું પહેલુ ગીત રીલીઝ થયું હતું.

લોકોને રાનુનું ગાયેલું આ ગીત એટલું પસંદ આવ્યું કે, એક વિશેષ બાબતમાં રાનુએ બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા. જેમ કે તમે બધા જાણો છો કે સલમાન વર્તમાન સમયમાં બોલીવુડના સૌથી મોટા સ્ટાર છે. તેમની દરેક ફિલ્મ ખુબ સરળતાથી ૨૦૦ કરોડ ઉપરનો બિઝનેસ કરી જાય છે. સલમાનની ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. તેની ફિલ્મનું જયારે કોઈ ટ્રેલર કે ગીત ઓનલાઈન રીલીઝ થાય છે, તો તેને કરોડો વ્યુ મળી જાય છે. આમ તો તેમ છતાં પણ ખાસ બાબતમાં હવે સલમાન રાનુ મંડલથી પાછળ રહી ગયા.

ખાસ કરીને હાલમાં જ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘દબંગ 3’ નું ‘હુડ હુડ’ ગીત રીલીઝ કરવામાં આવ્યું છે, તેવામાં આ ગીત ઈન્ટરનેટ ઉપર ધૂમ જરૂર મચાવી રહ્યું છે, પરંતુ છતાં પણ રાનુ મંડલના ગીત ‘આશિકી મેં તેરી ૨.૦’ થી પાછળ રહી ગયું છે. તેનો અર્થ એ થયો કે રાનુ મંડલે સ્ટારડમની બાબતમાં સલમાન ખાનને પણ હરાવી દીધો.

વાત એ છે કે યુટ્યુબના ટ્રેડીંગ લીસ્ટમાં રાનુનું ગીત પહેલા રીલીઝ થવા છતાં પણ હજુ સુધી નંબર ૨ ઉપર જળવાયેલું છે, અને સલમાનનું ગીત આ લીસ્ટમાં ૯માં નંબર ઉપર પહોંચી ગયું છે. તેવામાં લોકોને એ જાણીને આશ્ચર્ય થઇ રહ્યું છે કે, સલમાન ખાન જેવા મોટા કલાકારોના ગીતથી વધુ પ્રસિદ્ધી રાનુ મંડલના ગીતને મળી રહી છે.

સલમાન ખાનની ‘દબંગ 3’ આ વર્ષે ૨૦ ડીસેમ્બરના રોજ રીલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા જોવા મળશે. અને બીજી તરફ રાનુએ હિમેશની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીરમાં ગીત ગાયું છે. આ ફિલ્મ ૨૦૨૦ જાન્યુઆરીમાં રીલીઝ થશે. હમણાં થોડા દિવસો પહેલા જ રાનુ મંડલ એક વખત ફરી મીડિયાની હેડલાઈન્સનો ભાગ બની હતી.

ખાસ કરીને રાનુનો એક વિડીયો ઘણો વાયરલ થયો હતો જેણે તેના ફેંસને નારાજ કરી દીધા હતા. આ વિડીયોમાં રાનુને તેની એક ફેન સ્પર્શ કરે છે, તો રાનુ ગુસ્સે થઈ જાય છે. તે કહે છે કે હું એક સેલીબ્રેટી છું, તમે મારી રજા વગર મને સ્પર્શ કેવી રીતે કરી લીધી. સોશિયલ મીડિયા ઉપર રાનુના આ વર્તનની ઘણી ટીકા થઈ હતી. લોકોનું કહેવું હતું કે, રાનુ એ વાત ભૂલી ગઈ કે તે સેલીબ્રીટી બનતા પહેલા તે ક્યાં રહેતી હતી.

ઈન્ટરનેટ વસ્તુ જ એવી છે જે લોકોને રાતોરાત ફેમસ કરી દે છે. આમ તો તમને જે ઓળખ અને ખ્યાતી મળે છે તેને વધુ દિવસો સુધી જાળવી રાખવું ઘણી મોટી વાત હોય છે. આટલા પૈસા અને પ્રસિદ્ધી દરેકથી સંભાળી શકાતી નથી. આમ તો રાનુ અને સલમાનના ગીતમાંથી તમને કયું ગીત વધુ પસંદ આવ્યું અમને કમેન્ટમાં જરૂર જણાવશો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.