‘સાલ’ના પાંદડા માંથી બનેલા ‘ખલીપત્ર’ ને બનાવ્યો પ્લાસ્ટિકનો વિકલ્પ, આદિવાસીઓને મળી રોજગારી

કંદુઝર જીલ્લા તંત્રની કોઈપણ મીટીંગ કે કોઈપણ આયોજન દરમિયાન ચા અને સ્નેક્સ બાયોડીગ્રેડેબલ પેપર કપ અને સાલના પાંદડા માંથી બનેલી પ્લેટ વાટકામાં જ પીરસવામાં આવશે.

પ્લાસ્ટિક મુક્ત સમાજની દિશામાં ઉડીસાના કેંદુઝર જીલ્લા તંત્રએ ઘણું સરસ પગલું ભર્યું છે. થોડા સમય પહેલા તંત્રએ નિર્ણય કર્યો છે કે હવેથી કોઈપણ વહીવટી મીટીંગો, સેમીનાર અને વર્કશોપ વગેરે દરમિયાન ખાવા પીવા માટે પ્લાસ્ટિકના કપ ગ્લાસ કે પછી પ્લેટસ વગેરેનો ઉપયોગ નહિ કરવામાં આવે.

પરંતુ તંત્રએ તેના સ્થાને ‘સાલ’ ના પાંદડા માંથી બનેલી ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટસ વાપરવાનો નિર્ણય કર્યો છે. કોઈપણ મીટીંગ કે બીજા કોઈ આયોજન દરમિયાન ચા અને સ્નેક્સ પેપર કપ માટે સાલના પાંદડા માંથી બનેલી પ્લેટ અને વાટકામાં પીરસવામાં આવશે.

આ પહેલ અહિયાંના જીલ્લા અધિકારી આશિષ ઠાકરેએ પોતાની ટીમ સાથે મળીને શુરુ કરી છે. તેમણે જણાવ્યું, અમારો ઉદેશ્ય પ્લાસ્ટિક ફ્રી પર્યાવરણ છે. અમે શરુઆત કરી છે કે તંત્રના કામોમાં સીગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ એકદમ બંધ થઇ જાય. એટલા માટે સાલના પાંદડા માંથી બનેલી પ્લેટસ, જેને અહિયાં ‘ખલી પત્ર’ કહે છે, પ્લાસ્ટિકના બદલે આ એક સારો વિકલ્પ છે.

સાલના પાંદડા માંથી બનેલી પ્લેટસ કે પછી બીજી વસ્તુ ન માત્ર ઇકો-ફ્રેન્ડલી છે પરંતુ ઉડીસાના આદિવાસી વિસ્તારની સંસ્કૃતિનો ભાગ પણ છે. જયારે પણ ગામમાં કોઈ મોટું આયોજન થાય છે તો હંમેશા ખાવાનું, ખાલીપત્ર ઉપર જ પીરસવામાં આવે છે. તેની સાથે શાક માટે પણ ખલીમાંથી જ બનેલા વાટકાનો ઉપયોગ થાય છે અને પાણી કુલડીમાં આપવામાં આવે છે.

આવી રીતે ગમે તેટલું મોટું આયોજન હોય, પરંતુ કોઈ કચરો પણ થતો ન હતો. પણ છેલ્લા ઘણા વર્ષોમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટનો ઉપયોગ થવાને કારણે વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. પરંતુ હવે જીલ્લા તંત્રની આ શરુઆત ન માત્ર પ્લાસ્ટિક-ફ્રી પર્યાવરણની દિશામાં છે, પરંતુ આ તે વિસ્તારની સંસ્કૃતિને જાળવવાનો પણ એક રસ્તો છે.

તે ઉપરાંત, આઈએએસ ઠાકરે જણાવે છે કે આ યોજનાથી તેમનો એક બીજો ઉદેશ્ય પૂરો થશે અને તે છે અહીયાના આદિવાસી લોકો માટે રોજગારીનું સાધન બનાવવું.

જયારે અમે ખલી પત્ર ઉપર અમારી યોજના બનાવી તો અમને એ પણ ખબર પડી કે ગામોના ઘણા સ્વયં સહાયતા સમુદાય સાલના પાંદડાની પ્રોડક્ટ બનાવે છે. અમે કચેરી માટે પણ પ્રોડક્ટ્સ બનાવવાનો ઓર્ડર તેમને જ આપવાનો નિર્ણય લીધો. કેમ કે અહિયાંના આદિવાસી લોકો માટે સાલના પત્તર, વાટકી કે પછી કપ વગેરે બનાવવા, તેમનો પ્રાથમિક ધંધો છે. જો તેને તેના વિસ્તારમાં જ આ પ્રકારના ઓર્ડર મળી જાય તો તેમની આવકમાં વધારો થશે.

આદિવાસી મહિલાઓને મળ્યો ઓર્ડર

આ યોજના ઉપર લગભગ એક મહિના પહેલા જ સત્તાવાર આદેશ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને સાથે જ, તમામ તંત્રના સ્ટાફ માટે પોતે જાતે જ પાણીની બોટલ લાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ યોજના દ્વારા લગભગ ૫૦૦ આદિવાસી મહિલાઓને રોજગારી આપવાનું લક્ષ્ય છે.

આઈએએસ ઠાકરેએ જણાવ્યું કે આ યોજના જીલ્લા તંત્રની ઘણી બધી વિકાસ યોજનાઓ માંથી એક છે. તે પહેલા જીલ્લા તંત્રએ આ વિસ્તારના બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે ‘મમતા ઘર’ નામની પહેલ પણ કરી છે. આદિવાસી મહિલાઓ કામના સમયે બાળકોને ‘મમતા ઘર’ માં મુકીને જઈ શકે છે.

આ પહેલ દ્વારા અહિયાંના ૬ મહિનાથી લઈને 3 વર્ષની ઉંમર સુધીના લગભગ ૧૫૦૦ બાળકોને પોષણયુક્ત ખાવાનું આપવામાં આવી રહ્યું છે. સાથે જ તેને આરોગ્ય, શિક્ષણ અને એક સારા સુરક્ષિત વાતાવરણમાં રમવા કુદવાની સુવિધા આપવામાં આવી રહી છે.

‘મમતા ઘર’ ઉપરાંત તંત્ર દ્વારા જીલ્લામાં ૮ ડીઝીટલ ડિસ્પેન્સરી પણ સેટ અપ કરવામાં આવી છે. પહેલા અહિયાં લોકોએ મેડીકલ સુવિધા માટે લગભગ ૩૦-૪૦ કી.મી. દુર જવું પડતું હતું પણ હવે તેમના વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા ઉપલબ્ધ છે.

આ ડીઝીટલ ડિસ્પેન્સરીમાં અનુભવી નર્સ, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને તમામ જરૂરી ડીઝીટલ ઉપકરણ રહેલા છે. નિષ્ણાંત ડોક્ટર્સ પાસે દર્દીનો ફ્રી ઓનલાઈન વિડીયો કંસલ્ટેશન કરાવવામાં આવે છે અને તેના ટેસ્ટ, ચેક-અપ અને દવાઓ બધું જ મફત રહે છે.

અમારી આ બધી યોજનાઓને લઈને કેંદુઝર જીલ્લા તંત્ર ન માત્ર ઉડીસાના પરંતુ બીજા રાજ્યો માટે પણ એક પ્રેરણા છે.

છેલ્લે આઈએએસ ઠાકરે માત્ર એટલું કહે છે કે, “અમે કાંઈ અલગ નથી કરી રહ્યા. અમારા કામ જનતાની સેવા છે અને તેના માટે અમે જે પણ પગલા ભરવા પડશે અમે ભરીશું.”

આ માહિતી ધ બેટર ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.