સલવાર સુટમાં જાદુ પાથરી રહી છે આ ૧૦ બોલીવુડની અભિનેત્રીઓ, નંબર ૮ વાળી દેખાય છે સૌથી વધુ સુંદર

ભલે છોકરીઓ કેટલી પણ મોર્ડન થઇ જાય અને કેટલા પણ મોર્ડન ડ્રેસ પહેરે, જે સુંદરતા સાડી અને સલવાર સુટમાં ઉભરીને આવે છે તે વાત કોઈ બીજા કપડામાં નથી. ભારતીય મહિલાઓની ઓળખ તેના પહેરવેશથી થાય છે. સાડી અને સલવાર સુટ એક ભારતીય મહિલાની ઓળખ છે. તે વાતમાં જરા પણ શંકા નથી કે, એક છોકરી સૌથી વધુ સુંદર સાડી કે પછી સલવાર સુટમાં જ લાગે છે. મોટાભાગે છોકરાઓને પણ છોકરીઓ ટ્રેડીશનલ કપડામાં વધુ સારી લાગે છે.

સલવાર સુટમાં છોકરીઓ એટલી સુંદર અને આકર્ષક દેખાય છે કે, તેનો ક્રેઝ વિદેશી મહિલાઓ ઉપર પણ ચડી ગયો છે. તમે ઘણી વિદેશી મહિલાઓ જોઈ હશે જેને સાડી અને સલવાર સુટ પહેરવાનો ઘણો શોખ હોય છે. એક સામાન્ય છોકરી તો સલવાર સુટમાં સુંદર દેખાય જ છે.

પરંતુ વાત કરીએ બોલીવુડની તો થોડી અભિનેત્રીઓ એવી છે જે સલવાર સુટમાં જાદુ પાથરે છે. બોલીવુડની આ અભિનેત્રીઓ મોર્ડન કપડાથી વધુ સલવાર કમીજમાં સુંદર દેખાય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની 10 એવી અભુનેત્રીઓનો પરિચય કરાવીશું જેની ઉપર સુટ ઘણું સુટ કરે છે.

પ્રીતિ ઝીંટા :

પ્રીતિ ઝીંટા સલવાર સુટમાં ઘણી વધુ સુંદર દેખાય છે. દર્શક તેને જોતા જ રહી ગયા હતા જયારે તે ‘વીર-ઝારા’ માં સુટ પહેરીને આવી હતી.

શ્રદ્ધા કપૂર :

ફિલ્મ ‘બાગી’ માં શ્રદ્ધા ઇન્ડીયન લુકમાં જોવા મળી હતી. દર્શકોએ તેને આ અવતારમાં ઘણી પસંદ કરી હતી.

અનુષ્કા શર્મા :

અનુષ્કા શર્મા પણ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ અને ‘બેંડ બાજા બારાત’ માં દેશી લુકમાં દેખાઈ હતી. સલવાર સુટમાં તેણે દર્શકોની ઘણી ચાહના મેળવી.

કેટરીના કેફ :

ભલે કેટરીના બહારની હોય પરંતુ તેની ઉપર ભારતીય પહેરવેશ ઘણા સુટ થાય છે. જયારે જયારે તે સુટ પહેરે છે દર્શકોના દિલમાં જરૂર ઘંટડી વાગે છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા પાદુકોણ પણ ભારતીય પહેરવેશમાં ઘણી સુંદર દેખાય છે. સલવાર સુટમાં તો તે ગજબની સુંદર દેખાય છે અને તેની સુંદરતામાં તેના ડીમ્પલ વધુ સુંદર બનાવે છે.

કરીના કપૂર :

કરીના કપૂરને સલવાર સુટ પહેરવો વધુ પસંદ છે. તે ઘણી વખત સલવાર સુટ પહેરીને જોવા મળી ચુકી છે. કરીના સલવાર સૂટમાં કોઈ બેગમથી ઓછી સુંદર નથી દેખાતી.

પ્રિયંકા ચોપડા :

દેસી ગર્લ પ્રિયંકા ચોપડાને પણ ભારતીય પહેવેશ પહેરવા વધુ ગમે છે. તે સુટ અને સાડીને ઘણું વધુ પસંદ કરે છે. સલવાર કમીજમાં પ્રિયંકા ઘણી સુંદર અને હોટ દેખાય છે.

એશ્વર્યા રાય :

સુંદરતાની રાણી એશ્વર્યા રાય સલવાર કમીજમાં કોઈ અપ્સરાથી ઓછી સુંદર નથી દેખાતી. આમ તો તે કાંઈ પણ પહેરે સુંદર દેખાય છે, પરંતુ સલવાર કમીજ તેની સુંદરતા ઘણી વધારી દે છે.

શ્રુતિ હસન :

કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન સાઉથની ફિલ્મો જ નહિ પરંતુ બોલીવુડમાં પણ પોતાની સુંદરતાથી ઘણાના દિલ ઉપર રાજ કરે છે. શ્રુતિ પણ સલવાર સુટમાં ઘણી સુંદર દેખાય છે.

કાજલ અગ્રવાલ :

કાજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર હિરોઈનોમાંથી એક છે. સાઉથમાં સુપરહિટ હોવા સાથે સાથે તે બોલીવુડમાં પણ હીટ છે. કાજલ દેખાવમાં ઘણી માસુમ છે અને જયારે તે સલવાર કમીજ પહેરે છે, તો તેની સુંદરતા અલગ જ લેવલ ઉપર પહોંચી જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.