ઇન્દિરા ગાંધી દેશના પહેલા પ્રધાનમંત્રી હતા અને તેમને આયરન લેડી કહેવામાં આવ્યા. એક એવા જ નેતા પ્રધાન જેમનાથી પાકિસ્તાન પણ ધ્રુજતું હતું અને ભારતમાં જેની દરરોજ ચર્ચા થતી હતી. એ દિવસોમાં કોઈ એવું પણ હતું જેમણે ઇન્દિરા ગાંધી સામે પણ જિદ્દ દેખાડી હતી, અને પોતાની વાત પણ મનાવરાવી હતી. તે વ્યક્તિ જેમણે ઇન્દિરા ગાંધી સામે બેસીને તેમના પ્રસ્તાવને અવગણ્યો હતો અને ઇન્દિરા ગાંધીએ તેની વાત પણ માનવી પડી હતી. ક્યારે પણ કોઈના મોઢા માંથી એક શબ્દ પણ ન સાંભળનારા ઇન્દિરા ગાંધીએ ત્યારે પણ ન તો સાંભળી અને ન તો માની. તે વ્યક્તિ હતો ફિલ્ડ માર્શલ માનેકર્શા જેને ભારતીય સેનાના સિંહ કહેવામાં આવ્યા.
સૈમ માનકેશૉ હતા સૌના ગમતા :
ભારતીય સેનામાં સૈમ માનકેશૉ બધાના સૌથી મનપંસદ જનરલ હતા. તેનું સૌથી ખાસ કારણ હતું કે તે ક્યારે પણ હોદ્દાના અભિમાનમાં રહેતા ન હતા, અને ન તો તેમણે કોઈને પોતાના કરતા નાના સમજ્યા. પોતાના જ જવાનો વચ્ચે પોતાનાની જેમ રહેવું અને તેમના હાલ જાણવા એવું લાગતું હતું કે તે તેમની જેવા જ છે. તેની એ ખાસીયતના ભારતીય તો શું પાકિસ્તાની પણ ઘાયલ હતા. સૈમ માનકેશૉનું જીવન ઘણું જ સારું રહ્યું. એવા સમાચાર મળ્યા છે કે તેમના ઉપર ટૂંક સમયમાં જ ફિલ્મ બનવાની છે જેમાં રણવીર સિંહ તેનું પાત્ર નિભાવી શકે છે.
૩ એપ્રિલ ૧૯૧૪ ના રોજ પંજાબના અમૃતસરમાં જન્મેલા સૈમ માનકેશૉએ ચાર દશક ફોજમાં પસાર કર્યા અને તે દરમિયાન પાંચ યુદ્ધમાં ભાગ લીધો. ફોજી તરીકે તેમણે પોતાની શરુઆત બ્રિટીશ આર્મીથી કરી હતી. ૧૯૭૧ માં થયેલા યુદ્ધમાં તેમની વિશેષ ભૂમિકા હતી.
ઇન્દિરાના પ્રસ્તાવનો કર્યો હતો અસ્વીકાર :
જ્યાં સુધી ઇન્દિરા ગાંધી સામે પોતાની વાત મનાવવાની વાત છે, તો આ ઘટના છે ૧૯૭૧ ની જયારે તત્કાલ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સેનાની કાર્યવાહી કરવાનું નક્કી કર્યુ હતું. પણ એમના આ પ્રસ્તાવને સૈમ માનકેશૉ નકારી દીધો હતો. આ વાત એમણે એક ઈન્ટરવ્યુંમાં જણાવી હતી. તેમણે જણાવ્યું કે જુન ૧૯૭૨ માં તે સેના માંથી નિવૃત્ત થઇ ગયા હતા અને ૩ જાન્યુઆરી ૧૯૭૩ ના રોજ સૈમ માનકેશૉને ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા.
ઇન્દિરા ગાંધી વિષે વાત કરતા તેમણે કહ્યું હતું, કે તે સમયમાં તત્કાલ પીએમ ગાંધી પૂર્વી પાકિસ્તાનને લઇને ઘણા દુ:ખી રહેતા હતા. તેમણે ૨૭ એપ્રિલના રોજ એક તત્કાલ બેઠક પણ બોલાવી હતી. તે બેઠકમાં સૈમ પણ હાજર હતા. ઇન્દિરા ગાંધીએ પોતાની ચિંતા દર્શાવતા કહ્યું હતું કે પૂર્વી પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું પડશે, પરંતુ ત્યારે સૈમએ તેમની વાતનો વિરોધ કર્યો હતો. સૈમએ કહ્યું કે તે હાલમાં તેના માટે તૈયાર નથી.
યુદ્ધ માટે માંગ્યો સમય :
પીએમને તે સહન ન થયું. તે એક વખત જે વાત કહી દે છે તેને અમલમાં લેવામાં આવતી હતી, અને પહેલી વખત તેમની કોઈ ચિંતાનો વિરોધ થયો હતો. તેમણે કારણ જાણવા માગ્યું. સૈમએ કહ્યું કે હાલમાં ફોજ એકત્રિત નથી અને ન તો જવાનોને પૂર્વ તાલીમ મળી છે. અને એ તાલીમ આપવા માટે સમયની જરૂર પડશે. જયારે યુદ્ધનો સમય આવશે તો તે તેમને જણાવી આપશે.
ઇન્દિરા ગાંધી માટે એ વાત સહન શક્તિ બહાર હતી, પરંતુ તે સમયે તેમને તેની વાત માનવી પડી. થોડા મહિના પછી તેમણે ફોજીઓને એકઠા કરી લીધા અને પૂર્વ તાલીમ આપીને યુદ્ધ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધા. ઇન્દિરા ગાંધી અને તેમના સહયોગી જાણતા હતા કે યુદ્ધ છે તો તેમાં કેટલો સમય લાગશે. સૈમએ કહ્યું બાંગ્લાદેશ ફ્રાંસ જેટલું મોટું છે. જો એક તરફથી ચાલવાનું શરુ કરીશું તો દોઢ થી બે મહિના લાગી જશે. આમ તો યુદ્ધ માત્ર ૧૪ દિવસમાં પૂરું થઇ ગયું. મંત્રીઓએ કહ્યું કે તમે પહેલા દિવસે જ કેમ ન જણાવ્યું કે ૧૪ દિવસ જ લાગશે. સૈમએ કહ્યું કે જો એ કહી દેવામાં આવે કે ૧૪ દિવસ લાગશે અને ૧૫ દિવસ થઇ જાય તો તેને ઠપકો આપે.
કેમ જીત્યા યુદ્ધ?
સૈમએ આગળ કહ્યું કે યુદ્ધ જયારે પૂરું થવાનું હતું તો તેમણે એક સરેંડર એગ્રીમેન્ટ બનાવ્યું હતું. તેના માટે તેમણે પૂર્વ પાકિસ્તાન કમાન્ડર લેફટીનેંટ જનરલ જગદિત સિંહ અરોડાને ફોન ઉપર વાત કરી લખાવીને કહ્યું હતું કે તેની ચાર નકલ બની જવી જોઈએ. એક નકલ જનરલ નિયોજને, બીજી પીએમને, ત્રીજી જનરલ અરોડાને અને ચોથી તેમની ઓફીસમાં રાખવામાં આવે. એટલું જ નહિ, જયારે યુદ્ધ પૂરું થયું તો ૯૦ હજારથી વધુ પાકિસ્તાની ફોજી ભારત આવ્યા અને એમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામા આવી.
એક વાતની રજૂઆત કરતા તેમણે જણાવ્યું કે તે પાક. કેમ્પમાં ફોજીઓને મળવા ગયા જ્યાં ઘણા સુબેદાર મેજર રેન્કના ઓફિસરો હતા. તેમની સાથે હાથ મિલાવ્યા અને કેમ્પમાં મળી રહેલી સુવિધાઓ વિષે જાણ્યું. એક સિપાહીએ તે દરમિયાન તેમની સાથે હાથ મિલાવવાની ના કહી દીધી હતી. સૈમએ જાણવા માગ્યું કે તે હાથ કેમ ન મિલાવ્યા હતા. પેહેલા તે થોડો અચકાયો અને પછી હાથ મિલાવ્યો અને કહ્યું કે હવે જાણ્યું કે તમે કેવી રીતે જીત્યા. અમારા ઓફિસર જનરલ નિયાજી ક્યારે પણ અમારી સાથે આવી રીતે નથી મળ્યા જેમ તમે મળો છો. તે હંમેશા જુસ્સામાં રહેતા હતા અને કાંઈ સમજતા ન હતા. સિપાહી તેવું કહેતા ભાવુક થઇ ગયો હતો.
સાદગીથી ઘાયલ હતા લોકો :
સેમની આ એક ખાસિયત રહી જેના માટે હંમેશા તેના વખાણ કરવામાં આવતા. તે તેમના ફોજીઓ સાથે ઘણો પ્રેમ કરતા હતા અને તેમના સુખ દુ:ખમાં પણ ભાગ લેતા હતા. નિવૃત્તિ પછી પણ તેમણે નીલગીરીના પહાડો વચ્ચે વેલિંગટનને પોતાનું ઘર બનાવ્યું હતું. તે છેલ્લા દિવસો સુધી ત્યાં રહ્યા. તે પોતાના ડ્રાઈવરને પણ પોતાની સાથે રાખતા હતા. જયારે પણ ડ્રાઈવર તેને લેવા માટે ઘરે આવતો અને પોતે તેને બેસાડીને ચા બનાવતા અને બ્રેડ ખાવા માટે આપતા. તે તેની સાદગી અને નમ્રતા હતી જેનાથી બધા ઘાયલ હતા.
આ માહિતી જાગરણ/દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.