સમાજ વિરુદ્ધ લડીને છોકરાએ કર્યા શહીદની વિધવા સાથે લગ્ન, દરેકે વાંચવી જોઈએ એમની વાર્તા

આજે અમે તમને એક એવી જ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને તમે ભાવુક બની જશો. તમે વિચારશો કે દુનિયામાં હજુ માણસાઈ જીવતી છે. આ વાર્તા છે એક અફઘાની લેખકએ શેર કરી છે. જેને ભારતના દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. તમે આ વાંચને શેર જરૂર કરજો.

અફઘાનીસ્તાનનું જલાલાબાદ ગામ. રવિવારની સવારે, સલમાન ખાન નામનો યુવક આજે ૯ વર્ષ પછી શહેર માંથી ગામમાં પાછો આવી રહ્યો હતો. સલમાન ગામથી દુર શહેરમાં નોકરી કરતો હતો. જેવી જ સલમાનના ગામની બાજુના બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રહી, કે સલમાને બસમાંથી ઉતરીને ચારો તરફ જોયું. તેના ગામની તરફ જવા માટે કોઈ ટેક્સી ન હતી. સલમાન પગપાળા જ ગામ તરફ ચાલવા લાગ્યો. તેના મનમાં આનંદની ધીમી ધીમી લહેરો ઉઠી રહી હતી. પોતાનાને મળવાનો આનંદ, પરિવાર વાળા સાથે મળવાનો આનંદ, પોતાના મિત્રોને મળવાનો અને તે ધૂંધળી પડી ગયેલી છબી સાથે જે ઘણા વર્ષોથી સલમાનની આંખોમાં વસેલી હતી. જેની સાથે તેણે ઘણા વર્ષ પહેલા કદાચ પ્રેમ કર્યો હતો.

તેને પ્રેમ કહો કે યુવાની. એ છોકરીનું નામ હતું અફસાના. સુંદર ગોળ ચહેરો, પરંતુ સલમાન ન તો તેને મેળવવા ઈચ્છતો હતો અને ન તો અફસાનાએ ક્યારેય સલમાનને પોતાનો જીવનસાથી માન્યો હતો. હવે તો કદાચ અફસાનાના લગ્ન થઇ ગયા હશે કે હજુ કુંવારી જ છે એ પણ સલમાન જાણતો ન હતો. સલમાન એ વિચારોમાં ખોવાયેલો ન જાણે ક્યારે ગામ પાસે પહોચી ગયો. સલમાને જોયું સામે પીપળાના ઝાડની નીચે એક સફેદ સાડીમાં લપેટાયેલી છોકરી બેઠી હતી. સલમાને તેનો ચહેરો ધ્યાનથી જોયો અને તે ચહેરામાં તે ધૂંધળો ફોટો જોવા મળી રહ્યો હતો જે સલમાનની આંખોમાં વસ્યો હતો.

અફસાના તું…. સલમાન એની પાસે જઈને બોલ્યો. અફસાનાએ સલમાન તરફ જોયું બન્નેની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. અફસાના તું આવી હાલતમાં અને ગામની બહાર કેમ છે, શું છે આ બધું? સલમાને અફસાના પાસે બેસીને કહ્યું. સલમાન…… એક અવાજ પાછળથી સંભળાયો. સલમાને પાછાળ વળીને જોયું તો તેનીમાં દોડતી આવી રહી હતી. સલમાનની માં એ આવીને સલમાનને ગળે લગાવી લીધો. સલમાનની માં અફસાનાને ખાઈ જવા વાળી નજરથી ઘુરતા બોલી, દીકરા તું આ ડાયન સાથે વાત કરી રહ્યો છે. ચાલ જલ્દી તારી નજર ઉતરાવવી પડશે. આ ચુડેલની જરૂર તને નજર લાગી હશે.

માં તમે આ શું કહી રહ્યા છો? સલમાન માંની તરફ જોઇને બોલ્યો. હા દીકરા આ ડાયન છે પોતાના બે બે પતિઓને ખાઈ ગઈ, તું ચાલ જલ્દી. સલમાનની માં બળજબરીથી સલમાનનો હાથ પકડી ખેંચીને લઇ ગઈ. સલમાને અફસાના તરફ જોયું તેની આંખો માંથી માત્ર આંસુ વહી રહ્યા હતા. ઘરે પહોચતા જ સલમાનની માં સલમાનને મસ્જીદ લઇ ગઈ અને મોલવીને કહ્યું, મોલવીજી આની નજર ઉતારી દો, પેલી દાયણને આણે સ્પર્શી લીધી કદાચ. તે નાગણ મરતી પણ નથી. માં આ શું ડાયન ડાયન કરી રહ્યા છો? માણસ ક્યારે પણ ડાયન હોતા હશે? અને અફસાના તો તમારી પોતાની દીકરી સમાન છે. તે કેવી રીતે ડાયન હોઈ શકે. સલમાને ખીજાઈને કહ્યું.

દીકરા તું નથી જાણતો અફસાના અભાગણી છે, ડાયન છે. તે પોતાના પતિને ખાઈ ગઈ. જે પણ તેનો અપશુકનીયાળ ચહેરો જોઈ લે તેનો આખો દિવસ મુશ્કેલીઓથી પસાર થાય છે. અલ્લાહ કરે તેની હાય તને ન લાગી હોય. સલમાન ભણેલો ગણેલો હોંશિયાર હતો, તે આ વાતોમાં વિશ્વાસ ધરાવતો ન હતો. તે જાણતો હતો આ બધું ગામ વાળાનો અંધવિશ્વાસ છે.

અફસાનાનો પતિ ફોજમાં હતો. તાલીબાની આતંકીઓ સામે સામનો કરવામાં તે શહીદ થઇ ગયો. ત્યારથી અફસાના એકલી પડી ગઈ. સાંજનો સમય થઇ ગયો હતો સલમાનનું મન ભારે ભારે હતું તેને ન તો ગામમાં સારું લાગી રહ્યું હતું, ન પરિવારમાં. તેની આંખોમાં વારંવાર અફસાનાનો આંસુઓથી ભરેલો ચહેરો તરી રહ્યો હતો. સલમાન ગામ માંથી બહાર પીપળાના ઝાડ નીચે પહોચ્યો. અફસાના…. સલમાને અફસાના પાસે બેસીને કહ્યું. સલમાન તું અહિયાં કેમ આવ્યો છે? અફસાના સલમાન તરફ જોઈને બોલી.

અફસાના આ તે શું કરી નાખ્યું છે. તે તારા જીવનને પાગલો જેવું બનાવી લીધું છે. તું તો ભણેલી ગણેલી સમજુ હતી છતાં પણ. સલમાન, બધો નસીબનો ખેલ છે અને પછી આ સમાજ પુસ્તકો વાર્તાઓની વાતો ક્યારે માનશે, તેમના એક અલગ રીત રીવાજ છે. આપણે કેટલા પણ સમજુ કેમ ન હોઈએ પરંતુ સમાજ અને પરંપરાઓ સામે થોડા એકલા જીતી શકીશું. અફસાના ઊંડા નિસાસા નાખીને તેણે પતિની વીરગતિ વિષે જણાવ્યું. હવે તું જ બતાવ સલમાન આ બધામાં મારો શું વાંક છે? અફસાના ખીજાઈને બોલી.

અફસાનાની આપવીતી સાંભળીને સલમાનની આંખો ભરાઈ આવી. સલમાનના મનમાં અફસાના માટે ઘણો પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. સલમાને અફસાનાને પૂછ્યું તું બીજા કોઈ છોકરા સાથે લગ્ન કેમ નથી કરી લેતી? હવે કોણ કરશે મારી સાથે લગ્ન દુર સુધી કોઈ છોકરા લગ્ન માટે તૈયાર નથી થતા. અને હવે હું પણ લગ્ન કરવા નથી માંગતી. હવે તો જેટલા પણ જીવનના બાકી દિવસો બચ્યા છે, આવી જ રીતે પસાર કરી નાખીશ. અફસાના આંસુ લુંછતા બોલી.

હવે તે વિધવાનું જીવન જીવવા માટે મજબુર છે, હજી એનું આખું જીવન બાકી છે આવી રીતે રડી રડીને ક્યાં સુધી જીવશે. જન્મ અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે તેમાં બિચારી અફસાનાનો શું દોષ? મહિલાઓતો દેવીનું રૂપ હોય છે છતાંપણ તે માસુમ કન્યા ડાયન અપશુકનીયાળ કેવી રીતે હોઈ શકે છે. આ આપણો સમાજ કેવા અંધવિશ્વાસની પરંપરામાં પડેલો છે? સલમાન એ વિચારોમાં ખોવાયેલો રહેતો અને આજે ૭ દિવસ પસર થઇ ગયા હતા.

સલમાન ફરી પાછો શહેર જઈ રહ્યો હતો પરંતુ તેનું મન કચવાઈ રહ્યું હતું. તેના માતા પિતા તેને ગામના બીજા રસ્તેથી બસ સ્ટેન્ડ લાવ્યા હતા. તે નહોતા ઇચ્છતા કે તેમનો છોકરો અફસાનાનો અપશુકનીયાળ ચહેરો જુવે. સલમાન બસ સ્ટેન્ડ ઉપર બેઠો હતો. માતા પિતા પાછા ગામ જતા રહ્યા હતા પરંતુ સલમાનની આંખોમાં અફસાનાનો ચહેરો હતો, અને તે દુ:ખથી ભરેલા શબ્દો વારંવાર કાનોમાં ગુંજી રહ્યા હતા. સલમાન પાછો ગામ તરફ ચાલતો થયો.

જોયું અફસાના ગોઠણમાં માથું નમાવી બેઠી હતી. અફસાના હું શહેર પાછો જઈ રહ્યો છું, અને કદાચ ઘણા વર્ષો પછી પાછો આવીશ કે ન પણ આવું. પરંતુ તને કાંઈક પૂછવા આવ્યો છું, સલમાન અફસાના સામે ઉભો રહીને બોલ્યો. અફસાના સલમાનના સવાલો ધ્યાનથી સાંભળી રહી હતી. અફસાના શું તું મારી સાથે લગ્ન કરીશ. અફસાના સલમાનને આશ્ચર્યથી જોઈ રહી હતી, પણ તેની આંખોમાં આંસુ છલકાવા લાગ્યા.

જો તને લાગે છે મારી સાથે તું ખુશ રહી શકે છે તો ચાલ, તારા માટે એક નવી સવાર રાહ જોઈ રહી છે. આવ અફસાના તારા માટે મારા દિલમાં ઘણો પ્રેમ છે. અફસાના એક પળ સલમાનને જોતી રહી અને પછી સલમાનની બાંહોમાં સમાઈ ગઈ અને બન્ને એક નવી મંજીલ તરફ નીકળી ગયા. મિત્રો સલામ છે સલમાનના વિચારોને. જો તમને સલમાનના વિચારો સારા લાગ્યા તો તેને શેર જરૂર કરશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.