સમજ્યા-વિચાર્યા વગર કોઈ પણ નિષ્કર્ષ પર ન પહોંચો, આ કામ કરશો તો જરૂર મળશે સફળતા.

એક સામાન્ય વ્યક્તિએ પરિસ્થિતિને સમજીને કર્યું એવું કામ, કે જે મોટા ગણિતશાસ્ત્રી અને બુદ્ધિમાન વ્યક્તિ પણ ના કરી શક્યા. એક રાજાના મહેલના દરવાજા ઉપર લખાવરાવ્યું એક સૂત્ર અને જાહેરાત કરી દીધી કે જે પણ આ સૂત્રને ઉકેલી નાખશે, તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવી દેવામાં આવશે.

જુના સમયમાં એક રાજાને કોઈ સંતાન ન હતું. તેથી રાજા-રાણી તે વાતથી ઘણા દુઃખી રહેતા હતા. ગઢપણમાં રાજાને એ વાતની ચિતા દુઃખી કરવા લાગી કે રાજ્યના આગળના રાજા કોણ બનશે? ત્યારે મંત્રીઓએ સલાહ આપી કે આપણે રાજ્યના કોઈ યોગ્ય વ્યક્તિને ઉત્તરાધિકારી જાહેર કરવી દેવો જોઈએ.

રાજાને મંત્રીની વાત પસંદ આવી. તેમણે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવા માટે એક પરીક્ષા રાખી. રાજાએ તેના મહેલની બંધ દીવાલ ઉપર ગણિતનું એક સૂત્ર લખાવી દીધું અને રાજ્યમાં જાહેરાત કરાવી દીધી કે જે વ્યક્તિ આ સૂત્રનો ઉકેલી નાખશે, તેના માટે આ દ્વાર હંમેશા માટે આપોઆપ ખુલી જશે અને તેને અલગ રાજ્યના ઉત્તરાધિકારી જાહેર કરી દેવામાં આવશે.

આ જાહેરાત સાંભળતા જ રાજ્યના મોટા મોટા ગણિતશાસ્ત્રી અને બીજા બુદ્ધિશાળી લોકો મહેલની દીવાલ સુધી પહોચી ગયા. બધા લોકો દ્વાર પાસે ઉભા થઈને સૂત્રનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સવારથી સાંજ થઇ ગઈ, પરંતુ કોઈ વ્યક્તિ એ સૂત્રનો ઉકેલ ન કરી શકતા હતા. અને દુર એક છોકરો પણ તે બધું જોઈ રહ્યો હતો.

સાંજે બધા લોકો હારીને પોત પોતાના ઘરે જતા રહ્યા. ત્યારે તે છોકરો આવ્યો અને તેણે ધીરેથી દરવાજાને ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો. દરવાજો ખુલ્યા પછી છોકરો મહેલની અંદર પહોચી ગયો. જયારે રાજ્યના લોકોને એ વાતની જાણ થઇ તો બધા એ જાણવા માટે મહેલ પહોચી ગયા કે છોકરાએ સૂત્ર કેવી રીતે ઉકેલ્યું? રાજાએ પણ એ છોકરાને પૂછ્યું કે તે આ સૂત્ર કેવી રીતે ઉકેલ્યું?

છોકરાએ કહ્યું કે હું બધાને સૂત્ર ઉકેલતા જોઈ રહ્યો હતો. પરંતુ મોટા મોટા ગણિતશાસ્ત્રી પણ એ સૂત્રને ઉકેલવામાં સફળ ન થયા તો મેં વિચાર્યું કે બની શકે છે કે આ સૂત્ર જ સાચું ન હોય. દ્વારનો સૂત્ર સાથે કોઈ સંબંધ ન હોય. તે વિચારીને મેં દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો અને દ્વાર ખુલી ગયો. વાસ્તવમાં આ સૂત્ર હતું જ નહિ. રાજા છોકરાની વાત સાંભળીને ઘણા ખુશ થયા અને તેમણે તેને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી દીધા.

ઉપદેશ – રાજાએ માત્ર તર્ક શક્તિ પરખવા માટે એવી પરીક્ષા રાખી હતી. માત્ર તે છોકરો તેની બુદ્ધીથી પરીક્ષામાં સફળ થઇ શક્યો, કેમ કે તેણે પરિસ્થિતિને સમજી. સૂત્ર અને દરવાજાનો કોઈ સંબંધ છે કે નહિ, તે પારખવાનો પ્રયત્ન કર્યો અને તેની એ બુદ્ધીથી દ્વાર ખુલી ગયો. આપણા જીવનમાં પણ ઘણી વખત એવું જ બને છે, કોઈ તકલીફ ઘણી નાની હોય છે, પરંતુ આપણે સમજ્યા વિચાર્યા વગર તેને મોટી માની લઈએ છીએ અને એ પરિણામ ઉપર પહોચી જઈએ છીએ કે તે તેને હલ નહિ કરી શકે. જયારે પરિસ્થિતિઓને સમજીને આગળ વધવાથી સફળતા જરૂર મળી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.