એક પ્રેરક પ્રસંગ : સંબંધની ઓળખ. એકવાર વાંચીને જુઓ ગેરેંટી છે, શેયરનું બટન આપોઆપ દબાઈ જશે.

લગ્ન તો થઇ ગયા હતા પણ બન્નેમાં બનતું ન હતું. પંડિતે કુંડલીના 36 ગુણ મેળવીને લગ્નનું નારીયેલ ફોડાવ્યું હતું, પણ લગ્નના એક વર્ષ પછી જ કચ કચ શરુ થઇ ગઈ હતી. પત્ની પોતાના સાસરીયા વાળાની પોલ ખોલી રહી હતી, જેને કોઈ બીજા જોઈ જ શકતા ન હતા. બધાને લાગતું હતું કે અત્યારે છૂટાછેડા કે પછી છૂટાછેડા. આખું ઘર બરબાદ થતું જોવા મળી રહ્યું હતું.

બધા એ પ્રયાસ કરી લીધા કે કોઈ રીતે આ સંબંધ બચી જાય, બે કુટુંબ બરબાદીના ડંખથી બચી જાય, પણ બધા પ્રયાસ વ્યર્થ હતા. જે પણ ઘરે આવતું, પત્ની અને પતિની એકબીજાની ઢગલાબંધ ખામીઓ ગણાવતા અને કહેતા કે તેની સાથે રહેવું અશક્ય છે. તે કહેતી કે તેની સાથે તો એક મિનીટ પણ નથી રહી શકાય તેમ. બે બાળકો થઇ ગયા હતા અને બાળકોનું કોઈ પ્રકારે જીવન ખરાબ થઇ રહ્યું છે. તેના ખરાબ સંબંધની એ વાત આખી સોસાયટીમાં ચર્ચાનો વિષય બનેલો હતો.

તેવામાં એક દિવસ એક માણસ શાકભાજી વેચતો તેમના ઘરે આવી ગયો. તે દિવસે ઘરમાં શાકભાજી ન હતું. એ શાકભાજી વાળા તારી પાસે શું શું શાકભાજી છે?

બહેન, મારી પાસે બટેટા, રીંગણ, ટમેટા, ભીંડા અને કોબી છે. જરા દેખાડ તો શાકભાજી કેવી છે? શાકભાજી વાળાએ શાકભાજીની ટોપલી નીચે રાખી. મહિલા ટમેટા જોવા લાગી.

શાકભાજી વાળાએ કહ્યું, ‘બહેન તમે ટમેટા ન લેશો.’ આ ટોપલીમાં જે ટમેટા છે, તેમાં બેચાર ખરાબ થઇ ગયા છે. પણ બટેટા લઇ લો. અરે, જોઈએ ટમેટા તો બટેટા કેમ લઇ લઉં? તમે ટમેટા અહી લાવો, હું તેમાંથી જે સારા છે, તે વીણી લઈશ.

શાકભાજી વાળાએ ટમેટા આગળ કરી દીધા. મહિલા ખરાબ ટમેટા સાઈડમાં કરવા લાગી અને સારા ટમેટા વીણવા લાગી. બે કિલો ટમેટા થઇ ગયા. પછી તેણે ભીંડા ઉપાડયા.

શાકભાજી વાળો ફરી બોલ્યો, બહેન ભીંડા પણ તમારા કામના નથી. તેમાં પણ થોડા ભીંડા ખરાબ છે. તમે બટેટા લઇ લો. તો સારું છે.

ઘણો વિચિત્ર છે શાકભાજી વાળા તું. તું વારંવાર કહી રહ્યો છે બટેટા લઇ લો, બટેટા લઇ લો. ભીંડા, ટમેટા કોના માટે છે? મારા માટે નથી શુ?

હું શાકભાજી વેચું છું. પણ બહેન તમારે ટમેટા અને ભીંડા જ જોઈએ? મને ખબર છે કે મારી ટોપલીમાં થોડા ટમેટા અને થોડો ભીંડા ખરાબ છે, એટલા માટે મેં તમને ના પડી હતી. કાઈ વાંધો નહિ પણ હું તો મારી રીતે સારા ટમેટા અને ભોંડા વીણી શકું છું. જે ખરાબ છે તેને રહેવા દઈશ. મને સારી શાકભાજીની ઓળખ છે.

ઘણું સારું બહેન. તમને સારા ટમેટા ઓળખતા આવડે છે. સારા ભીંડા પસંદ કરવાનું પણ જાણો છો. તમે ખરાબ ટમેટાને સાઈડમાં કરી દીધા. ખરાબ ભીંડા પણ વીણીને દુર કરી દીધા. પણ તમે તમારા સંબંધમાં એક સારું ન શોધી શક્યા? તમને તેમાં ખરાબી જ ખરાબી જોવા મળે છે.

બહેન, જેમ ટમેટા વીણીને લીધા, ભીંડા વીણીને લીધા એવી રીતે સંબંધો માંથી સારું વીણતા શીખો. જેમ મેં મારી ટોપલીમાં થોડા ટમેટા ખરાબ હતા, થોડો ભીંડા ખરાબ હતા પણ તમે તમારા કામના વીણીને લઇ લીધા. તેવી જ રીતે દરેક માણસમાં કાઈને કાઈ સારું હોય છે. તેને વીણતા આવડે તો આજે સોસાયટી આખીમાં તમારા ખરાબ સંબંધની ચર્ચા ન થઇ રહી હોત.

શાકભાજી વાળો તો જતો રહ્યો પણ તે દિવસથી મહિલાએ સંબંધોને ઓળખવાની વિદ્યા શીખી લીધી હતી. તે સાંજે ઘરમાં ઘણું સારું શાક બન્યું. સૌ એ ખાઈને કહ્યું ‘વહુ હો તો આવી હોય.’

તમે આ કહાની તમારા પ્રિયજનો સાથે શેર કરી શકો છો.