સામે આવ્યા શાહિદ કપૂર અને મીરા રાજપુતના લગ્નના ન જોયેલ ફોટા, જુઓ કેટલીક ખાસ ફોટો.

શાહિદ કપૂર ઇન્ડસ્ટ્રીના એક એવા કલાકાર છે, જે પોતાના ઉત્તમ અભિનય અને ડાંસ માટે ઓળખવામાં આવે છે. શાહિદે પોતાના અભિનયનો જાદુ ઘણી ઉત્તમ ફિલ્મોમાં પાથર્યો છે. શાહિદ કપૂર બોલીવુડના એક એવા વર્સટાઈલ કલાકાર છે, જેને દરેક ઉંમરના દર્શકો પસંદ કરે છે. તે રોમાંટિક રોલથી લઈને સીરીયસ રોલને પણ સારી રીતે નિભાવે છે. મોટાભાગે વ્યસ્ત હોવા છતાં પણ તે પોતાના કુટુંબ માટે સમય કાઢી જ લે છે. તેને અને મીરા હંમેશા સાથે જોવા મળે છે.

શાહિદ કપૂરે ૭ જુલાઈ વર્ષ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. લગ્નના આટલા સમય પછી પણ બંને વચ્ચે પ્રેમ જળવાયેલો છે. શાહિદ અને મીરાને બે બાળકો છે, જેના નામ તેમણે મીશા અને જૈન કપૂર રાખ્યા છે. શાહિદ અને મીરા બી-ટાઉન કપલ છે અને તે લોકોને રીલેશનશીપ અને ફેમીલી ગોલ્સ આપવાનું નથી ચુકતા, તેવામાં હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર શાહિદ અને મીરાના લગ્નના ખાસ ફોટા વાયરલ થયા છે, જેને ફેંસ ઘણા પસંદ કરી રહ્યા છે.

વાયરલ થયેલા ફોટામાં શહીદ પોતાના લગ્નની વિધિને ઘણી એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટામાં તમને શાહિદ કપૂર અને મીરાની સંગીત સેરેમનીના ફોટા પણ જોવા મળશે. સંગીત સેરેમની ઉપર શાહિદે લાલ કુર્તા ઉપર મરુન જેકેટ પહેર્યું હતું અને પીળા લેંઘામાં મીરા ઘણી સુંદર દેખાઈ રહી હતી. સંગીત સેરેમનીમાં ડાંસ કરતા આ કપલ ઘણી સુંદર લાગી રહી છે.

હાલમાં જ શાહિદે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. તે દરમિયાન તેમણે મીરા રાજપૂત સાથે પોતાની પહેલી મુલાકાત વિષે પણ વાત કરી. થોડા દિવસોથી શાહિદે વોગ મેગેઝીનને ઈન્ટરવ્યું આપ્યું ઈન્ટરવ્યુંમાં શાહિદે જણાવ્યું કે પહેલી મુલાકાતમાં લગભગ ૭ કલાક સુધી તે એક બીજા સાથે વાતો જ કરતા રહ્યા હતા. ધીમે ધીમે તેની મુલાકાતનો સમય વધતો ગયો. શાહિદે એ પણ જણાવ્યું કે જયારે તેમણે પહેલી વખત મીરાને જોઈ હતી, તો તેના મનમાં સૌથી પહેલી વાત શું આવી હતી.

શાહિદે જણાવ્યું કે જયારે તેમણે પહેલી વખત મીરાને જોઈ તો સૌથી પહેલા તેના મગજમાં એ આવ્યું હતું કે કદાચ તે અને મીરા એક બીજા સાથે રૂમમાં ૧૫ મિનીટ પણ નહિ બેસી શકે. અને મીરાએ પણ શાહિદ સાથે પોતાની પહેલી મુલાકાતને લઈને થોડા ખુલાસા કર્યા હતા. મીરાએ જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ન હોવા છતાં પણ તેની વાતચીત ફિલ્મોને લઈને જ શરુ થઇ હતી.

મીરાએ જણાવ્યું કે ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં શાહિદ કપૂરે ટોમી સિંહના પાત્રએ તેને ઘણી અચરજમાં મૂકી દીધી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ન હોવા છતાં પણ મીરાએ ફિલ્મોનો ઘણો શોખ છે. એરેન્જ મેરેઝ થવા છતા પણ શાહિદ અને મીરાના સંબંધ પ્રેમથી ભરેલો છે અને આજે તે પોતાના બાળકો સાથે એક આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.

અમે તમને જણાવી આપીએ કે શાહિદ મીરાથી ઉંમરમાં ૧૩ વર્ષ મોટા છે. થોડા દિવસો પહેલા શાહિદની ફિલ્મ ‘કબીર સિંહ’ રીલીઝ થઇ હતી, આ ફિલ્મે તમામ ફિલ્મોના રેકોર્ડ તોડતા બોક્સ ઓફીસ ઉપર જોરદાર કમાણી કરી છે. ફિલ્મમાં શાહિદ સાથે અભિનેત્રી કીયારા આડવાણી જોવા મળી હતી. આવનારા સમયમાં શાહિદ તેલુગુ ફિલ્મ ‘મુવી જર્સી’ ની રીમેકમાં જોવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.