સામે આવ્યું શ્રીદેવીના મૃત્યુનું સાચું કારણ, છેલ્લા સમયે ચહેરા પરથી નીકળી રહ્યું હતું લોહી.

એક દિવસ અચાનક એ સમાચાર આવ્યા કે બોલીવુડની મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું મૃત્યુ થઇ ગયું છે. કોઈ પણ તે વાત ઉપર વિશ્વાસ થયો કે તેમની પસંદગીની અભિનેત્રીનું મૃત્યુ કેવી રીતે થઇ શકે છે પણ ધીમે ધીમે શ્રીદેવીના મૃત્યુના સત્ય સામે આવ્યા સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીનું બાથટબમાં ડૂબીને મૃત્યુનું હમણા હાલમાં જ એક વધુ ખુલાસો થયો છે.

શ્રીદેવીના નામ ઉપર તેમની બાયોપીક ‘શ્રીદેવી ઈંટરનલ ગોડેસ’ લખવા વાળા રાઈટર સત્યાર્થ નાયકે એ ખુલાસો કર્યો છે કે શ્રીદેવી લો બ્લડ પ્રેશરની દર્દી હતી. લો બ્લડ પ્રેશરની દર્દી હોવાને કારણે જ તે ઘણીવાર બેભાન થઇ જતી હતી. પોતાના દ્વારા લખવામાં આવેલી શ્રીદેવીના જીવનમાં આ વાત ઉપર સત્યાર્થ નાયકે શ્રીદેવીના નજીકના ઘણા લોકોને વ્યક્તવ્યમાં સામેલ કર્યા છે.

એક ઈંગ્લીશ ન્યુઝ પેપરના આપવામાં આવેલા ઈન્ટરવ્યુંમાં સત્યાર્થ નાયકે જણાવ્યું, મેં પંકજ પરાશર (જેમણે ‘ચાલબાજ’ ફિલ્મમાં શ્રીદેવીને નિર્દેશિત કરી હતી) અને નાગાર્જુન સાથે મુલાકાત કરી. તેમણે મને તેના વિષે જાણકારી આપી કે શ્રીદેવીને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. જયારે શ્રીદેવી નાગાર્જુન અને પંકજ પરાશર સાથે કામ કરી રહી હતી ત્યારે તે ઘણી વખત બાથરૂમમાં બેભાન થઇ ગઈ હતી.

પછી મેં તે બાબતમાં શ્રીદેવીજીના ભત્રીજા માહેશ્વરી સાથે પણ વાત કરી, તેમણે પણ મને એવું જણાવ્યું કે શ્રીદેવીજી બાથરૂમની જમીન ઉપર પડેલી મળી હતી અને તેનો ચહેરા માંથી લોહી નીકળી રહ્યું હતું, બોની કપૂરે પણ મને જણાવ્યું કે એક દિવસ અચાનક ચાલતા ચાલતા શ્રીદેવી અચાનક પડી ગઈ હતી.

જેમ કે તે લો બ્લડ પ્રેશરની દર્દી હતી. તે પહેલા કેરળના એક ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ એક અકસ્માત નથી પરંતુ ખૂન હતું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ઇન્ડિયાની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના મૃત્યુએ સૌને શોકમાં મૂકી દીધા હતા. સમાચારો મુજબ શ્રીદેવીને દુબઈમાં તેની હોટલના રૂમમાં બાથટબમાં બેભાનીની સ્થિતિમાં મળી આવી હતી. શ્રીદેવીને સૌથી પહેલા તેના પતિ બોની કપૂરે જોઈ હતી. ડેથ સર્ટીફીકેટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ ડૂબવાને કારણે જ થયું છે. ત્યાર પછી તેનું રહસ્યમયી મૃત્યુને લઈને ઘણી બધી અટકળો લગાવવામાં આવી રહી હતી.

રાઈટર દ્વારા આ રહસ્ય ઉપરથી પડદો હટાવતા સાથે જ તે તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું છે. શ્રીદેવીની ઉંમર ૫૪ વર્ષ હતી. તેનું મૃત્યુ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ દુબઈની હોટલના રૂમમાં અકસ્માતને કારણે જ ડૂબવાથી મૃત્યુ થઇ ગયું. ‘ચાંદની’માં પોતાના જોરદાર અભિનયથી સૌને આશ્ચર્યચકિત કરી દેનારી અભિનેત્રીના મૃત્યુથી બોલીવુડને ઘણો મોટો આઘાત લાગ્યો હતો.

જાહ્નવી કપૂર અને બોની કપૂર ઘણા બધા ઈન્ટરવ્યુંમાં આ વાત જાહેર કરી ચુક્યા છે, હજુ સુધી તેમનું કુટુંબ શ્રીદેવીના ગુમાવવાના આઘાત માંથી બહાર નથી નીકળી શક્ય. શ્રીદેવી સુંદર હોવા સાથે સાથે ઘણી જ ઉત્તમ અભિનેત્રી પણ હતી. તેણે ચાંદની ફિલ્મ ઉપરાંત ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીદેવીની જોરદાર સુંદરતા અને ઉત્તમ અભિનયને હજુ સુધી લોકો ભૂલી નથી શક્યા અને ન તો ક્યારેય ભૂલી શકશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.