સામે વાળાની નાક પર રાખો નજર, ખબર પડી જશે તે ખોટું બોલે છે કે સાચું, જાણો આવી જ 10 વિચિત્ર વાતો.

દુનિયાની પહેલી સેલ્ફી લેવામાં લાગ્યો હતો આટલો બધો સમય, વાંચો 10 એવી વાતો. જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. જીવન ઘણું વિચિત્ર છે. માણસ અને સંસારથી મોટું કોઈ રહસ્ય નથી. કેમ કે કોઈ માણસની પ્રકૃતિ પકડી શકવી સરળ નથી હોતી. માણસ ક્યારે સાચું બોલી રહ્યો છે અને ક્યારે ખોટું, તેની જાણ લગાવવી સરળ નથી હોતી.

પરંતુ એ પણ સત્ય છે કે માણસની અમુક ટેવો તેના વિષે ઘણું બધું જણાવી દે છે. અને થોડી સ્વભાવિક ક્રિયાઓ-પ્રતિક્રિયાઓ અને શરીરના લક્ષણો એવા પણ હોય છે, જે અચરજ પેદા કરે છે. આ જીવનમાં એવી ઘણી બીજી વાતો હોય છે. જેના વિષે તમને કદાચ ખબર હોય. આવો જોઈએ એવી જ 10 વાતો.

ખોટું બોલવાથી નાક ગરમ થઇ જાય છે. કોઈનું જુઠ પકડવું છે, તો તેના નાક ઉપર નજર કરો. જો નાક લાલ દેખાય, તો માની લો કે તે ખોટું બોલી રહ્યા છે. એવું એટલા માટે થાય છે, કેમ કે ખોટું બોલવાથી લોહીનો પ્રવાહ ઝડપી થઇ જાય છે.

રાત્રે સુતા સમયે સરેરાશ 40 વખત પડખા ફેરવે છે. તે તમે જાતે જાણી શકશો નહિ. કેમ કે તમે રાત આખી પડખા ફરતા રહો છો અને આભાસ પણ નહિ થાય. એવું ચેક કરવું છે, તો કોઈને રાત આખી ડ્યુટી ઉપર લગાવો.

માણસની કદ કાઠી પિતા ઉપર જાય છે. પરંતુ મગજ અને ભવનાઓ માં ઉપર 90 % કેસમાં એવું થાય છે. તે જુદા જુદા રીસર્ચમાં જાણવા મળ્યું છે.

કમ્પુટરની કીબોર્ડ ઉપર ટોયલેટ સીટથી 60 ગણું વધુ જમ્સ હોય છે કેમ કે તે જર્મ્સ એટલા નાના હોય છે કે આંખોથી નથી જોઈ શકાતા. એટલા માટે જયારે પણ કીબોર્ડનો ઉપયોગ કરો, તેને સારી રીતે સાફ કરો.

છીકતી વખતે આંખો ખુલી નથી રહી શકતી. જો તમને લાગે છે કે એ સાચું નથી, તો એક વખત ટ્રાય કરી લો. આમ પણ આંખ એક સંવેદનશીલ અંગ છે. જેવો જ કોઈ તીવ્ર અવાજ આવે છે, તે બંધ થઇ જાય છે.

દુનિયાની પહેલી સેલ્ફી લેવામાં 3 મિનીટ લાગી હતી, તેને 1837 માં રોબોર્ટ કોર્નીલીયસ નામના વ્યક્તિએ લીધી હતી. આજે તો એકથી એક ચડિયાતા મોબાઈલ ફોન આવી ગયા છે, જેમાં સેલ્ફી ફીચર પણ હોય છે. પરંતુ પહેલા એવું ન હતું.

પૃથ્વી ઉપર જેટલા વજનના માણસો છે, એટલુ જ કીડીઓનું પણ. માણસ માત્ર પૃથ્વીના અમુક ભાગમાં જ રહે છે. તે પણ પૃથ્વીના ઉપરના ભાગ ઉપર જ. પરંતુ કીડીઓ તો પૃથ્વીની ઉપર અને અંદર, ઝાડના પોલા ભાગો, પથ્થરોની નીચે, એટલે દરેક જગ્યાએ રહેલી છે.

છોકરીઓની સરખામણીમાં છોકરા 6 ગણા વધુ તોતડાય છે. એવું જુદા જુદા રીસર્ચમાં સાબિત થયું છે. છોકરીઓ સંવેદન શીલ હોય છે. તે બોલતી વખતે સંયમ રાખે છે, જયારે છોકરા નહિ. ઝડપથી બોલવાને કારણે પણ તે એક કારણ હોઈ શકે છે.

એક માણસ સરેરાશ રોજ 10 વખત હસે છે. આમ તો તે સારી વાત છે. એક સામાન્ય વ્યક્તિ નાનો નાની વાતો ઉપર હસતા રહે છે. જે ઓછા હસે છે, તે પણ દિવસમાં 10 વખત તો હશે જ છે.

આંખોના કાળા ઘેરા દર્શાવે છે કે માણસ અંદરથી દુઃખી છે. તે સાચું છે. જયારે તમે દુઃખી હો છો, તો ટેન્શનને કારણે ઊંઘ પૂરી નથી થતી. તેનાથી આંખો ઉપર દબાણ પડે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.