ડોકટર અમુક વાતો એકદમ શોર્ટમાં લખે છે જેને તમે પણ આ રીતે આસનીથી સમજી જશો

નમસ્કાર મિત્રો, તમારા બધાનું એકવાર ફરી અમારા લેખમાં સ્વાગત છે. આ દુનિયામાં ડોક્ટર બનવું ઘણું અઘરું કામ છે. કારણ કે એનું ભણતર પૂરું કરતા કરતા જ ઘણા લોકોનો દમ નીકળી જાય છે. પણ મન મક્કમ કરીને આગળ વધીએ તો કોઈ વસ્તુ અશક્ય નથી. મિત્રો તમે જયારે પણ કોઈ ડોક્ટર પાસે પોતાની બીમારીનો ઈલાજ કરાવવા જાવ ત્યારે તે તમને કાગળ પર દવાઓના નામ વગેરે લખીને આપે છે.

પણ સામાન્ય માણસ માટે એ લખાણ સમજવું જ અઘરું બની જાય છે. લોકો સમજી જ નથી શકતા એમાં શું કહેવા માંગે છે? અને તમે એ જ કાગળ કોઈ મેડિકલ સ્ટોર પર આપો, તો તે તરત જ બધું સમજી જાય છે. તમે પણ ઘણી વાર એવો વિચાર કર્યો હશે કે, આ લોકો કઈ ભાષા વાપરતા હશે? કે ડોક્ટરનું લખેલું આપણને નથી સમજાતું, પણ મેડિકલ સ્ટોર વાળો તરત સમજી જાય છે.

તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તેઓ પોતાના લખાણમાં શોર્ટકટ વાપરે છે. એટલે કે ડોકટરો તમને કાગળ પર જે લખીને આપે છે, તેમાં તેઓ અમુક શબ્દોને ટૂંકા કરીને એના શોર્ટકટ વાપરે છે. આમ કરવાથી એમનો લખવાનો સમય બચે અને તે બીજા દર્દીઓ માટે એટલો સમય ફાળવી શકે છે.

અને તમે પણ ડોક્ટરોની આ ભાષા એટલે કે, એમના શોર્ટકટ વાળા લખાણ સમજી શકો છો. એના માટે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી રહેતી. માત્ર થોડા ઘણા શબ્દોના શોર્ટકટ યાદ રાખવાના છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી ડોક્ટરો દ્વારા વાપરવામાં આવતા થોડા શોર્ટકટના આખા શબ્દ જણાવીશું, જેથી તમે પણ એમનું લખાણ સમજવામાં કુશળ થઇ જશો. તો આવો શરુ કરીએ ડોક્ટરોના લખાણને સમજવાનું.

પહેલા તો તમને એ જણાવી દઈએ કે, ડોકટરો પોતાના દ્વારા દર્દીને આપવામાં આવતા કાગળમાં દવાના નામની આગળ, પાસે અથવા તો ઉપર અમુક શોર્ટકટ લખે છે. જે નીચે મુજબ છે.

AC : જો દવાની આસપાસ AC લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા જમવા પહેલા લેવાની હોય છે.

PC : જો દવાની આસપાસ PC લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા જમ્યા પછી લેવાની હોય છે.

OD : જો દવાની આસપાસ OD લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા દિવસમાં એક વાર લેવાની હોય છે.

BD / BDS : જો દવાની આસપાસ BD/ BDS લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા દિવસમાં બે વાર લેવાની હોય છે.

TD / TDS : જો દવાની આસપાસ TD / TDS લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા દિવસમાં ત્રણ વાર લેવાની હોય છે.

QD / QDS : જો દવાની આસપાસ QD / QDS લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા દિવસમાં ચાર વાર લેવાની હોય છે.

SOS : જો દવાની આસપાસ SOS લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા જયારે જરૂર લાગે ત્યારે જ લેવાની હોય છે.

Tab : જો દવાની આસપાસ Tab લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા ટેબ્લેટના રૂપમાં છે.

Cap : જો દવાની આસપાસ Cap લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા કેપ્સ્યુલના રૂપમાં છે.

Amp : જો દવાની આસપાસ Amp લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા ઇંજેક્શનના રૂપમાં લેવાની હોય છે.

Ad Lib : જો દવાની આસપાસ Ad Lib લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા જરૂર હોય એટલી જ લેવાની હોય છે.

G અથવા Gm : જો દવાની આસપાસ G અથવા Gm લખ્યું હોય, તો તે દવાનું ગ્રામમાં પ્રમાણ દર્શાવે છે.

Gtt : જો દવાની આસપાસ Gtt લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા લીકવીડ છે અને એને ડ્રોપ એટલે કે ટીપાના રૂપમાં ઉપયોગમાં લેવાની છે.

H : જો દવાની આસપાસ H લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા ડોક્ટરે જણાવ્યા હોય એટલા કલાક પછી લેવાની હોય છે.

Mg : જો દવાની આસપાસ Mg લખ્યું હોય, તો તે દવાનું મિલિગ્રામમાં પ્રમાણ દર્શાવે છે.

Ml : જો દવાની આસપાસ Ml લખ્યું હોય, તો તે દવાનું મિલિલીટરમાં પ્રમાણ દર્શાવે છે.

PO : જો દવાની આસપાસ PO લખ્યું હોય, તો એનો અર્થ એ થાય છે કે, તે દવા મોં દ્વારા લેવાની હોય છે.

તો મિત્રો, જો તમે આ પ્રકારના શોર્ટકટ યાદ રાખી લો, તો તમે પણ એમના દ્વારા લખવામાં આવેલા લખાણને સમજી શકો છો.