વિડીયો આવી ગયું સમોસા બનાવવાનું ઓટોમેટિક મશીન, એક કલાકમાં બનાવે છે ૩૦૦૦ સમોસા

સમોસા ભારતમાં ખાવામાં આવતા સૌથી લોકપ્રિય સ્નેક્સ છે. તેના લીધે જ તેની માંગ ખુબ વધુ છે. તમે સમોસા બનાવવાનો ધંધો શરુ કરીને સારો એવો ફાયદો મેળવી શકો છો. પણ આ ધંધો શરુ કરવા માટે સૌથી વધુ જરૂર મજુરીની હોય છે. પણ મજુરી મોંઘી હોવાને લીધે તે બનાવવાનો ખર્ચ ઘણો વધી જાય છે.

તેવામાં હવે એક દેશી મશીન તૈયાર થઇ ગઈ છે જેમાં તમને માત્ર મેંદો અને મસાલો નાખવાનો છે અને આ મશીન પોતાની જાતે જ સમોસા તૈયાર કરી આપે છે. અને માત્ર એક માણસ જ સમોસા બનાવવાનું તમામ કામ કરી શકે છે.

ભારતમાં ઘણી બધી કંપની આ મશીન તૈયાર કરે છે જેની કિંમત 2.85 થી ૫ લાખ સુધી છે. આ મશીન એક કલાકમાં ૨૦૦૦ થી ૩૦૦૦ સમોસા તૈયાર કરી શકે છે જે તેના આકાર ઉપર આધાર રાખે છે. તેને માત્ર ૨૨૦ વોલ્ટની સિંગલ ફેઇઝ (૧.૫ hp) મોટર સાથે ચલાવી શકાય છે.

આ મશીન સ્ટેનલેસ્ટીલ માંથી તૈયાર કરવામાં આવે છે તેનું વજન ૧૫૦-૧૮૦ કિલો વચ્ચે હોય છે. જો તમે આ મશીનને ખરીદવા માગો છો તો અમે તમને જણાવશુ કે ગુગલ કરો તેમાં તામિલનાડુ ચેન્નઈ ની કમ્પની સૌથી સસ્તું 2.85 ની આસપાસ વેચી રહી છે તમે તમારી રીતે રિસર્ચ કરી ને સસ્તું ને સારું શોધી શકો છો. ઘણી બધી કંપની આ મશીન બનાવે છે તમે કોઈપણ સ્થળેથી ખરીદી શકો છો.

વિડીયો