Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

OnePlus Nord ને ટક્કર આપવા આવી ગયો છે Samsung Galaxy M51, જાણો બંનેમાંથી કયો સ્માર્ફોન છે એડવાન્સ અને દમદાર. Samsung Galaxy M51 ભારતમાં લોંચ કરી દેવામાં આવ્યો છે. આ ફોનની 7,000 mAh ની બેટરી આ ફોનને ખાસ બનાવે છે. ફોનની કિંમત તમને ચકિત કરી દેશે.

સેમસંગે પહેલો 7000 mAh ની બેટરીવાળો સ્માર્ટફોન ભારતમાં લોંચ કરી દીધો છે. સેમસંગે તેને Meanest Ever Monster કહ્યો છે. આ ફોનની શરુઆતની કિંમત 24,999 રૂપિયા છે. આ ફોન ક્વાલકોમને સ્નેપડ્રેગન 730G પ્રોસેસર ઉપર કામ કરશે, જે 6 GB અને 8 GB રેમ સાથે આવે છે. તમે આ ફોનને 18 સપ્ટેમ્બરથી એમેઝોન ઉપરથી ખરીદી શકો છો.

કિંમત :

Samsung Galaxy M51 ફોનની 6 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 24,999 રૂપિયા, જયારે 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિયન્ટના ભાવ 26,999 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે. આ ફોનનું વેચાણ 18 સપ્ટેમ્બરથી એમેઝોન ઇંડિયા અને સેમસંગ શોપ ઉપર શરુ કરવામાં આવશે.

samsung galaxy m51
samsung galaxy m51

Samsung Galaxy M51 ના ફીચર્સ :

Samsung Galaxy M51 ની સૌથી મોટી ખાસિયત તેની 7,000 mAh ની જોરદાર બેટરી છે, જે તેને Samsung ની M સીરીઝનો સૌથી ખાસ ફોન બનાવે છે. સૌથી ઝડપી ગેલેક્સી M31s 6,000 mAh ની બેટરી સાથે આવે છે. Samsung Galaxy M51 માં 7,000 mAh ની બેટરી સાથે 25W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં એક 6.67 ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

Samsung Galaxy M51 ક્વાલકોમના સ્નેપડ્રેગન 730G પ્રોસેસર ઉપર કામ કરશે જે 6 GB અને 8 GB રેમના બે અલગ અલગ મોડલમાં આવે છે. સેમસંગના આ ફોનમાં અડ્રીનો 618 GPU આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ 10 ઉપર બેસ્ડ OneUI ઉપર કામ કરનારા આ ફોનમાં 7000 mAh ની બેટરી લાગેલી છે, જે 25 વોટના ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, આ ફોન લગભગ 45 મિનીટમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.

કેમેરો :

Samsung Galaxy M51 માં 64 મેગાપિક્સલનો ક્વાડ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેમસંગ પોતાના અપકમિંગ સ્માર્ટફોનમાં ISOCELL સેંસરનો ઉપયોગ કરી શકે છે. તેમાં 64 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા સાથે એક 5 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ સેંસર, અને એક 5 મેગાપિક્સલનો મેક્રો સેંસર આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં SONY IMX616 સેંસર સાથે 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

oneplus nord
oneplus nord

OnePlus Nord સાથે થશે સ્પર્ધા :

Samsung Galaxy M51 નો વનપ્લસ નોર્ડ સાથે જોરદાર મુકાબલો થઇ શકે છે. વનપ્લસ નોર્ડમાં કંપનીએ 6.4 ઇંચની ફૂલ એચડી એમોલેડ ડિસ્પ્લે આપી છે. કંપનીએ સ્માર્ટફોનમાં ગોરિલ્લા ગ્લાસ 5 નું પ્રોટેક્શન આપ્યું છે. સ્માર્ટફોન ક્વાલકોમના લેટેસ્ટ સ્નેપડ્રેગન 765 પ્રોસેસર સાથે આવે છે. સાથે જ નોર્ડમાં અડ્રીનો 620 જીપીયુ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 4115 mAh ની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કંપનીએ પોતાના બીજા સ્માર્ટફોનની જેમ નોર્ડના કેમેરા ઉપર વિશેષ ધ્યાન રાખ્યું છે. સ્માર્ટફોનની બેક પેનલ ઉપર ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. નોર્ડમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો છે, જયારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરો, 2 મેગાપિક્સલનો મેક્રો સેંસર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી લેવા માટે સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

OnePlus Nord માં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 27,999 રૂપિયા સુધી છે. 12 GB રેમ અને 256 GB સ્ટોરેજવાળા મોડલ 29,999 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ રહેશે. 6 GB રેમ અને 64 GB  સ્ટોરેજવાળા મોડલ 24,999 રૂપિયામાં આવશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.