ગ્લોબલ 5G બજારમાં સેમસંગનો દબદબો, જાણો શાઓમી, વીવો કેટલા પાછળ છે.

સેમસંગ ગ્લોબલ 5G બજારમાં સૌથી આગળ, જાણો બીજી કંપનીઓ તેનાથી કેટલી છે પાછળ

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

નવી દિલ્હી, ટેક ડેસ્ક. દક્ષિણ કોરિયન સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ ભલે ભારતીય બજારમાં ત્રીજા નંબર ઉપર પહોંચી ગયું હોય, પરંતુ વૈશ્વિક 5G સ્માર્ટફોન બજારમાં કંપનીનું પ્રભુત્વ જાળવી રહી છે. સ્ટ્રેટેજી એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર, સેમસંગ હાલમાં વૈશ્વિક 5G માર્કેટમાં અગ્રેસર છે.

હાલમાં વૈશ્વિક 5G બજાર 24 મિલિયન એટલે કે 24 કરોડ લોકો 5G સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. સેમસંગ સિવાય Huawei, Vivo, Xiaomi, OPPO જેવા ચાઈનીજ સ્માર્ટફોન બ્રાંડસ પણ વૈશ્વિક 5G માર્કેટમાં પોતાનું સ્થાન ટકાવી શક્યા છે. આ કંપનીઓ પણ હાલમાં ટોપ -5 ગ્લોબલ 5G સ્માર્ટફોન બ્રાન્ડમાં સામેલ છે.

વૈશ્વિક 5G શિપમેન્ટ ઉપર નજર કરીએ તો સેમસંગ 8.3 મિલિયન (83 લાખ) 5G ઉપકરણો મોકલી પ્રથમ સ્થાન ઉપર છે. તે હ્યુઆવેઇએ 8 મિલિયન (8 લાખ) 5G ઉપકરણો વૈશ્વિક બજારોમાં મોકલ્યા છે અને તે બીજા સ્થાને છે. આ સિવાય ત્રીજા નંબર ઉપર કબજો ધરાવનાર વિવોએ 2.9 મિલિયન (29 લાખ) 5G ડિવાઇસ અત્યાર સુધીમાં ગ્લોબલ માર્કેટમાં મોકલ્યા છે.

એક તરફ ચીનના સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomi એ 2.5 મિલિયન (2.5 લાખ) 5G ઉપકરણો મોકલ્યા છે અને તે ચોથા સ્થાને છે. OPPO 1.2 મિલિયન (1.2 લાખ) 5G ડિવાઈસેજ વૈશ્વિક બજારમાં મોકલ્યા છે અને તે પાંચમાં સ્થાન ઉપર કબજો મેળવ્યો છે. આ પાચે સ્માર્ટફોન બ્રાન્ડ્સ સિવાય અન્ય બ્રાન્ડ્સે 1.2 મિલિયન (1.2 લાખ) 5G ઉપકરણો બજારમાં મોકલ્યા છે.

માર્કેટ શેર વિશે વાત કરીએ તો ગ્લોબલ 5G સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગનો માર્કેટ શેર 34.4 ટકા છે. આ સિવાય હ્યુઆવેઇનો માર્કેટ શેર 33.2 ટકા છે. ત્રીજા નંબર ઉપર OEM Vivo નો વૈશ્વિક 5G માર્કેટમાં શેર 12.0 ટકા હિસ્સો ધરાવે છે. Xiaomi નો માર્કેટ શેર 10.4 ટકા અને OPPOનો વૈશ્વિક 5G માર્કેટ શેર 5 ટકા છે. આ પાંચ કંપનીઓ સિવાય અન્ય તમામ કંપનીઓના માર્કેટ શેર પાંચ ટકા છે.

આ તમામ બ્રાન્ડના 5G ડિવાઇસની લોકપ્રિયતા જોઈને લાગે છે કે ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં 5G સ્માર્ટફોનને પસંદ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ કોરિયન અને ચીની સ્માર્ટફોન ઉત્પાદકોનું વર્ચસ્વ હાલમાં વૈશ્વિક બજારમાં જળવાયું છે. આ વર્ષે Apple પણ તેના પ્રથમ 5G સ્માર્ટફોન સિરીઝ શરૂ કરવા જઇ રહ્યું છે. આવતા વર્ષે એપલ પણ આ ટોચના 5G સ્માર્ટફોન બ્રાન્ડસની યાદીમાં પણ જોડાઈ શકે છે.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.