સમુદ્ર કિનારે કાતિલ અંદાઝમાં મૌનીએ વિખેર્યો જલવો, શોર્ટ રેડ ટુ-પીસમાં વાયરલ થયા ફોટો

મોની રોયને આજે કોઈ પરિચયની જરૂર નથી. મોનીનું નામ ટીવીની પ્રસિદ્ધ હિરોઈનમાં આવે છે. સીરીયલ ‘નાગિન’માં મોનીનો નાગિન વાળો અંદાઝ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. થોડા સમય પહેલા મોની ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી, અને દર્શકોને મોનીની એક્ટિંગ પણ ઘણી પસંદ આવી હતી.

ત્યાર પછી તે રાજકુમાર રાવ સાથે ‘મેડ ઈન ચાઈના’ માં જોવા મળી. હવે મોની અયાન મુખર્જીની મોસ્ટ આવેટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

મોની અવાર નવાર કોઈને કોઈ કારણે મીડિયાના સમાચારોમાં જળવાઈ રહે છે. ક્યારેક તે પોતાના કપડાને લઈને સમાચારોમાં રહે છે, તો ક્યારેક પોતાના હોઠને લઈને ટ્રોલ થઇ જાય છે. આમ તો મોનીને લોકો ફેશનિસ્ટા તરીકે પણ ઓળખે છે.

તે વેસ્ટર્ન અને ઇન્ડીયન લુકનો ઘણી સારી રીતે ઉપયોગ કરે છે. મોનીને ફેશનમાં રહેવું ઘણું ગમે છે, અને તે અવાર નવાર પોતાના લુક સાથે એક્સપેરીમેંટ કરતી રહે છે, અને તેનો લુક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ જાય છે. તેવામાં એક વખત ફરી મોનીનો લુક સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પરંતુ આ ફોટામાં તે કોઈ વેસ્ટર્ન કે ઇન્ડિયન આઉટફીટમાં નથી પરંતુ રેડ હાર્ટ હોટ બીકીનીમાં જોવા મળી રહી છે.

ખાસ કરીને હાલમાં જ મોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈંસ્ટાગ્રામ ઉપર થોડા ફોટા શેયર કર્યા છે, જેમાં તે લાલ રંગની બીકીનીમાં જોવા મળી રહી છે. મોનીના આ ફોટા ઉપર અત્યાર સુધી છ લાખથી પણ વધુ લાઈક્સ આવી ચુક્યા છે. મોનીના ફેંસને તેનો આ ગ્લેમરસ અંદાઝ ઘણો પસંદ આવી રહ્યો છે. ફોટામાં રેડ હોટ બીકીની પહેરેલી મોની સમુદ્ર કાંઠે દોડતી જોવા મળી અને થોડા ફોટામાં તો તે રેતી ઉપર સુતી જોવા મળી. હાલના દિવસોમાં મોની કામમાંથી બ્રેક લઈને વેકેશન એન્જોય કરી રહી છે.

પોતાના આ જોરદાર ફોટાને શેયર કરતા મોનીએ કેપ્શન આપ્યું, ‘ઘણી વખત મ્યુઝીક વગર ડાંસ ફ્લોર જ ડાંસ કરવા માટે મજબુર કરી દે છે. બીચ ડે = હેપ્પી હેપ્પી’ જણાવી દઈએ કે, મોની સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને તેને લગભગ ૧૧ મીલીયન લોકો ફોલો કરે છે. તે અવાર નવાર પોતાના ફોટા અને વિડીયો ફેંસ સાથે શેયર કરતી રહે છે.

સમાચારો એવા પણ આવી રહ્યા છે કે, આજકાલ મોની પોતાની જ અપકમિંગ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીને ડેટ કરી રહી છે. હાલમાં જ મોનીએ અયાન મુખર્જી સાથે સોશિયલ મીડિયા ઈંસ્ટાગ્રામ ઉપર થોડા ફોટા શેયર કર્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. ખાસ કરીને ફોટામાં બંને વચ્ચેના સંબંધો સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા. જેથી લોકોએ અંદાજો લગાવવાનો શરુ કરી દીધો હતો કે, બંને વચ્ચે જરૂર કાંઈક રંધાઈ રહ્યું છે. હવે સત્ય શું છે? તે તો મોની અને અયાન જ જાણે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.