સનાતન હિંદુ પરંપરાઓનું પાલન કરવાથી થતા લાભ અને તેનું વૈજ્ઞાનિક મહત્વ જાણો.

હિંદુ પરંપરાઓ સાથે જોડાયેલ આ વેજ્ઞાનિક તર્ક તમારા બાળકોને જરૂર જણાવો !!

ભારતમાં જેટલા રાજ્ય, જેટલા શહેર, જેટલા ગામ એટલી જ પરંપરાઓ છે. આવી પરંપરાઓ, જે જોઇને આપણને નવાઈ લાગે છે. ઘણા દેશો હસે છે તો અમુક કહે છે “આ શું ધજાગરો છે.” હિંદુ પરંપરાઓ ઉપર હસનારા તેને ધજાગરો કહેવા વાળા લોકોના વિચાર કદાચ આ લેખ વાચીને બદલાઈ જશે. જી હા, કેમ કે અમે અહિયાં જણાવવા જઈ રહ્યા છીએ હિંદુ પરંપરાની પાછળ છુપાયેલ વેજ્ઞાનિક કારણ કે એમ કહો કે રહસ્ય.

૧. કાન વિંધાવવાની પરંપરા :

ભારતમાં લગભગ બધા ધર્મોમાં કાન વિંધાવવાની પરંપરા છે. વેજ્ઞાનિક તર્ક – દર્શન શાસ્ત્રી માને છે કે તેનાથી વિચારવાની શક્તિ વધે છે. જેમ કે ડોક્ટર માને છે કે તેનાથી અવાજ સારો થાય છે અને કાનમાંથી થઈને મગજ સુધી જતી નસનો લોહીનો સંચાર નિયંત્રિત રહે છે.

૨. માથા ઉપર કુમકુમ/તિલક :

મહિલાઓ અને પરુષો માથા ઉપર કુમકુમ કે તિલક લગાવે છે. વેજ્ઞાનિક તર્ક – આંખો વચ્ચે માથા સુધી એક નસ જાય છે. કુમકુમ કે તિલક લગાવવાથી તે જગ્યાની શક્તિ જળવાઈ રહે છે. માથા ઉપર તિલક લગાવતી વખતે જયારે અંગુઠો કે આંગળીથી દબાણ પડે છે, ત્યારે ચહેરાની ત્વચાનું લોહીનું સપ્લાય કરનારી માંશપેશી સક્રિય થઇ જાય છે. તેનાથી ચહેરાની કોશિકાઓ સુધી સારી રીતે લોહી પહોચે છે.

વધુ વિસ્તાર થી સમજવા માટે ક્લિક કરો>>>> માથા ઉપર ચંદન નું તિલક લગાવવાથી વધે છે એકાગ્રતા, ખીલ, તણાવ અને તાવ થી પણ આપાવે છે છુટકારો

૩. જમીન ઉપર બેસીને ભોજન કરવું, હાથ જોડી નમસ્તે કરવા :

ભારતીય સંસ્કૃતિ મુજબ જમીન ઉપર બેસીને ભોજન કરવુ સારું માનવામાં આવે છે. વેજ્ઞાનિક તર્ક – જ્યારે બધી આંગળીઓના શીર્ષ એક બીજા ના સંપર્કમાં આવે છે અને તેની ઉપર દબાણ પડે છે. એક્યુપ્રેશરને કારણે તેની સીધી અસર આપણી આંખો, કાન અને મગજ ઉપર થાય છે. જેથી સામેની વ્યક્તિને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ.

બીજો તર્ક છે કે હાથ મિલાવવાને બદલે જો આપણે નમસ્તે કરીએ છીએ તો સામે વાળાના જીવાણું તમારા સુધી નથી પહોચી શકતા. જો સામે વાળાને સવાઈન ફ્લુ પણ છે તો પણ વાયરસ તમારા સુધી પહોચી નથી શકતા.

વધુ વિસ્તારથી સમજવા માટે ક્લિક કરો>>>> ડાયનીંગ ટેબલ પર બેસી ને જમતા હોય તો ખાસ વાંચો આયુર્વેદ નો મત બુફે વાળા પણ ધ્યાન દે

૪. ભોજનની શરૂઆત તીખાથી અને અંત ગળ્યાથી :

જ્યારે પણ કોઈ ધાર્મિક કે કુટુંબીક અનુષ્ઠાન છે, તો ભોજનની શરૂઆત તીખાથી અને અંત ગળ્યાથી થાય છે. વેજ્ઞાનિક તર્ક – તીખું ખાવાથી આપણા પેટની અંદર પાચન તત્વ અને અમલ સક્રિય થઇ જાય છે. તેનાથી પાચન તંત્ર સારી રીતે જ સંચાલિત થાય છે. છેલ્લે ગળ્યું ખાવાથી અમ્લની તીવ્રતા ઓછી થઇ જાય છે. તેનાથી પેટમાં બળતરા નથી થતી.

૫. પીપળાની પૂજા :

તમામ લોકો વિચારે છે કે પીપળાની પૂજા કરવાથી ભૂત પ્રેત દુર ભાગે છે. વેજ્ઞાનિક તર્ક – તેની પૂજા એટલા માટે કરવામાં આવે છે, કેમ કે ઝાડ પ્રત્યે લોકોનું સન્માન વધે છે અને તેને કાપે નહી. પીપળાનું વૃક્ષ એક માત્ર એવું ઝાડ છે, જે રાત્રે પણ ઓક્સીજન આપે છે.

૬. દક્ષીણની તરફ માંથું રાખીને સુવું :

દક્ષીણ તરફ કોઈ પગ રાખીને સુવે છે, તો લોકો કહે છે કે ખરાબ સપના આવશે, ભૂત પ્રેતનો પડછાયો આવી જશે વગેરે. એટલા માટે ઉત્તરની તરફ પગ રાખીને સુવો. વેજ્ઞાનિક તર્ક – જયારે આપણે ઉત્તર તરફ માથું રાખીને સુઈએ છીએ, ત્યારે આપનું શરીર પૃથ્વીની ચુંબકીય તરંગોની સીધમાં આવી જાય છે. શરીરમાં રહેલ આયરન એટલે લોહ મગજ તરફ સંચારિત થવા લાગે છે. તેથી અલજઈમર, પરકિસન કે મગજ સબંધી બીમારી થવાનો ભય વધી જાય છે. એટલું જ નહિ લોહીનું દબાણ પણ વધી જાય છે.

વધુ વિસ્તારથી સમજવા માટે ક્લિક કરો>>>> આ બે દિશા માં ક્યારેય પણ માથું રાખી ને નાં ઊંઘસો જાણો એનું વૈજ્ઞાનિક કારણ સમજો સાચી દિશા કઈ?

૭.સૂર્ય નમસ્કાર :

હિંદુઓમાં સવારે સૂર્યને પાણી ચડાવવા અને નમસ્કાર કરવાની પરંપરા છે. વેજ્ઞાનિક તર્ક – પાણીની વચ્ચેથી આવનારા સૂર્યના કિરણો જયારે આંખોમાં પહોચે છે, ત્યારે આંખોની દ્રષ્ટિ સારી થાય છે.

વધુ વિસ્તારથી સમજવા માટે ક્લિક કરો >>>>  શું તમે જાણો છો કે દરરોજ સૂર્યને જળ અર્પણ કરવું એ કેટલું વૈજ્ઞાનિક કાર્ય છે:

૮. માથા ઉપર ચોટી : હિંદુ ધર્મમાં ઋષિ મુની માથા ઉપર ચોટી રાખે છે. વેજ્ઞાનિક તર્ક – જે જગ્યાએ ચોટી રાખવામાં આવે છે તે જગ્યા ઉપર મગજની તમામ નસ આવીને મળે છે. તેથી મગજ સ્થિર રહે છે અને માણસને ગુસ્સો નથી આવતો, વિચારવાની શક્તિ વધે છે.

૯. વ્રત રાખવું :

કોઈ પણ પૂજા પાઠ કે તહેવાર હોય છે તો લોકો વ્રત રહે છે. વેજ્ઞાનિક તર્ક – આયુર્વેદ મુજબ વ્રત રાખવાથી પાચન ક્રિયા સારી રહે છે, અને ફળાહાર લેવાથી શરીરનું ડીટોકસીફીકેશન થાય છે, એટલે કે તેમાંથી ખરાબ તત્વ બહાર કાઢે છે. શોધકર્તાઓ મુજબ વ્રત રાખવાથી કેન્સરનો ભય ઓછો થઇ જાય છે. હ્રદય સબંધી રોગો, મધુમેહ વગેરે રોગ પણ તરત નથી થતા.

વધુ વિસ્તારથી સમજવા માટે ક્લિક કરો >>>> સ્વાસ્થ્ય સારું રાખવા માટે કરો ઉપવાસ, જાણો ઉપવાસના વૈજ્ઞાનિક ફાયદા શા માટે કરવો ઉપવાસ

૧૦. ચરણ સ્પર્શ કરવા :

હિંદુ માન્યતા મુજબ જયારે પણ તમે કોઈ મોટાને મળો તો ચરણ સ્પર્શ કરો. આ આપણા બાળકોને પણ શીખવાડીએ છીએ, જેથી તે મોટાનો આદર કરે. વેજ્ઞાનિક તર્ક – મસ્તિકનથી નીકળતી શક્તિ હાથ અને સામેના પગમાંથી થઈને એક ચક્ર પૂરું કરે છે. તેને કોસમિક એનર્જીનો પ્રવાહ કહે છે. તેમાં બે પ્રકારની ઉર્જાનો પ્રવાહ હોય છે, એ મોટાના પગથી થઈને નાનાના હાથ સુધી કે પછી નાનાના હાથથી મોટાના પગ સુધી વહે છે.

વધુ વિસ્તાર થી સમજવા માટે ક્લિક કરો>>>> ચરણસ્પર્શ કરવાના વેજ્ઞાનિક રહસ્ય જાણી લેશો તો કાયમી તમારા બાળકોને તેવી શિખામણ આપશો

૧૧. કેમ લગાવવામાં આવે છે સિંદુર :

લગ્ન કરેલ હિંદુ મહિલાઓ સિંદુર લગાવે છે. વેજ્ઞાનિક તર્ક – સિંદુરમાં હળદર, ચૂનો અને મરકરી હોય છે. આ મિશ્રણ શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે. કેમ કે તેનાથી યોગ ઉત્તેજનાઓ પણ વધે છે, તેથી વિધવા મહિલાઓ માટે સિંદુર લગાવવા ઉપર પ્રતિબંધ છે. તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે.

૧૨. તુલસીના છોડની પૂજા :

તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે. સુખ શાંતિ જળવાઈ રહે છે. વેજ્ઞાનિક તર્ક – તુલસી ઈમ્યુન સીસ્ટમને મજબુત કરે છે. જો તમારા ઘરમાં છોડ હશે, તો તેના પાંદડાનો ઉપયોગ પણ થશે અને તેનાથી બીમારીઓ દુર થાય છે.

૧૩. મહિલાઓ પહેરે છે વિછીયા :

આપણા દેશમાં લગ્ન કરેલ મહિલાઓ વિછીયા પહેરે છે. વેજ્ઞાનિક તર્ક – પગની બીજી આંગળીમાં ચાંદીના વિછીયા પહેરવામાં આવે છે અને તેની નસનું કનેક્શન ગર્ભાશયની સાથે હોય છે. વિછીયા પહેરવાથી ગર્ભાશય સુધી પહોચતા લોહીનો પ્રવાહ યોગ્ય જળવાઈ રહે છે. તેનાથી ગર્ભાશય સ્વસ્થ રહે છે અને માસિક ધર્મ નિયમિત રહે છે. ચાંદી પૃથ્વીમાંથી શક્તિ ગ્રહણ કરે છે અને તેનો સંચાર મહિલાઓના શરીરમાં કરે છે.

વધુ વિસ્તાર થી સમજવા માટે ક્લિક કરો>>>> પગમાં વિંછીયા પહેરવાના આ 5 વૈજ્ઞાનિક કારણ જાણી લો સ્વાસ્થ્ય માટે ની શોધ છે આ ફેશન

૧૪. કેમ વગાડીએ છીએ મંદિરમાં ઘંટ :

હિંદુ માન્યતા મુજબ મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવો શુભ હોય છે. તેનાથી ખરાબ શક્તિઓ દુર ભાગે છે. વેજ્ઞાનિક તર્ક – ઘંટની ઘ્વની આપણા મસ્તિકમાં વિપરીત તરંગોને દુર કરે છે અને તેનાથી પૂજાના લયમાં એકાગ્રતા જળવાઈ રહે છે. ઘંટનો અવાજ ૭ સેકન્ડ સુધી આપણા મગજને ઇકો કરે છે. અને તેનાથી આપણા શરીરના સાત ઉપચારાત્મક કેન્દ્ર ખુલી જાય છે. આપણા મગજમાંથી નકારાત્મક વિચાર ભાગી જાય છે.

૧૫. મહેંદી લગાવવી :

લગ્ન વિવાહ, તહેવારમાં હાથ પગમાં મહેંદી લગાવવામાં આવે છે, જેથી મહિલાઓ સુંદર દેખાય. વેજ્ઞાનિક તર્ક – મહેંદી એક જડીબુટ્ટી છે, જેના લગાવવાથી શરીરનો તણાવ, માથાનો દુ:ખાવો, તાવ વગેરે નથી આવતા. શરીર ઠંડુ રહે છે અને ખાસ કરીને તે નસ ઠંડી રહે છે જેનું કનેક્શન સીધું મગજ સાથે છે. આમ જુવો તો કેટલું કામ હોય, ટેન્શન નથી આવતું.

મંદિર માં અપાતા ચરણામૃત વિષે વાંચવા ક્લિક કરો >>>>  જાણો મંદિર માં આપવા માં આવતા ચરણામૃત થી મનુષ્યો ને થતા દિવ્ય લાભો નું વૈજ્ઞાનિક રહસ્ય

જો હિંદુ પરંપરા સાથે જોડાયેલ વેજ્ઞાનિક તર્ક તમને ખરેખર ગમ્યા હોય તો આ લેખને શેર કરો, જેથી આગળથી કોઈ પણ પરંપરાને ધજાગરા ન કહે. આવા જ સંસ્કૃતિક, મનોરંજન, સ્વાસ્થ્ય વર્ધક રસપ્રદ જાણકારી માટે ગુજ્જુ ફેન ક્લબ ફેસબુક પેજ જોતા રહો.