સાંધા નાં દુખાવા, ગઠીયાના રોગ માટે ખાવા-પીવા માં ધ્યાન રાખવા જેવી બાબતો

ગઠીયા નો રોગ ખુબજ પીડાદાયક બીમારી છે, તે જેને એક વખત થઇ જાય છે તેનો પીછો લાંબો સમય સુધી છોડતી નથી. આ બીમારીમાં શરીરમાં યુરિક એસીડ વધી જાય છે જેના લીધે સાંધામાં દુઃખાવો ઉત્પન થાય છે. ઘણા લોકોને તો ગઠીયા નાનપણથી જ થઇ જાય છે. ઘણા ખાદ્ય પદાર્થો છે જે ખાવાથી ગઠીયા રોગથી થોડે અંશે રાહત મળી શકે છે.

ગઠીયાનું મૂળ કારણ : ગઠીયા નું મૂળ કારણ છે શરીરમાં યુરિક એસીડ નું પ્રમાણ વધી જવું, જેના લીધે સાંધામાં સોજો આવી જાય છે. પીડિત દુખાવાને લીધે ચાલી ફરી પણ નથી શકતા, ત્યાં સુધી કે હલવા ચલવામાં પણ તકલીફ થવા લાગે છે.

સૌથી પહેલા તેની અસર પગના અંગુઠામાં જોવા મળે છે. આ રોગની સૌથી મોટી ઓળખ એ છે કે રાત્રે સાંધાનો દુઃખાવો વધે છે અને સવારે થાકનો અનુભવ થાય છે.

ગઠીયામાં પરેજી જરૂરી હોય છે તેથી તમારે એ જાણવું જરૂરી છે કે શું ખાવું અને શું ન ખાવું.

ગઠીયા માં મૂળ વાળા ફળ શાકભાજી ખુબ લાભદાયક હોય છે, ગાજર, શક્કરીયા અને આદુ સારું રહે છે. તેમાં યુરીન નું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

ગઠીયા થી પીડિત વ્યક્તિને ઘણું બધું પાણી પીવું અને તૈલી પદાર્થોનું સેવન કરવાનું કહેવામાં આવે છે, પણ આલ્કોહોલ અને ઠંડા પીણા નું સેવન ન કરવું જો તમે આલ્કોહોલ અને ઠંડા પીણા નું સેવન કરો છો તો તમારી તકલીફ ખુબ જ વધી શકે છે.

ફ્રેકટોસ વાળી વસ્તુનું સેવન કરવા વાળા ને ગઠીયા થવાની શક્યતા બમણી થાય છે, 2010 માં કરવામાં આવેલ એક શોધ થી તે વાત સામે આવી છે.

આલ્કોહોલ ખાસ કરીને બીયર શરીરમાં યુરિક એસીડ ના લેવલ ને વધારે છે બીજું તો ઠીક શરીરમાંથી બિન જરૂરી તત્વો કાઢવામાં શરીરને અટકાવે છે.

જો તમે ગઠીયા ના રોગથી પીડિત છો તો તમારે તે ખાદ્ય પદાર્થો થી પરેજી રાખવી પડશે, જેમાં વધુ પ્રમાણમાં યુરીન મળી આવે છે, કેમ કે વધુ યુરીન આપણા શરીરમાં વધુ યુરિક એસીડ ઉત્પન કરે છે. શતાવરી, કોબી, પલક, મશરૂમ, ટમેટા, સોયાબીન તેલ જેવા શકભાજી નો ગઠીયા થી પીડિત વ્યક્તિ એ પરેજી રાખવી જોઈએ.

યુરિક એસીડ માટે બીજી પોસ્ટ વાંચવા ક્લિક કરો >>>> આ પોસ્ટ યુરિક એસીડના દર્દીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. રામબાણ ઘરેલું સારવાર

યુરિક એસીડ માટે ત્રીજી પોસ્ટ વાંચવા ક્લિક કરો >>>> જાણો શરીરમાં યુરિક એસિડ વધવાના લક્ષણો અને તેના સરળ અને ઘરેલું ઉપાય

યુરિક એસીડ માટે ચોથી પોસ્ટ વાંચવા ક્લિક કરો >>> આ ચાર ઔષધિઓના મિશ્રણથી યુરિક એસીડ થઇ જશે ગાયબ ક્લિક કરી જાણો ઈલાજ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.