એક ગ્લાસ આ ચમત્કારી પીણાનો અને તમારા શરીર અને સાંધાનો દુઃખાવો ગાયબ

તમારા દૈનિક જીવનમાં સામાન્ય કામકાજ ને આટોપવામાં તમને ઘુટણ, ખભો કે કાંડા માં દુઃખાવો થાય છે શું તમે આ સાંધા ના દુખાવાને લીધે તમારી પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાના આનંદ થી વંચિત છો?
શું તમે દિવસમાં ધણી વખત દુખાવાની દવાના સેવન થી પરેશાન છો?

જો આ પ્રશ્નો નો જવાબ “હા” છે તો નક્કી તમે આ દર્દ થી ખુબ જ દુખી છો અને તેમાંથી છૂટવા માગો છો.
વધતી ઉંમર ની સાથે સાથે સાંધા ના દુખાવા થવાની શક્યતા વધતી જાય છે. શરીર માં હાડકા નબળા પડવા, જરૂરી કસરત અને ભોજન માં જરૂરી પોષક તત્વો નો અભાવ થી સાંધાનો રોગ ઉત્પન થવા લાગે છે અને વધવા લાગે છે.

હમેશા વધતી ઉંમરે અમુક બીમારીઓ થતી હોય છે જેમાં સાંધાનો દુઃખાવો સામાન્ય છે. સાંધાના દુઃખાવા ઘણી રીતે અનુભવી શકાય છે જેમ કે દાદરા ચઢતી વખતે કે કોઈ ભારે કામ કરતા સમયે. પહેલા સાંધાના દુખાવાથી ઘરડા લોકો પીડાતા હતા પણ હવે તો આ યુવાન મહિલાઓ અને પુરુષોમાં પણ થવા લાગ્યો છે.

સાંધા ના દુઃખાવો શરીરનો એક એવો દુઃખાવો છે જેનું વર્ણન કરવું મુશ્કેલ હોય છે કેમ કે જેને આ દુઃખાવો થાય છે તેને જ ખબર પડે છે. આ ખુબ જ ભયંકર દુઃખાવો હોય છે જેનાથી માણસના સ્વભાવમાં પણ ચિડીયાપણું આવી જાય છે.

સાંધાનો દુઃખાવો કોઈપણ કારણે થઇ શકે છે જેમ કે વધતી ઉંમર, સાંધામાં તૈલી પદાર્થની ઉણપ તથા કોઈ પ્રકારનો ઘાવ. આજે અમે માત્ર આયુર્વેદમાં તમારા માટે એક એવો નુસ્ખો લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી તમને સાંધાનો દુઃખાવો સમજો કે ગાયબ થઇ જશે.

સામગ્રી :

*5-6 ગાજર

*1/2 ચમચી કાળા મરી

* 2 cm તાજા આદુના ટુકડા

* 1/2 ચમચી હળદર

રીત :

ગાજરને સારી રીતે સાફ કરી લેવાના છે. ત્યાર પછી આદુ હળદર અને કાળા મરીનો પાવડર બનાવવો અને તે બધાને એક સાથે બ્લેન્ડરમાં નાખીને દળી લેવાનું છે જ્યાં સુધી તે સારી રીતે મિક્ષ થઇ જાય સંપૂર્ણ મિશ્રણ બની જાય પછી રોજ ત્રણ વખત 50 થી 60 મી. લી. સેવન કરવાનું છે. પણ તે વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણનું સેવન ભોજન કરતા પહેલા અડધો કલાક પહેલા કરવો. જો કોઈ મિશ્રણ વધુ ઘાટું થઇ જાય તો તમે તેમાં જરૂર મુજબ પાણી ભેળવી શકો છો. તમને તરત ફરક જોવા મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.