સાંધાના દુખાવાથી રાહત આપી શકે છે આ 6 પ્રકારનાં આયુર્વેદિક તેલ જાણો નામ ને ઉપયોગ રીત

આજકાલ સાંધાના દુખાવા અને ગોઠણના દુખાવાની સમસ્યા ઝડપથી વધતી જોવા મળે છે. પણ સારી વાત એ છે કે આ થોડા આયુર્વેદિક તેલથી માલીશ કરીને આ સમસ્યાનો સામનો કરી શકાય છે.

સાંધાના દુખાવા માટે આયુર્વેદિક તેલ

આયુર્વેદિક પૂર્ણતાવાદી ઉપચાર વિજ્ઞાન છે બધા લોકો માટે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવાની તમામ યોજનાને જોડવામાં આવે છે. આયુર્વેદ ઉત્પતી હજારો વર્ષ પહેલ થયેલ. આયુર્વેદ વર્તમાન વિજ્ઞાન જગતમાં સમાન રીતે જ પ્રાસંગિક છે. આયુર્વેદ માલીશ ઘણા શારીરિક પીડાને દુર કરે છે. તો આવો જાણો કે દુખાવાથી રાહત અપવનારા આયુર્વેદિક તેલ વિષે.

૧. ધનવંતરાય તેલમ

એક આયુર્વેદિક તેલ છે જે કોઈ વ્યક્તિના શરીરના વધારાની વાતને કારણે થતા સાંધાના દુખાવાનો ઈલાજ કરવા માટે બનાવવામાં આવેલ છે. આ તેલથી માલીશ કરવાથી રૂમેટી, આસ્ટીયો ગઠીયા, સપોડીલોસીસ, માથાનો દુખાવો અને ન્યુતો મ્સ્ક્યુલર દર્દને દુર કરી શકાય છે. તેલ ઘણી જડીબુટ્ટી જેવી કે બાળમુલા, યવા, કોલા એંડ કુલથા ના સંયોજનથી તૈયાર કરવામાં આવેલ છે. અને રોજ ઉપયોગ કરી શકાય છે.

૨. કોટ્ટમ ચુક્કડી તેલમ

આ તેલને શરીરમાં વધુ પ્રમાણમાં વાતને કારણે ઉભા થયેલ રોગોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. તે મોટા ભાગે સાંધાના દુખાવા અને સોજા થી રાહત આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કટીસ્નાયુશુલ (સાઈટીકા) થી પીડિત લોકો (પીઠની નીચેના ભાગમાં દુખાવો), ગઠીયા અને સપોડીલોસીસ માટે આ તેલ ઘણું જ ઉપયોગી છે. તેને આદુ, વસંબુ, લસણ, સરગવા, સરસીયું, તલનું તેલ, દહીં અને આંબલીનો રસ વગેરે વસ્તુમાંથી બનાવવામાં આવે છે.

૩. પેંદા તેલમ

એક ઠંડુ તેલ છે અને સામાન્ય રીતે આમવાતી વિકારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ તેલ સાંધાના દુખાવો અને સોજા માંથી રાહત અપાવવામાં ખુબ જ અસરકારક હોય છે. તે સામાન્ય રીતે તે લોકો માટે બનેલ છે જેના શરીરમાં પિત્ત વધુ બને છે. આ તેલ ગઠીયા અને રૂમેટી ગઠીયા જેવા રોગની અસરને ઓછી કરીને હાડકાના ક્ષરણને ઓછા કરવામાં મદદ કરે છે.

૪. વાલિયા નારાયણ તેલમ

વિલ્વા, અશ્વગંધા, બૃહતી એંડ સીસમ સીડ ઓઈલ માંથી બનેલ તેલ ગઠીયાને કારણે થતા સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. શરીરમાં વાત અને પિત્ત ના સ્તરને સંતુલન ના હેતુ થી બનાવવામાં આવેલ વાલિયા નારાયણ તેલન આંખો અને તંત્રિકા તંત્ર સાથે જોડાયેલ વિકારોના ઉપચારમાં પણ ઉપયોગી છે.

૫. કપૂરનું તેલ

કપૂરમાંથી તૈયાર તેલથી શરીરનો રક્ત સંચાર સારો રહે છે. શરીરના કોઈપણ અંગમાં દુખાવો હોય તો આ તેલથી મસાજ કરવાથી દુખાવાથી રાહત મેળવી શકાય છે. ગઠીયાના રોગીઓ માટે કપૂરના તેલથી મસાજ કરવું ઘણું ફાયદાકારક રહે છે.

૬. એરંડિયાનું તેલ

એરંડિયાના તેલનું માલીશ કરવું ગઠીયાના દુખાવામાં ઘણો ફાયદાકારક હોય છે. ગંભીર દુખાવો થવા ઉપર એરંડિયાના તેલથી માલીશ કરવાથી દુખાવામાં રાહત મળવા સાથે સાથે સોજો પણ ઓછો થઇ જાય છે. તેને અઠવાડિયામાં એક થી બે વખત ઉપયોગ કરી શકાય છે.