સનેડો ભૈ…..સનેડો લાલ લાલ સનેડો, હમજીને હાંભળજો લાલ લાલ સનેડો – મણિરાજ બારોટ

 

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ ભાતિગળ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણિરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો.

ગુજરાતની જનતા વરઘોડો, ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે. ગુજરાતી લોકો ઉપરાંત ગુજરાત બહાર પણ સનેડો પ્રખ્યાત થયો છે.

સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો

હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,

હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

અલ્યા લાલી કરી પાઉડર કરી

સોડી બજારમાં જાય

ભલે ભાઈ ભાઈ ભલે

આડાઅવળાં ફાંફાં મારતી

હે કોઈને ઘાયલ કરતી જાય….લાલ સનેડો

હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,

હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

 

કાચી કરે આંખે લટકે

પાકી લોકો ખાય

પરણેલા બધા મોજું કરે

હે અલ્યા વાંઢા બગાહા ખાય…લાલ સનેડો

હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,

હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

 

હાંજ પડે ને દી આથમે

ભેંસો ખીલે બંધાય

વાંઢા મારા જુવાનિયા મેળામાં મોજું કરે

હે અલ્યા પરણેલા પસ્તાય….લાલ સનેડો

હમજીને હાંભળજો લાલ લાલ સનેડો,

હમજી હકાય તો હમજજો લાલ સનેડો…

મણિરાજ બારોટ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળવતની હતા. તેઓ ગુજરાતના જાણિતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડા નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે.

૪૨ વર્ષની વયે નવરાત્રીની આઠમને શનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬ના રોજ રાજકોટ પાસેના એક રિસોર્ટમાં હ્દયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું હતું.

વિડીયો 


Posted

in

by