સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

વિકાસ ડૂબે સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો હતો મોટો ફેન, લોકો તેને ‘પંડિત જી’ નામથી ઓળખતા હતા

વિકાસ દુબેએ 10 વખત કરતા વધારે જોઈ હતી અર્જુન પંડિત, પોતાને પંડિત તરીકે ઓળખાવાનું ગમતું હતું

કાનપુરમાં આઠ પોલીસ જવાનોની હત્યા કરનાર ગેંગસ્ટર વિકાસ દુબે આજે સવારે 10 જુલાઈના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. આજે યુપી એસટીએફની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર કાનપુર લઇને જઈ રહી હતી. તે શહેરથી 17 કી.મિ. પહેલા જ સવારે 6.30 વાગ્યે કાફલાની એક કાર પલટી ગઈ. ત્યાર બાદ તેણે ભાગી જવાનો પ્રયાસ કરતા પોલીસકર્મીઓને ગોળી મારી દીધી હતી અને જવાબમાં વળતી કાર્યવાહીમાં તે ગોળીબારમાં માર્યો ગયો. હવે તેના મૃત્યુ સાથે જ તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો બહાર આવી રહી છે. સમાચાર અનુસાર, વિકાસ દુબે અભિનેતા સન્ની દેઓલની 1999 ની સુપરહિટ ફિલ્મ ‘અર્જુન પંડિત’ થી ખૂબ પ્રભાવિત થયા હતા.

અર્જુન પંડિતના પ્રશંસક હતા વિકાસ દુબે

વિકાસને ‘અર્જુન પંડિત’ ફિલ્મ ખુબ પસંદ હતી અને આ ફિલ્મની તેની ઉપર ઊંડી અસર હતી. આ કારણોસર જ તેને રાજકીય અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ‘પંડિતજી’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. એક અહેવાલ મુજબ, તેણે અર્જુન પંડિત ફિલ્મ 10 થી વધુ વખત જોઈ હતી. તેને પોતાને પણ ફિલ્મના પાત્રની જેમ પંડિત તરીકે ઓળખાવું ગમતું હતું. ત્યાં સુધી કે તે લોકોની સામે પોતાને પંડિત તરીકે રજૂ કરતો હતો.

અર્જુન પંડિત ફિલ્મનું એક દ્રશ્ય

નોંધપાત્ર વાત એ છે કે સની દેઓલની આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં સની દેઓલ એક ખૂબ જ શક્તિશાળી પાત્રમાં જોવા મળ્યો હતો. જે પ્રેમમાં છેતરાયા પછી ગેંગસ્ટર બની જાય છે. વિકાસ કદાચ આ તસવીરમાં પોતાને જોતો હતો. આ જ કારણ હતું કે જ્યારે વિકાસ પીડિતોને બોલાવતા, ત્યારે તે પોતાને પંડિત તરીકે પરિચય આપતા.

ઉજ્જૈનમાં થયેલી ધરપકડ અને યુપીમાં એન્કાઉન્ટર

જણાવી દઈએ કે વિકાસ દુબેએ કાનપુરના બીકરુ ગામમાં સીઓ સહિત આઠ પોલીસ જવાનોની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના માથા ઉપર 25 લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓની હત્યા કર્યા પછી ભાગી ગયેલા વિકાસ દુબેની 9 જુલાઈએ ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી એસટીએફની એક ટીમ તેને ઉજ્જૈનથી કાનપુર લઇ જઈ રહી હતી, જ્યાં શહેરથી આશરે 17 કિમી દૂર ગાડી પલટી ગઈ હતી.

ગાડી ઉથલી પડ્યા બાદ વિકાસ દુબેએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો અને આ કારણે તેણે પોલીસકર્મીઓ પાસેથી હથિયારો છીનવીને ભાગી જવાનો પર્યન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. તેને છાતીમાં એક અને કમરમાં એક ગોળી લાગી. ઉજ્જૈનમાંથી ધરપકડ કરાયેલા વિકાસ દુબેની તાલીમ કેન્દ્રમાં બે કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી મધ્યપ્રદેશ પોલીસે યુપી એસટીએફના હવાલે કર્યો હતો.

આ ઘટનામાં કેટલાક પોલીસ જવાન પણ ઘાયલ થઇ ગયા. આ બનાવમાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારી નવાબગંજ રમાકાંત પચૌરીએ જણાવ્યું હતું કે વિકાસે તેની પિસ્તોલ છીનવીને નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. હોસ્પિટલ માંથી વિકાસ દુબેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે. તેના પરિવારના કોઈ પણ સભ્યએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. જણાવી દઈએ કે વિકાસ દુબેની નજીક ગણાતા પ્રભાત મિશ્રા અને અમર દુબે પણ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.