માતા બન્યા પછી 20 કિલો વધી ગયું હતું સાનિયા મિર્ઝાનું વજન, લેટેસ્ટ ફોટોમાં દેખાઈ ફિટ અને ગ્લેમરસ

સાનિયા મિર્ઝા ભારતની એક સ્ટાર પ્લેયર છે. તેમનું નામ આંતરાષ્ટ્રીય સ્તર પર પણ ખુબ ઉંચુ છે. સાનિયા એક શાનદાર પ્લેયર હોવાની સાથે જ ખુબ સુંદર મહિલા પણ છે. તે પોતાની રમત અને સ્ટાઇલિંસ લૂકને લઈને ઘણી ઓળખાય છે. તે ભારતની સાથે સાથે પાકિસ્તાનની પણ પસંદગીની સ્ટાર છે. જણાવી દઈએ કે સાનિયાનો જન્મ 15 નવેમ્બર 1986 ના રોજ મુંબઈમાં થયો હતો. તે ટેનિસ પ્લેયર હોવાની સાથે સાથે શ્રેષ્ઠ સ્વિમર પણ છે. એટલું જ નહિ તે તેલંગાના રાજ્યની બ્રાન્ડએમ્બેસેડર પણ છે.

સાનિયા મિર્ઝાનું નામ ભારતના તે ખિલાડીઓમાં આવે છે જે સ્ટાઇલિસ હોવાની સાથે સાથે ખુબ સુંદર અને ફેમસ પણ હોય. સાનિયાએ શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે, જે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પ્રખ્યાત ખિલાડી છે. સાનિયા અને શોએબનો એક દીકરો પણ છે જેનું નામ તેમણે ઇજહાર મલિક રાખ્યું છે. થોડા સમય પહેલા સાનિયાએ પોતાના દીકરા ઇજહારનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, જેના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા હતા.

ફરી શેપમાં આવી ગઈ સાનિયા :

ગર્ભવતી થવાના કારણે સાનિયા મિર્ઝાનું વજન ખુબ વધી ગયું હતું, અને તે ઘણા સમયથી ટેનિસ કોર્ટથી પણ દૂર હતી. પરંતુ આના કારણે તેમની લોકપ્રિયતા પર કોઈ અસર પડી નથી. તમને જાણીને નવાઈ લાગશે કે, પ્રેગ્નેન્સી દરમિયાન સાનિયાનું વજન 20 કિલો વધી ગયું હતું. પરંતુ હવે તે ફરી એક વખત પોતાના શેપમાં આવી ગઈ છે. પોતાને ફેટ કરવા માટે સાનિયાએ કેટલાક મહિના સુધી કામમાં બ્રેક લીધો હતો. હવે તે ફિટ થયા પછી એક વખત ફરીથી ફિલ્ડ પર આવી ગઈ છે, અને જોરદાર પ્રદર્શન કરી રહી છે.

20 કિલો વધ્યું હતું વજન :

દીકરા ઇજહારને જન્મ આપ્યા પછી સાનિયાનું 20 કિલો વજન વધી ગયું હતું. પ્રેગ્નેન્સીમાં મહિલાનું વજન વધવું સ્વાભાવિક વાત છે. પરંતુ તે દરમિયાન વધેલ વજનને ઓછું કરવું પોતામાં જ એક ચેલેંજ હોય છે. એવામાં આ ચેલેંજોનો સ્વીકાર કરવો અને ફરી તે જ શેપમાં આવવું હકીકતમાં ખુબ પ્રશંસનીય છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાનિયાએ જણાવ્યું હતું કે, “મારી વજન ઓછું કરવાની યાત્રા ખુબ કઠિન હતી. સામાન્ય લોકોએ આ સમજી લેવું જોઈએ કે, સેલેબ્રીટી સરળતાથી વજન ઓછું કરતા નથી, પણ તેના માટે સખત પરિશ્રમ કરવો પડી શકે છે.”

સાનિયાએ જણાવ્યું કે, વજન ઓછું કરવા માટે દરરોજ 4 કલાક વર્ક આઉટ કરતી હતી. જેમાં 100 મિનિટ કાર્ડિયો થતો હતો. થોડા સમય પહેલા સાનિયાની બહેન અનમ મિર્ઝાના લગ્ન થયા છે. આ દરમિયાન સાનિયા વજન ઓછું કર્યા પછી પહેલાની જેમ સુંદર દેખાઈ હતી.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.