સાનિયા મિર્ઝાની બહેન બની અજહરુદીનની વહુ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા લગ્નના ફોટા

સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ હાલમાં જ ભારતીય ક્રિકેટના પૂર્વ ખેલાડી મોહમ્મદ અજહરુદ્દીનના દીકરા મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કરી લીધા છે. ૧૧ ડીસેમ્બરના રોજ અનમ અને અસદ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દુલ્હનના શણગારમાં અનમની સુંદરતા ઘણી વધી ગઈ. અનમના આ બીજા લગ્ન છે. થોડા વર્ષ પહેલા અનમના લગ્ન હૈદરાબાદના એક બિઝનેસમેન સાથે થયા હતા, પરંતુ થોડા સમય પછી જ તેમના છૂટાછેડા થઇ ગયા હતા.

ઘણા સમય સુધી એક બીજાને ડેટ કર્યા પછી અનમ અને અસદે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ભલે બન્ને જાહેરમાં પોતાના પ્રેમનો સ્વીકાર ન કરતા હોય પરંતુ બંને હંમેશા સાથે પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા રહેતા હતા. જે તેના સંબંધો દર્શાવતા હતા. બંને ઘણી વખત ઈવેંટ કે પછી લંચ-ડીનર પાર્ટી ઉપર સાથે જોવા મળતા હતા. જેથી લોકો તેમના રીલેશનશીપમાં હોવાનો અંદાઝ લગાવતા હતા. તેવામાં બંનેના લગ્નએ તમામ અફવાઓને સાચી સાબિત કરી દીધી છે.

ફેશન ડિઝાઈનર છે અનમ :

સાનિયાની જેમ તેની નાની બહેન અનમ પણ દેખાવમાં સુંદર અને સ્ટાઈલિશ છે. અનમ ધંધાથી એક ફેશન ડિઝાઈનર છે અને તે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી ચુકી છે. ઘણી જ નાની ઉંમરમાં તે દેશ વિદેશમાં ખ્યાતી મેળવી રહી છે. પોતાના લગ્ન ઉપર અનમ ઘણી સુંદર જોવા મળી. ૧૨ ડીસેમ્બરના રોજ અનમે પોતાના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યા, આમ તો થોડા સમયથી તે સતત લગ્નની તૈયારીને લઈને પોસ્ટ કરી રહી હતી.

અનમે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કપલ ફોટા શેયર કરતા કેપ્શન આપ્યું, “Mr and Mrs #alhamdulillahforeverything #AbBasAnamHi”. ફોટામાં તમે જોશો તો અનમે પારંપરિક લૈવેંડર આઉટફીટમાં પ્લમ કલરના ડ્રેસમાં ઘૂમટો ઓઢેલો છે. બ્રાઈડલ લુકને કંપ્લીટ કરવા માટે તેણે ચોકર, ચૂડિયા, ઝૂમખાં, સિંદુરનો ટીકો અને નથ લગાવેલી છે, આ આખા લુકમાં અનમ ઘણી સુંદર દેખાઈ રહી છે.

ગોવા તરફથી રમે છે અસદ :

અસદ અજહરુદ્દીન રણજી ટ્રોફીમાં ગોવા તરફથી રમે છે. તેનું સપનું પોતાના પિતાની જેમ એક મહાન ક્રિકેટર બનવાનું છે. અસદ મોહમ્મદ અજહરુદ્દીન અને પહેલી પત્ની નુરીનના દીકરા છે. નુરીનથી તેને એક બીજો દીકરો હતો જેનું નામ અયઝૂદ્દીન હતું પરંતુ તેનું મૃત્યુ રોડ અકસ્માતમાં થઇ ગયું હતું.

તમને જાણીને ઘણું દુઃખ થશે કે, દીકરાના જન્મ દિવસ ઉપર મોહમ્મદ અજહરુદ્દીને જે બાઈક તેને ભેંટમાં આપી હતી તે બાઈકથી તે રોડ અકસ્માતનો ભોગ બની ગયા હતા. અજહરુદ્દીન અને નુરીનના લગ્ન વર્ષ ૧૯૮૭ માં થયા હતા. આમ તો તેનો આ સંબંધ વધુ સમય સુધી ન ચાલ્યો અને નુરીનને છૂટાછેડા આપીને તેમણે વર્ષ ૧૯૯૬ માં બોલીવુડ હિરોઈન સંગીતા બિજલાની સાથે લગ્ન કરી લીધા. આમ તો તેના પણ વર્ષ ૨૦૧૦ માં છૂટાછેડા થઇ ગયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.