શનિવારની સવારે જ ઘરની બહાર કરી દો આ બધા સમાન, શનિદેવની કૃપાથી થશે બધા કષ્ટોનો નાશ

હિંદુ ધર્મ માનવાવાળા માટે શનિવારનો દિવસ ઘણો વિશેષ હોય છે. આ દિવસે બે દેવતાઓની પૂજા એક સાથે જ કરવામાં આવે છે. શનિવારના દિવસ વિષે ઘણી બધી લોકમાન્યતાઓ છે. ઘણી માન્યતાઓ પ્રાચીનકાળથી ચાલી આવે છે. ઘણા લોકો આ માન્યતાઓને આંખ બંધ કરીને માની લે છે. લોકોને એ વાતનો ડર રહે છે કે કોઈ ભૂલ થવા ઉપર શનિદેવના કોપના ભાગીદાર બનવું પડશે.

દરેક લોકો એ વાતને સરળતાથી માની લે છે, જેનો સંબંધ શનિવાર અને શનિદેવ સાથે હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘર ઉપર શનિદેવની કૃપા હોવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. પરંતુ જો ઘરમાં શનિદેવનો વાસ થઇ જાય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વડીલોનું માનવું છે કે ઘરના ભંગાર ઉપર શનિદેવનું અધિપત્ય સ્થાપિત હોય છે, એટલા માટે શનિવારના દિવસે ભંગાર ઘરમાંથી બહાર કરી દેવામાં જ ભલાઈ હોય છે.

શનિવારના દિવસે ભંગારને ઘરમાંથી દુર કરી દો :

જ્યોતિષ શાસ્ત્ર ઉપર આધારિત હિંદુ ધર્મગ્રંથ જાતક પારિજાતમાં એવું કહેવામાં આવ્યું છે કે શનિવારના દિવસે જો તમે તમારા ઘરનો ભંગાર વેચી દો છો તો તનાવ, કલેશ અને અસ્વસ્થતા દુર થઇ જાય છે. શનિદેવ ભંગાર, નકામો પડેલો સામાન અને તમામ જૂની વસ્તુઓના કારક ગ્રહ છે. જે લોકોની કુંડળીમાં શનીગ્રહની પીડાના યોગ ચાલી રહ્યા હોય, તેમણે પોતાના ઘરમાંથી શનિવારના દિવસે ભંગારને જરૂર બહાર કરી દેવો જોઈએ.

વાદળી અને ભૂરા કપડા સફાઈ કરવાવાળાને કરો દાન :

શનિવારના દિવસે સવારે જુના તમામ કપડા, જુના સ્ટીલના વાસણ અને જુના લાકડાના ફર્નીચર દાન કરવાથી તમારા જીવનની તમામ અડચણો દુર થઇ જાય છે. શનિવારના દિવસે સાંજના સમયે બંધ પડી ગયેલી ઘડિયાળો, કાટ લાગેલા લોખંડનો સામાન, વાદળી અને ભૂરા રંગના કપડા કોઈ સફાઈ કરવાવાળાને દાનમાં આપી દેવા જોઈએ. એમ કરવાથી તંત્ર-મંત્ર માંથી છુટકારો મળે છે.

શનિવારના દિવસે આ વાતોનું ધ્યાન રાખો :

સવારે આખા ઘરની સફાઈ કરો. તે વાતનું ધ્યાન રાખો કે ઘરનો કોઈ ખૂણો બાકી ન રહેવો જોઈએ.

ઘરના ધાબા ઉપર પડેલા ભંગાર અને નકામી વસ્તુને બહાર દુર કરી દો.

વીજળીના બગડી ગયેલા સાધનોને રીપેર કરવી દો અથવા તો ભંગારમાં વેચી દો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.