સંજય દત્તના દીકરાએ નામ રોશન કર્યું, લોકો આપી રહ્યા છે શુભેચ્છા, માન્યતાએ લખ્યું “માઈ બોય”

બોલીવુડના મુન્નાભાઈ એટલે સંજય દત્ત હાલના દિવસોમાં ફરી ચર્ચામાં રહે છે. સંજય દત્ત બોલીવુડના એવા કલાકાર છે, જે વધુ દિવસો સુધી મીડિયા લાઈમલાઈટથી બહાર નથી રહી શકતા. હાલના દિવસોમાં તે પોતાના દીકરા માટે ફરીથી સૌની સામે આવી ગયા છે. બોલીવુડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે. જે ફિલ્મી દુનિયામાં એક્ટીવ ન હોવા છતાં પણ ચર્ચામાં જળવાઈ રહે છે.

તેવામાં સૈફ અલી ખાનના દીકરા તૈમુર, અભિષેક બચ્ચનની દીકરી, અજય દેવગનના દીકરા, શાહરૂખ ખાનના દીકરા વગેરે જોડાયેલા છે. હવે આ લીસ્ટમાં સંજય દત્તના દીકરાનું નામ પણ જોડાઈ ગયું છે. આવો જાણીએ તેમણે એવું શું કામ કર્યું છે? જેના કારણે તે હાલમાં ચર્ચામાં આવી છે.

સંજય દત્તના દીકરાનું નામ શહરાન છે. હાલમાં સંજયે શહરાનનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં શહરાન કરાટે શીખતો જોવા મળી રહ્યો છે. સંજયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં શહરાન કરાટે યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતા સંજયે લખ્યું કે ઘણા દિવસોના અભ્યાસ પછી તેણે સફળતા પૂર્વક સ્પિલટ કરી લીધો છે. મારા લીટીલ કરાટે કીડ. જે ફોટો સંજયે શેર કર્યો છે, તેમાં શહરાન ફૂલ સ્પિલટ કરતા જોવા મળી રહ્યા છે.

આ ફોટા ઉપર ઘણા લોકોની કમેન્ટ આવી રહી છે. શહરાનની દરેક પ્રસંશા કરી રહ્યા છે. આ ફોટામાં સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પણ કમેન્ટ કરી છે. માન્યતાએ લખ્યું ‘માંઈ બોય’. સમજ્ય દત્તનો એ ફોટો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થઇ રહ્યો છે. બધા તેની પ્રસંશા કરી રહ્યા છે.

સંજય દત્ત પણ પોતાના દીકરાના આ ફોટા ઉપર ઘણો ગર્વ કરી કરી રહ્યા છે. હાલના દિવસોમાં સ્ટાર કીડ અલગ અલગ કારસ્તાન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ શાહરૂખ ખાનના દીકરાએ એક રેસ જીતી હતી. તે ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો હતો.

શાહરૂખ પોતાના દીકરાને રેસમાં જીતવાને કારણે જ ગોલ્ડ મેડલ કહીને બોલાવી રહ્યા છે. શાહરૂખે પોતાના દીકરા સાથે ફોટો પડાવ્યો હતો. તે ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી શેર કર્યો હતો. તો હવે સંજય દત્તના દીકરાએ પોતાના માતા પિતાનું નામ ઉજ્વળ કર્યું છે. તે ઉપરાંત સૈફના દીકરા તૈમુરે પણ સૈફ અને કરીનાનું નામ ઉજ્વળ કરી ચુક્યા છે. ગયા વર્ષે તૈમુરે પણ એક રેસમાં ભાગ લીધો હતો. તેને પણ મેડલ મળ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંજય દત્ત હાલના દિવસોમાં પોતાની અગામી ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મનું નામ સડક ૨ છે. આ ફિલ્મનું નિર્દેશન મહેશ ભટ્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં મહેશ ભટ્ટની બંને દીકરી પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ છે. આ ફિલ્મ આવતા ચોમાસામાં રીલીઝ થવાની છે. રીલીઝ ડેટ ફિક્સ થઇ ચુકી છે. ૧૦ જુલાઈના રોજ આ ફિલ્મ મોટા પડદા ઉપર ઉતારશે. આ ફિલ્મ ઉપરાંત સંજય દત્ત પાસે એક બીજી ફિલ્મ છે. સંજય શમશેરા માં પણ જોવા મળશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.