અસલ જીવનમાં પણ ઘણી ગ્લેમરસ છે સંજય દત્તની પત્ની માન્યતા, જુઓ ફોટા.

બોલ્ડનેસમાં આજની બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે મુન્ના ભાઈની પત્ની, જોતાં જ રહી જશો તેમના ફોટાઓ.

સંજય દત્ત અને માન્યતા દત્તની જોડી બોલીવુડની પ્રખ્યાત જોડીઓમાંથી એક છે. માન્યતા દત્ત ભલે ફિલ્મોમાં જોવા નથી મળતી, પણ ગ્લેમર વર્લ્ડ સાથે આજે પણ સંબંધ જરૂર રાખે છે. તે પોતાની ફેશન સેંસ અને વેસ્ટર્ન આઉટફિટથી એકદમ શાંતિથી લોકોનું દિલ જીતી લે છે. માન્યતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આ વાતનો પુરાવો છે. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તે ખુબ એક્ટિવ રહે છે અને ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવતી દેખાય છે.

ફેમિલી ફોટાઓ સિવાય સોલો ફોટાઓમાં તે અલગ-અલગ આઉટફિટ્સમાં જલવો દેખાડે છે અને જોરદાર પોઝ આપતી દેખાઈ આવે છે. અને ફેન્સ પણ તેમના વખાણ કરતા થાકતા નથી.

અલગ અલગ ફોટાઓમાં તે અલગ અંદાજ અને અલગ પોઝ આપતા દેખાય છે. લીલા આઉટફિટમાં તમે માન્યતા દત્તને ક્યારેય જોઈ નહીં હોય. સ્લીવલેસ લોંગ ગાઉનમાં માન્યતા ઘણી એટ્રેક્ટિવ દેખાઈ રહી છે. આ દરમિયાન તે રિલેક્ષ મૂડમાં પોઝ આપતા દેખાઈ રહી છે.

માન્યતા દત્તની ખાસ વાત એ છે કે, કોઈ પણ રંગ તેમના પર સારો લાગે છે. માન્યતા પોતાના પરિવાર સાથેના ફોટાઓ પણ શેર કરતી રહે છે. ક્યારે આઉટિંગ પર જતાં તો ક્યારે ખાસ કાર્યક્રમ પર માન્યતા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા ફોટાઓ શેર કરતી રહે છે.

માન્યતા ફક્ત મોર્ડન કપડાંમાં જ પોતાની અદાઓના જલવા વિખેરતી નથી, પણ તે પારંપરિક કપડામાં પણ પોતાનો ગ્લેમરસ અંદાજ રજુ કરે છે. અને ફેન્સ દ્વારા તેને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. સૂટ, સાડી કે પછી કોઈ પણ પારંપરિક કપડાં હોય દરેકમાં માન્યતા ઘણી સુંદર દેખાય છે. તેમના ફોટાઓમાં કપડાના રંગની પણ ઘણી વેરાયટી દેખાય છે, જેનાથી ખબર પડે છે કે, તે દરેક રંગના કપડાં પહેરવાનું પસંદ કરે છે.

સોશિયલ મીડિયાની વાત કરીએ તો તે તેના પર ખૂબ એક્ટિવ રહે છે. અને તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સની વાત કરીએ તો તેમના 2 મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે. સોશિયલ મીડિયા પર તે ફક્ત પોતાના જ નહીં પણ બાળકો અને પતિ સંજયદત્ત સાથેના ફોટાઓ પણ શેર કરતી રહે છે, અને લોકોને તે ફોટાઓ પણ ખૂબ પસંદ આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.