મજેદાર જોક્સ : સંજુ પોતાના પિતાને : શર્માજીનો છોકરો બાપ બની ગયો, પિતા : તો? સંજુ : બાળપણમાં…

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

પતિ : તું દરેક વાત પર હંમેશા મારું-મારું કહે છે,

એની જગ્યાએ તારે આપણું કહેવું જોઈએ.

બીજા દિવસે પત્ની કબાટમાં કંઈક શોધી રહી હતી.

પતિ : શું શોધી રહી છે?

પત્ની : આપણો ચણીયો.

જોક્સ 2 :

પતિએ પત્નીને કહ્યું ગયા મહિનાનો હિસાબ આપ.

પત્નીએ હિસાબ લખવાનો શરુ કર્યો, અને વચ્ચે વચ્ચે લખવા લાગી ‘ભ. જા. ક. ગ.’

800 ભ. જા. ક. ગ.

2000 ભ. જા. ક. ગ.

500 ભ. જા. ક. ગ.

પતિએ પૂછ્યું આ ભ. જા. ક. ગ. શું છે?

પત્ની : ભગવાન જાણે ક્યાં ગયા.

જોક્સ 3 :

ટીચર : 15 ફળોના નામ જણાવ?

પપ્પુ : જમરૂખ.

ટીચર : શાબાશ.

પપ્પુ : કેરી.

ટીચર : ગુડ.

પપ્પુ : સફરજન.

ટીચર : વેરી ગુડ, ફટાફટ બીજા 12 ફળોના નામ બોલી જા.

પપ્પુ : એક ડર્ઝન કેળા.

જોક્સ 4 :

માં સુષ્માને : દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દે.

થોડીવાર પછી સુષ્માને પાસે આવતી જોઈને માં એ પૂછ્યું,

દીકરી, રસોડાનો લેમ્પ સળગાવી દીધો?

સુષ્મા : હા માં, તમે જયારે કહ્યું ત્યારે જ મેં લેમ્પ ચૂલામાં નાખી દીધો,

અત્યાર સુધીમાં તો આખો સળગી ગયો હશે.

જોક્સ 5 :

એક છોકરી પોતાના પિતાના ઘરે હોય છે ત્યારે “રાણી” બનીને રહે છે.

પહેલી વાર સાસરે જાય છે ત્યારે “લક્ષ્મી” બનીને જાય છે.

અને સાસરીમાં કામ કરતા કરતા “બાઈ” બની જાય છે.

આ રીતે છોકરીઓ “રાણી લક્ષ્મી બાઈ” બની જાય છે.

પછી તે પોતાના પતિને અંગ્રેજ સમજીને તલવાર વગર જ એટલો પરેશાન કરી દે છે કે,

બિચારો પતિ અંગ્રેજ ન હોવા છતાં પણ “ઈંગ્લીશ” પીવાનું શરૂ કરી દે છે.

જોક્સ 6 :

સંજુ પોતાના પિતાને : શર્માજીનો છોકરો બાપ બની ગયો.

પિતા : તો?

સંજુ : બાળપણમાં જયારે પણ તે પહેલો નંબર લાવતો, ત્યારે તમે કહેતા કે તેનો જેવો બન.

તો આજે નહિ કહો?

પિતા : નાલાયક ભાગ અહીંથી.

જોક્સ 7 :

પપ્પા નાસ્તો કરી રહ્યા હતા એટલામાં ઘરનો ફોન વાગ્યો,

પપ્પા : મારી ઓફિસમાંથી હશે, પૂછે તો કહેજે હું ઘરે નથી.

દીકરી (ફોન ઊંચકીને) : પપ્પા ઘરે જ છે.

પપ્પા : અરે મેં કહ્યું હતું કે, ના પાડી દેજે પછી આવું કેમ કર્યું.

દીકરી : અરે ફોન મારા માટે હતો.

પપ્પા બેભાન.

જોક્સ 8 :

છોકરો છોકરીને પોતાની કારમાં બેસાડીને લઇ જઈ રહ્યો હતો,

છોકરી : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?

છોકરો : લોન્ગ ડ્રાઈવ પર.

છોકરી : અરે, પહેલા કેમ ન કહ્યું?

છોકરો : મને પોતાને અત્યારે ખબર પડી.

છોકરી : એ કઈ રીતે?

છોકરો : ગાડીની બ્રેક નથી લાગી રહી.

જોક્સ 9 :

છોકરી : સુઈ ગયો મારો શોના?

છોકરો : હા.

છોકરી : તો પછી રીપ્લાય કઈ રીતે કર્યો શોનાએ?

હું શોનાનો બાપ બોલી રહ્યો છું. વહુરાણી તું પણ સુઈ જા હવે.

કાલે તારા શોનાની પરીક્ષા છે. જો તે ફેલ થયો,

તો હું તારા શોનાને એવો ધોઈશ કે તે રીપ્લાય આપવાને લાયક નહિ રહે.

જોક્સ 10 :

પત્ની : તમે મને રાણી કેમ કહો છો?

પતિ : કારણ કે નોકરાણી ઘણો લાંબો શબ્દ છે.

પત્ની ગુસ્સામાં : તમને ખબર છે કે, હું તમને જાન કહીને કેમ બોલાવું છું?

પતિ : નહિ, કહે તો.

પત્ની : કારણ કે જાનવર ઘણો લાંબો શબ્દ થઈ જાય છે, એટલે ફક્ત જાન કહું છું.

જો તમને જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર જરૂર કરજો.