સંકટમાં છે ધરતી, 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, જાણો વધુ વિગત

આપણી ઘરતી ભયાનક સંકટમાં છે. અહીં પ્રાકૃતિક આપાતકાળ ચાલુ છે કારણ કે આર્કટિકમાં રહેલ સૌથી જૂનો અને સ્થિર આઇસબર્ગ ખુબ ઝડપથી ઓગળી રહ્યો છે. આવો જાણીએ કે 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ શું ચેતવણી આપી છે?

પુરી રીતે ઓગળી જશે ‘ધ લાસ્ટ આઈસ એરિયા’

130 દેશોના 11,000 વૈજ્ઞાનિક જે આર્કટિકના જે હિસ્સાની વાત કરી રહ્યા છે તેને ‘ધ લાસ્ટ આઈસ એરિયા’ કહેવાય છે. આ દુનિયાનો સૌથી જૂનો અને સ્થિર બરફ વાળો વિસ્તાર છે. પરંતુ હવે આ ઝડપથી ઓગળી રહ્યો છે. તે પણ બે ગણી ઝડપથી.

41.43 લાખ વર્ગ KM બરફ હવે 9.99 લાખ વર્ગ KM બચી

‘દ લાસ્ટ આઈસ એરિયા’ 2016 માં 41,43,980 વર્ગ કિમી હતી, જે હવે ઘટીને 9.99 લાખ વર્ગ કિમી બચી છે. જો આ ઝડપથી આ ઓગળતો રહશે તો 2030 સુધી આ બરફ ઓગળીને ખત્મ થઇ જશે

1970 થી હજુ સુધી 5 ફૂટ બરફ ઓગળી ગયો છે આર્કટિકમાં

યુનિવર્સીટી ઓફ ટોરંટોના વૈજ્ઞાનિક કેંટ મુરએ જણાવ્યું કે 1970 પછીથી હજુ સુધી આર્કટિકમાં લગભગ 5 ફિટ બરફ ઓગળી ચુકી છે. એટલે દર 10 વર્ષમાં લગભગ 1.30 ફૂટ બરફ ઓગળી રહી છે. એવામાં સમુદ્રનો જળસ્તર ઝડપથી વધવાની આશંકા છે.

ગ્રીનલૈંડ-કેનાડાની આસપાસ બદલી જશે ઋતુ

આર્કટિકનો બરફ ઓગળવાથી ગ્રીનલેન્ડ અને કેનેડાની આસપાસની ઋતુ બદલી જાય છે. ત્યાં પણ ગરમી વધી જશે. સાથે આનો અસર આખી દુનિયામાં જોવા મળશે. કારણ કે ‘ધ લાસ્ટ આઈસ એરિયા’માં બરફ બે ગણી વધુ ઝડપથી ઓગળી રહી છે.

પોલર બિયર(ધ્રુવીય ભાલુ), વ્હેલ, પેંગ્વિન જેવા જીવ ખતમ થઇ જશે

‘ધ લાસ્ટ આઈસ એરિયા’માં વિભિન્ન પ્રકારના જીવ-જંતુ રહે છે. જો આ ઝડપથી બરફ ઓગળતી રહ્યો તો પોલર બિયર(ધ્રુવીય ભાલુ), વ્હેલ, પેંગ્વિન અને સીલ જેવા સુંદર જીવ જંતુ ખતમ થઇ જશે. આમનું દુનિયાથી નામોનિશાન મટી જશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.