સંકટમોચનનું આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું બનેલ છે કેન્દ્ર, અહીં દરેક ઈચ્છા થઇ જાય છે પુરી

મહાબલી હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે કલયુગમાં પણ આ એકમાત્ર એવા દેવતા છે જે પોતાના તમામ ભક્તોનો અવાજ તરત સાંભળે છે અને પોતાના ભક્તોનું દરેક ખરાબ પરિસ્થિતિમાં રક્ષણ કરે છે. આમ તો જોવામાં આવે તો દેશ આખામાં હનુમાનજીના ઘણા બધા પ્રસિદ્ધ મંદિર રહેલા છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવવાના છીએ, જે લાખો ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બનેલું છે.

આ મંદિરની અંદર સંકટ મોચક હનુમાનજીના દર્શન કરવા માટે લોકો દુર દુરથી આવે છે, અને પોતાના કુટુંબની સુખ સમૃદ્ધીની કામના કરે છે. અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ, તે મંદિર બિહારના પાટનગર પટનામાં આવેલું છે. આ મંદિરને ‘મહાવીર મંદિર’ ના નામથી દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. આ સ્થાનનું આ સૌથી પ્રાચીન હનુમાન મંદિર ગણવામાં આવે છે. પટના રેલ્વે સ્ટેશનથી થોડા ડગલાના અંતરે આ મંદિર આવેલું છે.

આ મંદિરની અંદર ભક્ત પૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરે છે, અને પોતાના જીવનના કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. આ મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. ધાર્મિક માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે, અહિયાં આવવા વાળા દરેક ભક્તની મુરાદ જરૂર પૂરી થાય છે. મહાબલી હનુમાનજી પોતાના ભક્તોને આ મંદિરમાંથી ક્યારે પણ ખાલી હાથ નથી જવા દેતા.

મહાવીર મંદિરના મુખ્ય મંદિરમાં હનુમાનજીની બે મૂર્તિઓ સ્થાપિત છે. એવું કહેવામાં આવે છે કે હનુમાનજીની એક મૂર્તિ પરીત્રાણાય સાધુનામ છે, અને તેનું રક્ષણ કરે છે. જયારે બીજી મૂર્તિ વિનાશાય છે જે દુષ્ટ લોકો અને અત્યાચારી લોકોનો નાશ કરે છે. આ મૂર્તિ દુષ્ટતાને દુરકરવા વાળી માનવામાં આવે છે.

બિહારની રાજધાની પટનાના આ મહાવીર મંદિરના ગર્ભગૃહમાં બજરંગબલી અને સૌના સંકટ હરવાવાળા ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. તે ઉપરાંત આ મંદિરના પરિસરમાં ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ અને દુર્ગા માતાનું પણ મંદિર છે. આ મંદિર પાસે જ પીપળાનું ઝાડ છે જેમાં ભગવાન શનિદેવ બિરાજમાન છે. આ મંદિર ૧૦,૦૦૦ ચોરસ ફૂલ ક્ષેત્રફળમાં ફેલાયેલુ છે. મહાવીર મંદિરમાં એક રામ સેતુનો ૧૫ કિલોગ્રામ વજનનો પથ્થર પણ કાચના વાસણ ઉપર રાખવામાં આવ્યો છે જે ક્યારે પણ ડૂબતો નથી.

આમ તો જોવામાં આવે તો આ મંદિરની અંદર ભક્તોની ભીડ રોજ જોવા મળે છે, પરંતુ પટનાના આ પ્રસિદ્ધ મહાવીર મંદિરમાં શનિવાર અને મંગળવારે ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગેલી રહે છે. અહિયાંની પારંપરિક પૂજાના દિવસોમાં હનુમાનજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

રામનવમી અને નવા વર્ષે પટનાના આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તજનો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. રામનવમીના દિવસે મહાવીર મંદિરમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજીની સુંદર શોભાયાત્રા પણ કાઢવાની પરંપરા છે, જેમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ભાગ લે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.