બદ્રીનાથ ધામમાં આજે પણ પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવતો નથી, તેની પાછળ છે આ મોટું કારણ

ભારતમાં હિંદુ ધર્મના ઘણા મંદિરો આવેલા છે, અને દરેક મંદિરનું પોત પોતાનું અલગ મહત્વ અને માન્યતા હોય છે. અને લોકો ઘણી શ્રદ્ધા પૂર્વક ભગવાનના પૂજા પાઠ કરતા હોય છે. આપણે ત્યાં ઘણા એવા મંદિરો પણ છે, જેના અંગે ઘણી એવી માન્યતાઓ છે જેના વિષે આપણે અજાણ હોઈએ છીએ.

મિત્રો, ભગવાન વિષ્ણુને શંખનો ધ્વની ખુબ ગમે છે. પરંતુ તેમના ધામ ભૂ-વૈકુંઠ બદ્રીનાથમાં શંખ નથી વાગતો. તમામ મઠ-મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા અર્ચના સાથે શંખ ધ્વનીથી આહ્વાન કરવામાં આવે છે. પરંતુ હિમાલયની તળેટી ઉપર બિરાજમાન ભૂ-વૈકુંઠ બદ્રીનાથ ધામમાં શંખનાદ નથી થતો.

આચાર્ય વીશંવર પ્રસાદ નૌટીયાલ અને દિનેશ પુરોહિતે જણાવ્યું કે, તેની પાછળ રુદ્રપ્રયાગ જીલ્લાના અગસ્ત્યમુની બ્લોકના સિલ્લા ગામ સાથે જોડાયેલી પ્રાચીન માન્યતા પ્રચલિત છે. એ અનુસાર રુદ્રપ્રયાગના સિલ્લા ગામમાં આવેલા સાણેશ્વર મંદિરમાંથી બાતાપી રાક્ષસ ભાગીને બદ્રીનાથના શંખમાં છુપાઈ ગયો હતો. એટલા માટે ધામમાં આજે પણ શંખ નથી વગાડવામાં આવતો.

કહેવામાં આવે છે કે, જયારે હિમાલય ક્ષેત્રમાં અસુરોનો આતંક હતો, ત્યારે ઋષિ-મુની પોતાના આશ્રમમાં પૂજા-અર્ચના પણ કરી શકતા ન હતા. તેઓ અહિયાં આવેલા શાણેશ્વર મહારાજના મંદિરમાં પણ હતા. અહિયાં જે પણ બ્રાહ્મણ પૂજા-અર્ચના માટે આવતા રાક્ષસ તેને ખાઈ જતો હતો.

ત્યારે શાણેશ્વર મહારાજે પોતાના ભાઈ અગસ્ત્ય ઋષિ પાસે મદદ માગી. એક દિવસ અગસ્ત્ય ઋષિ સિલ્લા પહોંચ્યા અને શાણેશ્વર મદિરમાં સ્વયં પૂજા-અર્ચના કરવા લાગ્યા, પરંતુ રાક્ષસોનો આતંક જોઇને તે પણ સમસમી ગયા.

તેમણે માતા ભગવતીનું ધ્યાન ધર્યું, તો અગસ્ત્ય ઋષિના ખોળામાંથી કુષ્માંડા દેવી પ્રગટ થઇ ગઈ. દેવીએ ત્રિશુલ અને કટારથી ત્યાં રહેલા રાક્ષસોનો વધ કર્યો. કહેવામાં આવે છે કે, દેવીથી બચવા માટે ત્યારે આતાપી-બાતાપી નામના બે રાક્ષસ ત્યાંથી ભાગી ગયા.

ત્યારે આતાપી રાક્ષસ મંદાકિની નદીમાં છુપાઈ ગયો અને બાતાપી રાક્ષસ ત્યાંથી બાગીને બદ્રીનાથ ધામમાં શંખમાં છુપાઈ ગયો. માન્યતા છે કે ત્યારથી બદ્રીનાથ ધામમાં શંખ વગાડવાનું બંધ કરી દેવામાં આવ્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.